પૃથ્વી સાથે ટકરાવવા જઈ રહ્યો છે આ ઉલ્કાપિંડ, નાસાએ સ્પેસ એક્સને આપી છે તેને નષ્ટ કરવાની જવાબદારી

0
546

આપણી પૃથ્વી પર ઉલ્કાપિંડ ના ટકરાવાનો ખતરો હંમેશા રહે છે. જો આવુ થાય છે તો ભારે જાનહાનિ થઈ શકે છે. ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાવાની પરિસ્થિતિમાં બની શકે છે કે પૃથ્વી પરથી માનવ સભ્યતા જ ખતમ થઈ જાય. આવી ઘણી પરિસ્થિતિઓ માંથી બહાર નીકળવા માટે ના સા લાંબા સમયથી કામ કરી રહ્યું છે.

હવે આ પ્રોજેક્ટ નાસાએ એલન મસ્ક ની કંપની સ્પેસ એક્સ ને સોંપ્યું છે. સ્પેસ એક્સ હવે અંતરિક્ષમાં એક ઉલ્કા પિંડ અને નષ્ટ કરશે જે સતત પૃથ્વી માટે ખતરો બની રહેલ છે. આ ઉલ્કાપિંડ પૃથ્વીથી ૬૮ લાખ માઈલ દૂર છે. આ વાતની જાણકારી આપતા નાસાએ જણાવ્યું હતું કે આ મિશનનું નામ ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ રાખવામાં આવેલ છે.

કેવી રીતે નષ્ટ કરવામાં આવશે ઉલ્કાપિંડ

આ મિશન જુન 2021માં શરૂ થશે. તે દરમિયાન કેલિફોર્નિયાના વાંડેનબર્ગ એરફોર્સ બેઝ કેમ્પ થી ફાલ્કન ૯ રોકેટ લોન્ચ કરવામાં આવશે. આ રોકેટ સાથે 2.4 કિલોમીટર લાંબો સ્પેસક્રાફ્ટ હશે જે ઉલ્કા પેટ સુધી પહોંચશે. તે ઉલ્કાપિંડ સુધી 2022 ઓક્ટોબર મહિનામાં પહોંચી જશે. ઉલ્કાપિંડ પર લગભગ 800 મીટર દૂરથી નિશાન લગાવવામાં આવશે. કોશિશ કરવામાં આવશે કે ઉલ્કાપિંડ ને પૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવે. તેને નષ્ટ કરવા માટે કાઇનેટિક ઇંપેક્ટર નો ઉપયોગ કરવામાં આવશે. જો આવું ના થઈ શકે તો તેનો રસ્તો બદલી દેવામાં આવશે. આ ઉલ્કાપિંડ સાથે એક ૧૫૦ મીટરનો મૂનલેટ જોડાયેલ છે જે પૃથ્વી ને વધારે નુકસાન પહોંચાડી શકે છે.

તેનો રસ્તો બદલવા માટે સ્પેસક્રાફ્ટ તેમાં અથડાવવા માં આવશે, આ ટક્કર દરમિયાન સ્પેસ ક્રાફ્ટ ની સ્પીડ અંદાજે ૬ કિલો મીટર પ્રતિ સેકન્ડ હશે. આ ટક્કરથી ભૂલકા પણ ની ચારો તરફ પ્રદક્ષિણા કરી રહેલ મુનલેટ ની ગતિ પોતાના ઓરબીટ માં બદલાઈ જશે. જેના લીધે ખતરો ટળી જશે.

કેટલો થશે ખર્ચ

નાસા આ મિશન માટે સ્પેસ એક્સ ને અંદાજે 477 કરોડ રૂપિયા આપશે. તેના માટે નાસા અને સ્પેસ એક્સ વચ્ચે કરાર થયેલ છે. આ નાસાનો એક પાઇલટ પ્રોજેક્ટ છે જેના દ્વારા જાણકારી મેળામાં આવશે કે આવું કર્યા બાદ આવનારા ખતરાઓથી બચવા માટે શું કરવામાં આવશે. ત્યારબાદ નાસા 2023માં એક વધારે પરીયોજના શરૂ કરશે જેમાં ઉલ્કાપિંડ ના ટુકડાઓ ની તપાસ કરવામાં આવશે. આ દરમ્યાન નાસાની કોશિશ રહેશે કે કોઈ પણ રીતે આ ટુકડાઓને એકઠા કરવામાં આવે અને તેમનું અધ્યયન કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here