પ્રેમ કોને કહેવાય? દરેક વ્યક્તિએ વાંચવા જેવું

0
10513

યુરોપમાં આવેલી એક સ્કૂલમાં ૪ થી ૮ વર્ષ સુધીના બાળકોને પૂછવામાં આવ્યું કે પ્રેમ કોને કહેવાય? બાળકોએ આ સવાલનો જવાબ આપવાનો હતો. ત્યારે સ્કૂલના એ નાના બાળકોએ જે જવાબો આપ્યા તે આશ્ચર્ય પમાડે તેવા હતા. તેમાં અમુક બાળકોના જવાબ પરથી તો એવું લાગે છે કે એ નાના બાળકોમાં મોટી ઉમરના વ્યક્તિ કરતાં વધારે સમજણ છે એવું લાગે છે. તો આપણે પણ જોઈએ કે એ બાળકોએ શું જવાબો આપેલા.

 • જ્યારે પણ મારી દાદીને સાંધાનો દુખાવો હોય ત્યારે એ વળી નથી શકતા એટલે એમના પગના નખ કાપવા તેમજ નખ રંગી આપવાનું કામ મારા દાદા કરી આપે છે. મારા દાદાને પોતાના હાથના સાંધા દુખતા હોવા છતાં પણ તેઓ દાદી માટે આ કામ કરી આપે છે, તેને પ્રેમ કહેવાય. (રિબેકા, ૮ વર્ષ).
 • તમને કોઈ જ્યારે ખૂબ ચાહતું હોય ત્યારે એ વ્યક્તિ તમારું નામ બીજા કરતાં અલગ રીતે જ બોલે છે. તમને એ વ્યક્તિ દ્વારા બોલવામાં આવતું તમારું નામ તે વ્યક્તિના મોઢામાં ખૂબ સલામત લાગે છે, એજ પ્રેમ ! (બિલી, ૪ વર્ષ)
 • તમે કોઈ વ્યક્તિ સાથે નાસ્તો કરવા કે જમવા જાઓ અને તમારા મનપસંદ પિઝા બધા તેને જ આપી દો અને તેના બદલામાં તેની પ્લેટ માથી કાઇપણ ના લો એ પ્રેમ છે. (ક્રિસ્ટી, ૬ વર્ષ)

 • જ્યારે તમે ખૂબ જ થાકેલા હોય અને તમારું મૂડ ખૂબ જ ખરાબ હોય ત્યારે જે તમારા ચહેરા પર હસી લાવી શકે એ છે પ્રેમ ! (ટેરી, ૪ વર્ષ)
 • મમ્મી જ્યારે પપ્પા માટે ચા કે કોફી બનાવ્યા પછી મારા પપ્પા ને આપતા પહેલા એ ચાખી લે છે કે બરાબર છે કે નહીં, બસ તેને જ પ્રેમ કહેવામા આવે છે. (ડેની, ૭ વર્ષ)
 • કોઈ છોકરી કોઈ છોકરાને જ્યારે કહે કે મને મારૂ આ ટી-શર્ટ ખૂબ જ ગમે છે અને પછી એ છોકરો રોજે એજ ટી-શર્ટ પહેરે તે પણ પ્રેમ જ છે. (નોએલ, ૭ વર્ષ)
 • તમને કોઈ વસ્તુ ગમતી હોય અને એ ગમતી વસ્તુ તમને કોઈ ભેટમાં આપે અને એ ભેટ ખોલવાને બદલે તમે એ ભેટ આપનારની વાતો સાંભળવી વધારે ગમે એ પ્રેમ ! (બોબી, ૬ વર્ષ)

 • જ્યારે મારી મમ્મી મને રાતે સુવડાવી દીધા પછી મારી આંખો બંધ થયેલી જુએ ત્યારે હળવેકથી મારા ગાલ પર વ્હાલથી પપ્પી કરે છે એજ તો પ્રેમ છે. (ક્લેર, ૬ વર્ષ)
 • એક વૃધ્ધ દંપતી જ્યારે પોતાના લાંબા લગ્ન જીવનમાં એકબીજા વિશે બધુ જ જાણવા છતાં પણ વર્ષો સુધી એકબીજાની સાથે લાગણીથી રહી શકે તેને જ પ્રેમ કહેવાય. (ટોમી, ૭ વર્ષ)
 • તમે જ્યારે સવારે સ્કૂલમાંથી અપાયેલ હોમવર્ક કરતાં હોય એ સમયે તમે જેને ધક્કા મારીને દૂર હાંકી કાઢ્યું હોય એ પછી આખો દિવસ તમે તેને ઘરમાં એકલું છોડીને જતાં રહ્યા હોય અને સાંજે જ્યારે તમે સ્કૂલથી આવો ત્યારે તમારી પાસે આવીને તમને વ્હાલ કરે એને પ્રેમ કહેવાય. (મેરી, ૪ વર્ષ)

 • મારા પપ્પા જ્યારે સાંજે કામેથી આવે ત્યારે તેમના કપડાં ધૂળથી ભરેલા અને તેમના શરીરમાથી પરસેવાની દુર્ગંધ આવતી હોવા છતાં પણ એમને મારી મમ્મી તેમની સામે હસીને તેમના ધૂળ વાળા વાળમાં હાથ ફેરવીને તમને ભેટી પડે એજ તો પ્રેમ. (ક્રિશ, ૮ વર્ષ)

તમને નથી લાગતું કે આ નાના બાળકોમાં આપણાં કરતાં પણ વધારે પ્રેમ કોને કહેવાય તેની ઉત્કૃષ્ઠ સમજણ છે? ખરેખર તો આપણને પ્રેમ કોને કહેવાય તેની સાચી સમજણ છે જ નહીં, આપણી પ્રેમની વ્યાખ્યા જ અલગ છે.

હવે વધુ એક નાનકડી વાત :

પાડોશમાં રહેતા એક દાદીનું અવસાન થયું ત્યારે ૬ જ વર્ષનો એક નાનકડો બાળક ત્યાં દાદાને મળવા ગયો. થોડા સમય બાદ એ જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે તેની મમ્મી એ પુછ્યું કે, બેટા ! તે વળી ત્યાં જઈને દાદાને શું કહ્યું? ત્યારે દીકરાએ કહ્યું, “કઈ નહીં મમ્મી, મે તો એમના ખોળામાં બેસી એમને રડવામાં મદદ કરી”, બસ આ જ પ્રેમ.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here