પ્રધાનમંત્રી મોદીને પણ ટક્કર આપે છે આ કપલ, જાણો તેનું કારણ

0
601

ચા, શું ચીજ બનાવી છે સાહેબ. એક સારી ચા દિવસ સારો બનાવી આપે છે. આપણાં દેશના પ્રધાન મંત્રી પણ ક્યારેક ચા વેચતા હતા. એ સિવાય તેમને પ્રવાસ કરવો પણ ખૂબ જ પસંદ છે, તેઓ વિદેશોની યાત્રાઓ પણ કરતાં જ રહે છે. પરંતુ હવે તેને ટક્કર દેવા માટે એક કપલ સામે આવ્યું છે. આ કૌપલ પાછલા ૫૦ વર્ષોથી ચા વેચે છે અને તેઓએ ૨૩ દેશોની યાત્રા પણ કરી છે, એ પણ આ ચાની કમાણી માંથી.

મહિન્દ્રા કંપનીના ચીફ આનંદ મહિન્દ્રાએ કેરળના કોચી શહેરમાં રહેતા આ કપલની કહાની ટ્વિટર દ્વારા બધા લોકોની સામે લાવી હતી. તેઓએ કહ્યું હતું કે, તેમની નજરમાં દેશના સૌથી ધનવાન કપલ છે. વિજયન અને તેમની પત્ની મોહના અત્યાર સુધીમાં ૨૩ દેશોની યાત્રા કરી ચૂક્યા છે.

ખાસ વાત તો એ છે કે વિજયન અને મોહનની ઉંમર ૭૦ વર્ષ આસપાસ થઈ ચૂકી છે. ૧૯૬૩માં તેઓએ પોતાની નાની એવી ચાની દુકાન શરૂ કરી હતી. જેની કમાણીથી તેમની ઈચ્છા દુનિયા ફરવાની હતી.

દુકાનનું નામ છે “શ્રી બાલાજી કોફી હાઉસ” આ જ દુકાનની કમાણી માંથી આ કપલ ૨૩ દેશોની યાત્રા કરી આવ્યું છે. વિજયને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે પ્રવાસ કરવો એ તેમના બાળપણનો એક વિચાર હતો જેને તેઓ હવે એક હકીકતમાં બદલી રહ્યા છે. આ કપલ પોતાની કમાણીમાંથી દરરોજના ૩૦૦ થી ૫૦૦ રૂપિયા એકઠા કરવાનો નિર્ણય કર્યો હતો અને તે પૈસાથી જ તેઓ વિદેશ પ્રવાસ કર્યો છે, આ સિવાય બૅન્ક માંથી થોડી લોન પણ લીધી છે.

વિજયન અને મોહનાએ સિંગાપુર, આર્જેટીના, બ્રાઝિલ, પેરુ જેવા દેશોની યાત્રા કરેલી છે. આ સિવાય હજુ પણ તેઓ અન્ય દેશોમાં ફરવા જવા માટેના પ્લાન બનાવી રહ્યા છે. વર્ષ ૨૦૨૧ સુધીમાં આ કપલ પોતાની લોન ચૂકવીને અને પછી ફરી કોઈ દેશમાં ફરવા માટે નીકળી જશે. જ્યાં તમે પોતાના નિવૃત થવા પછીના પ્લાન બનાવી રહ્યા હશો ત્યાં આ કપલ ફરી કોઈ દેશની યાત્રા કરવા માટે નીકળી પડશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here