પ્રેમી યુગલો માટે આ મંદિર છે વરદાન, ઘરેથી ભાગેલા પ્રેમી યુગલોને અહી આશ્રય આપવામાં આવે છે

0
3370

હિમાચલ પ્રદેશ તેમની પ્રાકૃતિક સુંદરતા માટે ઘણું પ્રસિધ્ધ છે. જેમ એ પોતાની કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે એવી રીતે અહી ૨ હજાર મંદિરો પણ આવેલા છે તથા દરેક મંદિરની એક કથા પણ રહેલી છે. હિમાચલ પ્રદેશ શ્રધ્ધાળુઓને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. કુલ્લુનું શાંગચૂલ મહાદેવ મંદિર પણ આમાનું એક છે જેનો સંબંધ મહાભારત કાળથી છે.

અહી આવેલ દરેક મંદિર પ્રાચીન છે. આજે અમે તમને એક અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પ્રેમી યુગલોને આશ્રય આપવામાં આવે છે. આ મંદિરને પ્રેમ યુગલો માટે વરદાન માનવામાં આવે છે. કહેવામા આવે છે કે ભાગીને આવેલા પ્રેમ યુગલોનો અહી કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતું.

પ્રકૃતિની આ સુંદરતાની વચ્ચે આવેલું શાંગચૂલ મહાદેવ મંદિર વિશે માનવામાં આવે છે કે મંદિરની સીમામાં કોઈપણ જાતિનું પ્રેમ યુગલ પહોચી જાય તો તેને કોઈ કઈ નથી કરી શકતું. એવું કહેવામા આવે છે કે મંદિરની સીમામાં આવી ગયેલ પ્રેમ યુગલને કોઈ કઈ કહી પણ નથી શકતું.

આ મંદિરમાં ઘરેથી ભાગીને આવેલા પ્રેમ યુગલોને આશ્રય આપવામાં આવે છે. પાંડવ કાલીન આ મંદિરમાં ઐતિહાસિક ધરોહર પણ મળી આવે છે. આ મંદિરમાં કોઈપણ જાતિના પ્રેમની યુગલને આશ્રય આપવામાં આવે છે. શાંગચૂલ મંદિરની સીમામાં પહોચતા જ તેમણે મહાદેવ ભગવાનની કૃપા મળી રહે છે. જેના લીધે તેમણે કોઈપણ જાતનું કોઈ નુકશાન નથી પહોચતી શકતું.

આ મંદિર અંદાજે ૧૦૦ વિઘામાં ફેલાયેલુ છે, મંદિરના આ ૧૦૦ વીઘા વિસ્તારમાં કોઈ પ્રેમ યુગલ પ્રવેશ કરી જાય છે તો ત્યારબાદ તેઓ આ મંદિરના દેવતાઓની શરણમાં આશ્રય પામી લે છે તેનું માનવામાં આવે છે. અહી પ્રેમ યુગલોના પરિવારજનો પણ તેઓને કઈ પણ નથી કહી શકતા કે ના તો તેમની સાથે બળજબરી કરી શકતા.

પોતાને વિરાસતમાં મળેલા નિયમોનું પાલન કરતાં આ ગામમાં પોલિસનાં આવવા પર પણ પ્રતિબંધ છે. અહિયાના નિયમો પણ ખૂબ જ સખત છે. અહિયાં દારૂ, સિગારેટ અને ચામડાનો સમાન સાથે નથી લઈ જઈ શકાતો. સાથે સાથે આ ગામમાં હથિયારો લઈ જવા પર પ્રતિબંધ છે. ગામમાં લડાઈ ઝઘડો તો ઠીક છે પરંતુ ઊંચા અવાજે વાત કરવાની પણ મનાઈ છે. અહિયાં લોકો દેવતાઓમાં બહુજ શ્રધ્ધા ધરાવે છે અને આ મંદિરના દેવતાઓના નિર્ણયો સૌના માટે માન્ય હોય છે.

આ મંદિરનો સંબંધ મહાભારત કાળથી પાંડવો સાથે જોડાયેલો માનવામાં આવે છે. ગામમાં એવું કહેવામા આવે છે કે અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવો થોડા સમય માટે અહિયાં રોકાયેલા હતા. કૌરવો તેમનો પીછો કરતાં કરતાં અહિયાં આવી પહોચેલા હતા. પરંતુ ત્યારે શાંગચૂલ મહાદેવે તેમણે રોક્યા અને કહ્યું કે આ મારો વિસ્તાર છે અને મારા શરણમાં આવશે તેનું કોઈ વ્યક્તિ કઈ નહીં બગાડી શકે. મહાદેવ ભગવાનના ડરથી કૌરવો ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આ કથા બાદ આ મંદિરનુ મહત્વ ખૂબ જ વધી ગયું હતું. ગામનાં લોકોને આ મંદિરમાં ખૂબ જ શ્રધ્ધા છે. આ મંદિરના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે તેમજ પ્રેમી યુગલો અહી આવીને શરણ પણ લે છે.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

Instruction_03

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here