“પ્રાર્થનાનું વજન” જો ભગવાનમાં માનો છો તો આ સ્ટોરી જરૂરથી વાંચજો

0
3630

ઘણા સમય પહેલાની આ વાત છે. થેલીમાં કંઈક વસ્તુ લઈને ગરિબડી લાગતી સ્ત્રી કરીયાણા ની દુકાન માં દાખલ થઈ. તેના ચહેરા પર લાચારી અને ચિંતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી. કરિયાણાના વેપારીને તેણે આજીજી કરી કે પોતાની પાસે રહેલી તાંબાની તપેલીના બદલામા આનાજ કે કંઈ પણ વસ્તુ આવે તે આપે. ઘરમાં તેના બાળકો બે દિવસથી ભૂખ્યા હતા અને તેના પતિને છેલ્લા તબક્કાનું કેન્સર હતું. હવે તેના ઘરમાં વેચવા માટે આ તાંબાની તપેલી સિવાય કંઈ જ બચ્યું ન હતું. આ તાંબાની તપેલીના બદલામા તેને જે કંઈ પણ થોડું અનાજ મળી જાય તો બે દિવસથી ભૂખ્યા તેના બાળકોના પેટની અગ્નિ શાંત થાય તેવી તેને આશા હતી.

પરંતુ આ સ્ત્રી દ્વારા કરવામાં આવેલી આજીજી ની કોઈપણ અસર પેલા વેપારી પર પડી ન હતી. પોતે જૂના વાસણો ના બદલામાં કરિયાણું આપતો નથી એવો જવાબ તેને આપ્યો. છતાં પણ સ્ત્રી દ્વારા વારંવાર વિનંતી કરવા પર વેપારી તેના પર ગુસ્સે થયો હતો અને બોલ્યો, “ખબર નહીં સવાર-સવારમાં આવા ભિખારી ક્યાંથી આવી જાય છે.” એવું બબડતા તેણે સ્ત્રીને દરવાજા તરફ આંગળી ચીંધીને બહાર જતા રહેવા માટે કહ્યું. રડતી રડતી એ સ્ત્રી દુકાનની બહાર જતી જ હતી કે ત્યાં ઉભેલા એક ગ્રાહકને તે સ્ત્રી પર દયા આવી. તેણે વેપારીને કહ્યું કે આ તપેલીના ભારોભાર જે કંઈ પણ અનાજ આવે તે પેલી સ્ત્રીને આપો અને જો વસ્તુની કિંમત તપેલીની આશરે કિંમત કરતા વધારે થશે તો તે ઉપરના પૈસા એ પોતે ચૂકવી આપશે.

દુકાનદાર હવે ફસાયો હતો. નાછૂટકે તેને હવે એ સ્ત્રીને અના જ આપવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. મોઢું બગાડતા તેણે એ સ્ત્રીને ત્રાજવાના એક પલ્લામાં તપેલી તથા ખરીદી નું લીસ્ટ મુકવા માટે કહ્યું.

પણ પેલી સ્ત્રીની તો જરૂરિયાતો એટલી બધી હતી કે તે તેનું લીસ્ટ બનાવે? છતાં પણ સ્ત્રી એક નાની ચબરખી મા કંઈક લખ્યું અને એ ચબરખી તપેલીમાં મૂકી દીધી. કરિયાણાનો વેપારી ચબરખી લેવા જાય તે પહેલાં જ તે બોલી ઉઠી કે, “ભાઈ, એક કામ કરો ને. તમે એક ચબરખી વાંચવાનું રહેવા દો અને તપેલીના વજનની ભારોભાર ચોખા ઘઉં નો લોટ દાળ ખાંડ જે કંઈ પણ થોડું થોડું આવે એટલું આપી દો.” આટલું કહી સ્ત્રી માથું ઝુકાવીને ઊભી રહી ગઈ.

એ વેપારીએ તુચ્છકાર ના ભાવ સાથે થોડી ખાંડ, થોડો લોટ, થોડી દાળ અને થોડા ચોખા બીજા પલ્લામાં મૂક્યા. તેને હતું કે બધી વસ્તુઓ થોડી થોડી નાખીશ ઍટલે પલ્લૂ નમી જશે, પરંતુ પલ્લુ તો જરા પણ નમ્યુ નહીં. આથી તેણે બધી વસ્તુઓ વધારે માત્રામાં નાખી. છતાં પણ ભારે આશ્ચર્ય વચ્ચે તે પલ્લુ એમ જ રહ્યું અને જરા પણ નમ્યુ નહીં. હવે તો તેના પણ આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. એક તાંબાની તપેલી નો ભાર આટલો બધો હોઈ શકે? ચહેરા પર આશ્ચર્ય ના ભાવ સાથે એ બધી વસ્તુઓ વધુ માત્રામાં ઉમેરતો ગયો. પરંતુ ત્રાજવાનું એ પલ્લું હવે વધારે વસ્તુઓ સમાવી શકે એવી પરિસ્થિતિ રહી ન હતી. હવે ત્રાજવાનો એ પલ્લુ એટલી હદે ભરાઈ ચૂક્યું હતું કે તેમાં કોઈપણ વસ્તુ આવી શકે તેમ ન હતી. દુકાનદાર તો આભો બનીને બસ જોતો જ રહ્યો હતો. તેને સમજાતું ન હતું કે આ શું બની રહ્યું છે.

ત્રાજવાના પલ્લામાં હવે જ્યારે એક પણ વસ્તુ સમય શકે તેવી કોઈ પણ શક્યતા ન રહી ત્યારે તેણે વસ્તુ ઉમેરવાનું બંધ કર્યું અને આ બધી જ વસ્તુઓ એક મોટા થેલામાં ભરીને દુકાનદારે પેલી સ્ત્રીને આપી દીધી. સ્ત્રી એ પેલા ગ્રાહક તથા દુકાનદારનો આભાર માનીને આંસુથી ભરેલી આંખો સાથે વિદાય લીધી હતી. કહ્યા પ્રમાણે પહેલા ગ્રાહકે બધી જ વસ્તુઓ ના 500 રૂપિયા દુકાનદારને ચૂકવી દીધા. પરંતુ બંનેમાંથી કોઈપણ ને એ સમજાતું ન હતું કે એ તપેલી નું વજન આટલું બધું કઈ રીતે વધી ગયું? સ્ત્રીના જતા રહ્યા બાદ દુકાનદારે પેલી તપેલીમાંથી સ્ત્રીએ લખેલી ચબરખી ઉઠાવીને ખોલી. તેમાં પેલી સ્ત્રીએ લખ્યું હતું કે, “હે ભગવાન ! હું મારી જરૂરિયાતોનું શું લિસ્ટ બનાવો અને શેનું છે નું લીસ્ટ બનાવું? તું મારી બધી જ જરૂરિયાતો જાણે છે એટલે તું મને એટલું જોખાવી આપજે.”

ગ્રાહક તથા દુકાનદાર એકબીજાની સામે એકીટશે જોઈ રહ્યા હતા. દુકાનદારે તપેલી ઉઠાવીને જોયુ તો ત્રાજવાના પલ્લુ નો એક તરફ નો હિસ્સો તૂટી ગયો હતો. એ કંઈ પણ બોલી ન શક્યો. અંતરના ઉંડાણમાંથી ઉઠેલી પ્રાર્થનાનું વજન કેટલું હોય તે આજે તેને બરોબર સમજાઈ ગયું હતું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here