ઘણા સમય પહેલાની વાત છે, એક જંગલમાં નદીના કિનારા ઉપર એક સાધુ મહારાજ રહેતા હતા. એક દિવસ સાધુએ જોયું કે તેમના નિવાસ સ્થાનની સામે નદીમાં એક સફરજન નદીમાં તરતુ કિનારા તરફ આવતું હતું. સાધુએ સફરજનને નદીમાંથી કાઢ્યું અને પોતાના નિવાસ સ્થાન પર લઈ આવ્યા. સંત મહાત્મા સફરજનને ખાવાની તૈયારીમાં જ હતા કે તેમણે અંતરાત્મા માંથી એક અવાજ આવ્યો કે, “શું આ તારી સંપતિ છે? જો તે આને પરિશ્રમ કરીને પેદા નથી કર્યું તો તેના પર તારો અધિકાર છે?”
પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને સાધુને આભાસ થયો કે આ સફરજનને રાખવાનો તથા તેને ખાવાનો તેને કોઈ અધિકાર નથી. આટલું વિચારીને સંત સફરજનને પોતાના જોળામાં નાંખીને એ સફરજનના અસલી માલિકની શોધમાં નીકળી પડ્યા. થોડે દૂર જવા પર સાધુને સફરજનનો એક બાગ દેખાયો. તેમણે બાગના મલીકને જઈને કહ્યું કે, “તમારા વૃક્ષમાંથી પડેલ આ સફરજન નદીમાં તણાઈને કિનારે આવેલું, એટલા માટે હું તમને આ પરત કર્યા આવ્યો છુ.”
એ વ્યક્તિએ કહ્યું કે, “મહાત્મા, હું તો આ બાગનો ફક્ત રખેવાળ છુ. આ બાગના માલિક તો આ રાજ્યના રાણી છે. બેગના રખેવાળની વાત સાંભળીને મહાત્મા એ સફરજન દેવા માટે રાણીના મહેલ પહોચ્યા. રાણીને જ્યારે સફરજનને અહિયાં સુધી પહોચડવા માટે સાધુને લાંબી યાત્રા કરવી પડી એ વિશે ખબર તો તેમણે ઘણું આશ્ચર્ય થયું. તેમણે એક નાના સફરજન માટે થઈને આટલી લાંબી યાત્રા કરવા માટેનું કારણ પુછ્યું. સાધુએ કહ્યું, “મહારાણી, આ યાત્રા મે સફરજન માટે નહીં પરંતુ પોતાના અંતરાત્મા માટે કરી છે, જો મારી અંતરાત્મા નષ્ટ થઈ જાય તો મારા જીવનભરની તપસ્યા નષ્ટ થઈ જાય.”
સાધુની ઈમાનદારીથી મહારાણી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે સાધુ મહાત્માને રાજગુરુની પદવી આપીને સન્માનિત કર્યા અને તેમને રાજમહેલમાં રહેવા માટે નિમંત્રણ આપ્યું. તો મિત્રો, આ વાર્તા પરથી એ શિક્ષા મળે છે કે આપણે કોઈપણ પરિસ્થિતિમાં ઈમાનદાર રહેવું જોઈએ કેમ કે ઈમાનદાર વ્યક્તિ હંમેશા સન્માન મેળવે છે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !