પરિવારની ઈચ્છા વિરુધ્ધ પ્રેમલગ્ન કરવામાં ક્યારેય ઉતાવળ ના કરશો, જાણો શા માટે

0
928

સ્ત્રી સશક્તિકરણની વાતો તો ઘણી જગ્યાએ થાય છે. સરકારી મહિલાઓ માટે અલગ પ્રકારના કાયદાઓ બનાવ્યા છે પરંતુ આ મહિલાઓ તેના કાયદા પ્રમાણે વિરુદ્ધ વર્તન કરે તો છે તેનો દુરુપયોગ કરે છે. આજે અમે આર્ટિકલમાં એવી ખુદ્દાર મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેથી તમે આર્ટીકલ અંત સુધી જરૂર વાંચજો.

રાકેશભાઇ શાહ ના ત્રણ બાળકો હતા એક પુત્રી અને બે પુત્ર દીકરી ખૂબ જ હોશિયાર અને ભણેલી અને પપ્પા ની લાડકી હતી. પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ પોતાના માટે કંઈક કરવાની ઈચ્છા હતી. શિક્ષિકાની નોકરી તેને મળી ગઈ હતી. તેના લગ્ન માટે ઘણા બધા માંગા આવતા હતા. તેનું નામ ખ્યાતિ હતો. તેના મમ્મીના બેનપણી તેના માટે માંગુ લઈને આવ્યા હતા. એક દીકરો હતો છોકરા ના પપ્પા હયાત ન હતા, માતા હતા. નાનુ કુટુંબ સુખી કુટુંબ એમ વિચારીને બંને માટે યોગ્ય લાગતા એકબીજાને જોવાનો પ્રોગ્રામ બનાવ્યો.

ખ્યાતિને તરુણ પસંદ આવી ગયો. લગ્ન અગાઉ રાકેશભાઈ ને તરુણ વિશે વાતો સાંભળવા મળી કે તે ઘમંડી અને જિદ્દી સ્વભાવનો છે તેથી પિતાએ ખ્યાતિને સમજાવી કે તું આવા છોકરા સાથે લગ્ન કરીને તારું જીવન બરબાદ કરે છે તેના પિતાએ કહ્યું કે તું આવા છોકરા સાથે લગ્ન ના કર. ત્યારે ખાલી જાતિએ કહ્યું કે હું પણ એક શિક્ષિકા હું તેમને સુધારી લઈશ. રાકેશભાઈ એ કહ્યું કે જિંદગી સાથે આવી રમત ના રમાય. પરંતુ ખ્યાતિ રાકેશ ભાઈ ને એક વાત ના માની. રાકેશભાઈ ખ્યાતિની વાત માનવી પડી. રાકેશભાઈ દીકરીના ધામ-ધૂમ થી લગ્ન કર્યા. લગ્નના થોડાક મહિનાઓ ખૂબ જ સુખી ગયા.

પરંતુ સમયની સાથે તરુણ પોતાના રંગ બતાવવા લાગ્યો. ખ્યાતિ પર નોકરી મૂકી દેવા દબાણ કરતો. ખ્યાતિએ પોતાની બચતના રૂપિયાથી એક ફ્લેટ વસાવ્યો. ભાડાના ઘરમાંથી તેનો પરિવાર ફ્લેટ માં આવ્યો. પરંતુ તરુણ નો માનસિક ત્રાસ વધી ગયો. ખ્યાતિ એક દીકરા-દીકરીની માતા બની ગઈ હતી. પરંતુ તરૂણમાં કોઈ જાતનો ફેર ન હતો. તે બાળકોની સામે પણ ગાળો બોલતો. તરુણ બાળકો સામે પણ દાનવ નું સ્વરૂપ ધારણ કરી લીધો હતો. ખ્યાતિ ને પોતાના પર થતો ત્રાસ મંજૂર હતો પરંતુ બાળકો પર આ રીતે હાથ ઉપાડવો તેને કદી મંજૂર ન હતો.

પોતાના બાળકો માટે થઈ ખ્યાતિએ તરુણ થી અલગ થવાનો નિર્ણય લીધો. સદનસીબે ફ્લેટ તેના નામનો હતો તેની કમાણીનો હતો. ખ્યાતિ પોતાની જવાબદારી પોતાના ફ્લેટમાં મક્કમતાથી નિભાવતી હતી. પરંતુ કિસ્મતનો ખેલ અજીત છે ક્યારે શું થઈ જાય તે કોઈને ખબર હોતી નથી. તેના જીવનમાં ગર્ભાશયનું કેન્સર નામનું વાવાઝોડું આવ્યું. તે વખતે તેના બાળકો દસમાં અને બારમા ધોરણમાં હતા. ખ્યાતિ ની કમાણી પોતાના બાળકોને ભણવામાં જ વપરાય જતી હતી. ખ્યાતિ એ પોતાનો ફ્લેટ વેચી નાખી અને ભાડાના ઘરમાં બાળકો સાથે રહેવા લાગી. ભાઈ અને માતા પિતાએ તેને ઘણી સમજાય કે તેની સાથે રહેવા આવી છે. પરંતુ સ્વમાન અને ખુદ્દારી એટલા હતા કે પોતાના કષ્ટો સામે જજુમવાનું નક્કી કર્યું.

નિષ્ઠાપૂર્વક તેને કેન્સરની બીમારી ને હરાવી દીધી. તે ધીરે-ધીરે ઉભી થઇ રહી હતી. શિક્ષિકા માંથી પ્રિન્સિપાલ બની. ફરીથી એક આલિશાન ફ્લેટ વસાવ્યો. દીકરીને પરણાવી. તેણી એ સાબિત કરી નાખ્યું કે મહિલા પણ બધું જ કરી શકે છે. મુશ્કેલીના દિવસોમાં નસીબને દોષ ન દીધા વગર જો તેનો સામનો કરવામાં આવે તો સોનેરી સવાર આપણી રાહ જોઈ રહી હોય છે. જરૂરી નથી કે દરેક સંબંધ બેવફાઈ સાથે ખતમ થાય અમુક સંબંધો ને કોઈ ના માટે પણ તોડવા પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here