પ્રેમમાં કોઈને દગો ના દેશો, આ આર્ટિક્લ વાંચીને રડી પડશો

0
4146

પ્રેમ કેવો હોવો જોઈએ? આ સવાલનો જવાબ દરેક વ્યક્તિએ વ્યક્તિ અલગ અલગ મળતો હોય છે. બધા પાસે પોતાના પ્રેમને લઈને અલગ-અલગ વાર્તા છે.

ડોક્ટર હેમંત નાનપણથી જ ભણવામાંહોશિયાર હતા. જ્યારે તે હાઈસ્કૂલમાં હતો ત્યારે જ તેના મિત્રો સહિત બધાને ખબર હતી કે આ ભવિષ્યમાં ડોક્ટર બનશે. હેમંત ડોક્ટર બન્યો પણ ખરો અને ખૂબ જ હોશિયાર ડોક્ટર બન્યા.

‘હેમંત તારે શું બનવું છે?’ એવું તેની સાથે કોલેજમાં ભણતી રાધાએ તેને પૂછ્યું હતું. ‘મારે તો તારો વર બનવું છે’ એવો તોફાની જવાબ હેમંતે આપ્યો હતો. કોલેજકાળમાં હોશિયાર છોકરો અને સુંદર છોકરી એકબીજાથી આકર્ષાય છે. છોકરીને કદાચ હોશિયાર છોકરા માં પોતાનું સમૃદ્ધ ભવિષ્ય દેખાતું હોય છે  બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો.

કહેવત છે ને કે “તનથી દૂર એ મન થી દૂર”. છુટા પડ્યા પછી થોડા સમય સુધી હેમંત અને રાધા નો સંપર્ક ચાલુ રહ્યો. એક દિવસ રાધાએ હેમંત ને ફોન કર્યો કે ‘મારૂ ભણવાનું પૂરું થઈ ગયું છે. મારો બીએસસી કમ્પ્લિટ થઈ ગયું છે.’ હેમંતે સ્વચ્છ સ્વરમાં જવાબ આપ્યો ‘કોન્ગ્રેચ્યુલેશન’. ત્યારે રાધાએ કહ્યું કે ‘મેં તારો જવાબ સાંભળવા માટે ફોન કર્યો છે. મારા માતા-પિતા મારા માટે છોકરો શોધી રહ્યા છે. મને તો તું ગમે છે. જો તું મારી સાથે લગ્ન કરવાનું વચન આપતો હોય તો હું મારા માતા પિતા ને વાત કરૂ.’  ‘હું તો હજી એમબીબીએસ કરીશ. બે વર્ષ ઇન્ટર્નશિપ ના અને પછી પોસ્ટગ્રેજ્યુએટ કરીશ. 26 કે 27 વર્ષના થાવ ત્યાં સુધી હું લગ્ન નહીં કરી શકું’ હેમંતે આવો જવાબ આપ્યો.

‘તું જો વચન આપતો હોય તો હું બીજા વીસ વરસ કુવારી બેસવા તૈયાર છું’. ત્યારે હેમંત એ ચોખવટ કરતા કહ્યું કે ‘સોરી રાધા તો મને બહુ જ ગમતી હતી પરંતુ મારા પિતાની ઇચ્છા એવી છે કે હું કોઈ ડોક્ટર છોકરી સાથે લગ્ન કરું. એનાથી ભવિષ્યમાં મારી લાઈફ.’ ત્યાં રાધા એ ફોન કાપી નાખ્યો. આ બંને વચ્ચેની છેલ્લી વાત હતી. એ પછી નહોતો હેમંત એ તેની પરવા કરી કે ન તો તેને શોધવાની કોશિશ કરી.

ત્રણ વર્ષ પછી ડોક્ટર હેમંત બની ગયો અને બીજા ત્રણ વર્ષ પછી સાયકોલોજિસ્ટ બની ગયો. શહેરનો પ્રખ્યાત અને માનસિક રોગોનો નિષ્ણાત બની ગયો. એક દિવસ તેની પાસે આધેડ વય ની ઉમરના દંપતી પોતાની પાગલ દીકરીને લઈને આવ્યા. યુવતીના પિતાએ એક કાગળ સરકાવીને હેમંત ના હાથમાં મૂક્યો ‘મારી દીકરી સામાન્ય દેખાતી હશે પરંતુ તે છે ને તે પોતાને જગતની મહાન અને જાણીતી સ્ત્રી માની રહી છે. પોતાની સાચી ઓળખ સ્વીકારવા તે તૈયાર જ નથી. આના કારણે તેના સાસરિયાએ પણ તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. હવે બધું જ તમારા હાથમાં છે સાહેબ’ એવું તે કાગળ માં લખ્યું હતું.

હેમંત કહ્યું, ‘શું નામ છે’? યુવતી હસી પડી અને કહ્યું ‘લેરી ક્વિન્ટન. મારે તો વિદેશ જવાનું છે.’ ડોક્ટર હેમંત એ માથું હલાવ્યું. ડોક્ટર હેમંત એ કહ્યું તો તમારા પતિને લઈને તમે ઇન્ડિયા આવો ને. ત્યારે યુવતીએ કહ્યું કે ‘અમે એક વખત આવેલા પણ મનમોહનસિંઘે અમને બાજરાના રોટલા ખાવા ન દીધા. પાકિસ્તાનમાં ગઈ હતી પરંતુ ત્યાંના પ્રેસિડેન્ટે મને અભદ્ર ઇશારા કર્યા. તમે નહિ માનો પણ ઝોન વોશિંગ્ટન મારા માસીનો દીકરો થાય છે.’ યુવતી જેમને તેમ બોલતી ગઈ ડોક્ટર હેમંત સમજી ગયા કે તેને એક બીમારી થઈ છે.

ડોક્ટર હેમંત એ તેના માટેની સારવાર માટે વિચાર કર્યો અને કહ્યું કે તમે હવે જઈ શકો છો. ત્યારે યુવતીના પિતાએ કહ્યું કે સાહેબ કેટલા પૈસા આપવાના? તે ડોક્ટર હેમંત એ કહ્યું કે આ તો મારી મિત્ર રાધા છે. અમે બાર વર્ષ સુધી સાથે ભણ્યા મારે એની ફી ન લેવાની હોય. રાધાના પપ્પાએ પૂછ્યું તો તે તમને ઓળખી કેમ ન શકે? ત્યારે ડોક્ટર હેમંત એ કહ્યું કે ‘મારા કારણે તો એ પાગલ થઈ ગઈ. એ ક્યાંથી મને ઓળખે એના માટે હું હવે મહાન વ્યક્તિ નથી રહ્યો. એ હવે જુદી જ દુનિયામાં જીવે છે. ડોક્ટર હેમંત સોરી કહીને રડી પડ્યા. રાધા કશું જ સમજ્યા વગર હસી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here