પોતાની આ ૫ આદતોને કારણે મોટાભાગના છોકરાઓ સિંગલ રહી જાય છે

0
761

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે દેખાવમાં સારા અને સ્માર્ટ હોવા છતાં પણ સિંગલ શા માટે છો? તમારા સિંગલ રહેવા પાછળનું કારણ તમારી જ થોડી ખોટી આદતો હોઈ શકે છે. મોટાભાગના છોકરાઓ છોકરી સાથે મુલાકાત અથવા તો વાતચીત દરમિયાન આવી ભૂલો કરે છે.

જો તમે દેખાવમાં સારા અને સ્માર્ટ હોય અને તમારી આસપાસ રહેલા બીજા છોકરાઓ કરતાં તમે ખુબજ સારા છો છતાં પણ સિંગલ છો તો તેનું કારણ શું હોઈ શકે? ઘણી બધી છોકરીઓ સાથે વાતચીત ના આધાર પર એક્સપર્ટ ને ઘણા એવા કારણો બતાવ્યા છે કે જેના લીધે મોટા ભાગના છોકરાઓ સિંગલ રહી જાય છે, તો આવો તમને જણાવીએ કે એ કારણો ક્યાં છે.

તમે વધુ પડતી વાતો કરો છો : મોટાભાગે છોકરીઓ સાથેની પહેલી મુલાકાતમાં છોકરાઓ જરૂરથી વધારે બોલતા હોય છે. એ વાત સાચી છે કે પહેલી મુલાકાતમાં તમારે પોતાના મિત્ર પર ઇમ્પ્રેશન જવા માટે ઘણી બધી વાતો જણાવી પડે છે, જેવીકે પોતાની નોકરી પોતાના મિત્રો પોતાની આદતો વગેરે. પરંતુ મોટાભાગની છોકરીઓને આ પ્રકારના છોકરાઓ પસંદ નથી હોતા, કે જેઓ ફક્ત પોતાના વિશે જ વાતો કરતા હોય પરંતુ તેમને એવા છોકરાઓ પસંદ હોય છે જે તેમની વાતો પણ સાંભળે.

તમે કંટાળો અપાવો છો : ઘણી વખત પહેલી મુલાકાતમાં જ ઘણા છોકરાઓ છોકરી સામે પોતાની ઇમ્પ્રેશન જમાવવા માટે જ્ઞાનની વાતો કરવા લાગે છે, જેમકે પોલિટિક્સ ધર્મ-અધ્યાત્મ પરંપરા વગેરે. જ્યારે મોટાભાગની છોકરીઓ પહેલી મુલાકાતમાં આવી ગંભીર વાતોને બદલે હલકી-ફૂલકી અને મજેદાર વાતો કરવાનું પસંદ કરે છે. એટલા માટે તમારા સિંગલ રહેવા પાછળનું કારણ આ પણ હોઈ શકે છે કે તમે કંટાળાજનક છો.

તમે જલ્દી પર્સનલ થવા માગો છો : મોટા ભાગના છોકરાઓને છોકરીઓ ની પર્સનલ બાબતો માં રસ ધરાવો પસંદ હોય છે. તેમને એવું લાગે છે કે આવું કરવાથી છોકરીના હૃદયમાં અને તેમની વધારે નજીક જઈ શકાય છે અને પોતાની એક અલગ જ જગ્યા બનાવી શકાય છે. એટલા માટે તેઓ પહેલી મુલાકાતમાં જ એવા સવાલ ના પૂછો જે ખૂબ જ પર્સનલ હોય, જેમકે પોતાના પિતા સાથે સંબંધો મા મતભેદ, બાળપણની કોઈ દુઃખદ ઘટના, બળજબરીથી કોઈ પણ એવા સવાલ ન કરો જેના લીધે તે તમને પોતાનો દોસ્ત બનાવવાના ના ઈચ્છે.

તમે દેખાડો કરો છો : ઘણીવાર ઘણા છોકરાઓ પોતાની ઇમ્પ્રેશન જમવા માટે છોકરીઓ ની સામે ઘણો દેખાડો કરે છે એટલે કે અમુક વાતો ને વધારી ને વાત કરે છે. જેમકે પોતાની બાઈક શૂઝ પોતાની રહેણી કરણી વગેરે. છોકરાઓ પોતાને ઉપયોગમાં આવતી વસ્તુઓના ભાવ વધારીને કહે છે અથવા તો પ્રભાવશાળી લોકો સાથે પોતાના સંબંધો વિશે વાત કરે છે. એટલા માટે છોકરી સાથે મળતા સમયે તમે સામાન્ય રહુ અને એવું ન વિચારો કે મોંઘી ચીજો અને મોંઘા શોખ જાણીને એ તમારાથી ઈમ્પ્રેસ થશે.

પોતાની એક્સ વિશે ખરાબ ના બોલવું : ઘણીવાર પોતાના નવા મિત્ર ને ઈમ્પ્રેસ કરવા માટે છોકરાઓ પોતાની એક્સ ગર્લફ્રેન્ડ વિશે ખૂબ જ ખરાબ બોલે છે, પરંતુ આ વાત છોકરીઓને પસંદ નથી આવતી. એટલા માટે પહેલી જ મુલાકાતમાં પોતાની એક્સ વિશે ફક્ત એટલી જ વાતો કરો જેટલી જરૂરી હોય. મોટાભાગની વાતો ફક્ત એ છોકરીની આસપાસની જ હોવી જોઈએ, જેની સાથે તમે મુલાકાત કરવા માટે આવ્યા છો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here