પોતાના પિતાને એક સહી માટે લાચાર અને પરેશાન થતાં જોઈને દિકરી બની ગઈ કલેક્ટર

1
3448

થોડા સમય પહેલાની વાત છે, મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લામાં એક કિસાન સરકારી ઓફિસોમાં પોતાના કાગળોમાં સહી કરાવવા માટે ઉપર થી લઈને નીચે સુધી ભાગદોડ કરી રહ્યો હતો. ત્યારે એ કિસાનની દીકરી રોહિણી ભાજીભાકરે તેને પુછ્યું કે, “તમે આ શું કરી રહ્યા છો? તમારે આટલી પરેશાની કેમ ઉઠાવવી પડી રહી છે? સામાન્ય વ્યક્તિની પરેશાનીઓ દૂર થાય તેની જવાબદારી કોની છે?”

ત્યારે એ દિકરીના મગજમાં આ વાત ચડી ગઈ અને તેણે નક્કી કરી લીધું કે મોટા થઈને કલેક્ટર બનવું છે અને બધાની પરેશાની દૂર કરવી છે. એ સમયે સરકાર દ્વારા કિસાનોને લાભ માટેની જાહેરાત કરવામાં આવી હતી. એ સમયે રોહિણી ૯ વર્ષની હતી અને પોતાના પિતાને આ લાભ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરતાં જોઈ રહી હતી.

આ ઘટનાના ૨૩ વર્ષ બાદ IAS અધિકારી રોહિણી તામિલનાડુંના સલેમ જિલ્લામાંથી પહેલી મહિલા કલેક્ટર બની હતી. પોતાની પ્રશાસનિક ક્ષમતાઓની સાથે સાથે આ મરાઠી રોહિણી ભાજીભાકરે પોતાની બોલચાલ અને ભાષામાં પણ સુધારો કરીને મદુરાઇ જીલ્લામાં તામિલ પણ બોલી લે છે. સલેમ જીલ્લાને ૧૭૦ પુરુષ કલેક્ટર બાદ પહેલી મહિલા કલેક્ટર મળી છે. રોહિણી આ વાત પર ગર્વ મહેસુસ કરે છે અને જૂની વાતોને યાદ કરીને જણાવે છે કે, મારા પિતાજીને પરેશાન થતાં જોઈ અને હું એક સરકારી નોકર બનવા અને સાર્વજનિક સેવા પર ધ્યાન આપવા માટે પ્રેરિત થઈ હતી.

૩૨ વર્ષની રોહિણી ભાજીભાકર મદુરાઇ જિલ્લાના ગ્રામીણ વિકાસ એજેંસીના કલેક્ટર અને પરિયોજના અધિકારીના પદ પર નિયુકત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે IPS અધિકારી વિજેન્દ્ર બિદારી સાથે લગ્ન કરી લીધા હતા. તેમનાં કામની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. રોહિણીએ કહ્યું હતું કે, મે સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને મારૂ એંજીન્યરિંગનો અભ્યાસ એક સરકારી કોલેજમાં થયેલ છે. તેઓ જણાવે છે કે સિવિલ સેવાની પરીક્ષા માટે તેઓએ કોઈ વધારનું કોચિંગ લીધેલું ન હતું. તેમને અનુભવ પરથી વિશ્વાસ હતો કે સરકારી સ્કૂલમાં સારા શિક્ષકો છે પરંતુ પાયાની જરૂરિયાતોમાં કમી છે.

જિલ્લાની પ્રથમ મહિલા કલેક્ટર બનવાની સાથે સાથે ઘણી જવાબદારીઓ પણ તેમનાં શિરે આવે છે. આ સિવાય તેઓ કહે છે કે હું આ વાતને મહિલા સશક્તિકરણના રૂપમાં જોઉ છુ અને વિશ્વાસ છે કે લોકો મારી સાથે હળીમળીને કામ કરશે. જ્યારે મે મારા પિતાને જણાવ્યુ કે હું કલેક્ટર બનવા માંગુ છુ તો તેમણે જણાવેલ કે મારી સલાહ છે કે તું જ્યારે એક કલેક્ટર બની જાય તો લોકોને હંમેશા સાથે લઈને ચાલવું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here