પ્રેમ અને ભાઇચારાની તસવીર, બાળ હનુમાનને ખભા પર બેસાડીને પ્રસાદ વહેંચી રહેલ મુસ્લિમ યુવક

0
633

લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર ચરમસીમા પર છે. આ દરમિયાન ઘણી વખત નેતાઓએ ધર્મને લઈને વિવાદિત નિવેદનો આપેલ છે. સાથોસાથ ધર્મ અને જ્ઞાતિ જેવી બાબતોને લઇને સામાન્ય રીતે લોકો વચ્ચે વિવાદ જોવા મળે છે. પરંતુ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહેલ છે. જેમાં હિંદુ અને મુસ્લિમ ધર્મ વચ્ચે નો અંતર દૂર થતું જણાય છે.

વાયરલ ફોટો માં એક સરસ બાળરૂપ બજરંગી બનેલ એક બાળકને ખભા પર બેસાડી ભંડારાનો પ્રસાદ વેચતો નજર પડે છે. તસવીરમાં જે શખ્સ દેખાયેલ છે તે હકીકતમાં મુસ્લિમ છે. પ્રસાદ લઈ રહેલા લોકો પણ આ દ્રશ્ય જોઈને આનંદીત થઈ રહેલ છે. સામાજિક અને ધાર્મિક મૈત્રીની આ તસવીરને કોઈ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધેલ હતી અને પછી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. આ ફોટોને જોઈને યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જોકે તસવીર કોણે અને ક્યાં લીધેલ છે તે હજુ જાણી શકાયું નથી. વાયરલ ફોટા માં સફેદ રંગના કુરતો પહેલા અને લાંબી દાઢીવાળા મુસલમાન સમુદાય સાથે સબંધ રાખતાં યુવકે બાળ હનુમાનને ખભા પર બેસાડી રાખેલ છે. થાળીમાં તેણે બાફેલા ચણા નો પ્રસાદ રાખેલ છે, જેને મુસ્લિમ સમુદાયનો યુવક પોતાના હાથથી અન્ય રાહદારીઓને વેચી રહ્યો છે. ચણાના પ્રસાદને જોઈને લાગી રહ્યું છે કે તસવીર કોઈ મંદિરમાં લગાવવામાં આવેલ ભંડારા દરમિયાનની છે.

આ વાયરલ થયેલ ફોટા પર ઘણા યુઝરે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે લખ્યું છે કે હિંદુ મુસ્લિમ ભાઈ-ભાઈ છે. સાંપ્રદાયિકતા નું ઝેર ફેલાવતા લોકો જ બધા વચ્ચે અંતર ફેલાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, જે લોકો ધર્મના નામ પર લોકોને વહેંચીને અલગ કરી રહ્યા છે તે લોકો જોઈ લે કે આ તસવીર ભાઈ ચારા ની નિશાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here