પોતાના પિતા પ્રત્યે દિકરાના ફરજની આ સ્ટોરી વાંચીને તમે જરૂરથી રડી પડશો

0
1335

એક શહેરમાં એક યુવક પોતાના પિતા સાથે રહેતો હતો. તેની માતાનું ઘણા વર્ષો પહેલા મૃત્યુ થઈ ચૂક્યું હતું તથા તેની પત્ની પણ ન હતી. પરિવારમાં અન્ય કોઈ ન હોવાને કારણે તે પોતે જ પિતાની સેવા કરતો હતો. પિતાની ઉંમર પણ હવે વૃદ્ધ થઈ ગઈ હતી. યુવક સમયસર પોતાના પિતાને જમવાનું આપતો, દવા આપતો અને તેમની સારસંભાળ કરતો અને સમયસર પોતાની ઓફિસ ચાલ્યો જતો. વૃદ્ધ પિતા નિવૃત્ત થઈ ચૂક્યા હતા અને ઉમર ના લીધે હવે તેઓ કંઈ કરી શકતા ન હતા.

દિકરો પિતાજીને લઈ ગયો રેસ્ટોરન્ટમાં

એક દિવસ દિકરા વિચાર્યું કે હું રોજ ઓફિસે જતો રહું છું અને મારા પિતાજી ઘરમાં એકલા બેઠા બેઠા કંટાળી જતા હશે. આજે હું તેમને બહાર લઈને જવું. દીકરો પોતાના પિતાશ્રીને એક શાનદાર રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયો. જમતા સમયે ઘણી વખત તેના પિતાજી ના કપડા પર ભોજન ઢોળાઈ રહ્યું હતું તથા થાળીની બહાર પડી રહ્યું હતું. ત્યાં અન્ય પણ વૃદ્ધ લોકો બેઠા હતા જે આ બધું જોઈ રહ્યા હતા.

વળી ત્યાં અન્ય લોકો પણ હતા જેમને વૃદ્ધ વ્યક્તિ ની આ હરકત ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. પરંતુ તેમનો દીકરો ચૂપચાપ બેઠો હતો અને પોતાના પિતાજી સાથે જમી રહ્યો હતો. ત્યારબાદ જ્યારે જમવાનું ખતમ થયું ત્યારે દીકરો પોતાના પિતાજીને વોશરૂમ તરફ લઈ ગયો. ત્યાં તેમના કપડા બદલ્યા, તેમનો ચહેરો સાફ કર્યો, તેમના વાળ સરખા કર્યા, તેમના ચશ્મા પહેર્યા અને બહાર લઈ આવ્યો.

બધા લોકો તેને જોઈ રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિ ઊભો થયો અને તેણે કહ્યું, “ભાઈ તમારા પિતાજી આવી રીતે જમી રહ્યા હતા, બધું જમવાનું ઢોળાઇ રહ્યું હોવા છતાં પણ તમે કેમ કંઈ બોલ્યા નહીં? દીકરો કંઈ જવાબ આપે એ પહેલા અન્ય એક વૃદ્ધ વ્યક્તિ ઊભા થયા અને યુવકને કહ્યું, “દીકરા, તું કંઈક અહીં છોડીને જઈ રહ્યો છે.”

યુવકની વાત સાંભળીને લોકો પ્રભાવિત થયા

યુવકે પાછળ ફરીને પોતાની સીટ પર જોયું તો કોઈ સામાન છૂટેલો ન હતો. યુવકે કહ્યું – હું કંઈ સમજ્યો નહીં. વૃદ્ધ વ્યક્તિએ કહ્યું તું પોતાની પાછળ એક પ્રેરણા છોડીને જઈ રહ્યો છે. જે આજે તે કર્યું છે તે દરેક વ્યક્તિએ કરવું જોઈએ, તું ધન્ય છે.

અન્ય લોકો આ વાતો સાંભળી રહ્યા હતા ત્યારે યુવકે કહ્યું, “હા, મને કોઈ શરમ નથી આવી રહી કે મારા પિતાશ્રી જમવાનું ઢોળી રહ્યા હતા અથવા તો તેઓને જમતા આવડતું ન હતું તથા તેમના કપડાં ગંદા થઈ રહ્યા હતા. હું પણ ક્યારેક આવો હતો જ્યારે મને રેસ્ટોરન્ટમાં જમતાં આવડતું ન હતું. હું પણ મારા ભોજન અને આવી રીતે જ ઢોળી રહ્યો હતો, મારા પણ કપડા ગંદા થતા હતા. તે સમયે મારા પિતાજી મારાથી નારાજ થયા ન હતા પરંતુ મને શીખવાડતા હતા અને મારા કપડાં સાફ કરી આપતા હતા.

આજે એવો સમય આવી ગયો છે જ્યારે મારે તેમને બધું જણાવવું પડે છે તો હું શા માટે તેમના પર ગુસ્સો કરું કે તેમનાથી નારાજ થવું. તેની વાત સાંભળીને રેસ્ટોરન્ટમાં બેઠેલા દરેક વ્યક્તિ પ્રભાવિત થઈ ગયા. દરેકે વિચાર્યું કે તેઓ પોતાના વૃદ્ધ માતા-પિતા પર કેવી રીતે ગુસ્સો કરતા હોય છે. જ્યારે તેઓ પણ બાળપણમાં આવા જ સવાલો પૂછતા હતા અને આવી જ હરકતો કરતા હતા. આપણે પોતાના માતા-પિતાની સારસંભાળ રાખવી જોઈએ, તેનાથી મોટી કોઈ સંપત્તિ નથી. એક દિવસ આપણે પણ તેમની સ્થિતિ માં આવી જઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here