પોતાના પિતાને જોઈને એક ભાઈ બન્યો સફળ બિજનેસમેન અને બીજો ભાઈ દારૂડિયો, કારણ દરેક વ્યક્તિએ જાણવું જોઈએ

0
979

એક જ પરિવારના બે ભાઈઓ હતા એક ખૂબ જ ઈજ્જત વાળો બિઝનેસમેન હતો અને બીજો દારૂડિયો હતો બંનેની સવાર કરવામાં આવ્યું કે તમે બંને આમ કેમ છો, તો તેમનો જવાબ મૂંઝવણમાં મૂકી દે તેવો હતો.

એક શહેરમાં બે ભાઈઓ રહેતા હતા બંને ભાઈઓને જાણવાવાળા માણસો મૂંઝવણમાં આવી જતા હતા કારણકે એક ભાઈ ખૂબ જ સફળ બિઝનેસમેન હતો બધા તેની ઈજ્જત કરતા હતા અને સમાજમાં પણ તેનો સારું એવું નામ હતું. તેના સારા સ્વભાવના કારણે હરકોઈ તેનાથી સારી રીતે વાત કરતું હતું. તેની પત્ની તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેના છોકરાઓ પણ તેના પિતાને ખૂબ જ સ્નેહ આપતા હતા.

ત્યાં જ બીજો તેનો ભાઈ હતો જે તેની ખરાબ આજ તો ના લીધે ખૂબ જ બદનામ હતો. તે તેની પત્નીને મારતો હતો અને તેનાથી તેના છોકરાઓ પણ દૂર ભાગતા હતા. સમાજમાં તેની કોઈ ઈજ્જત નહોતી અને દરેક તેનાથી દૂર જતું હતું તે નોકરી પણ સારી રીતે કરી શકતો ન હતો. અને દરેક વખતે તેને તેની નોકરી મૂકવી પડતી હતી. સમાજમાં દરેક તેનાથી દૂર રહેતું હતું તે હંમેશા કોઈકને કોઈ જોડે પૈસા માગતો હતો.

એક દિવસ પિતાનું મૃત્યુ થઈ ગયું અને બંને ભાઈ તેમની અંતિમ ક્રિયા માટે એક જગ્યા ઉપર મળ્યા. મોટો ભાઈ જે બિઝનેસમેન હતો તે પોતાના પરિવાર સાથે તેના જૂના ઘરે આવ્યો અને ત્યાં જ તેના નો ભાઈ પણ પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યો. મોટો ભાઈ એકદમ વ્યવસ્થિત કપડામાં હતો. ત્યાં જ નાના ભાઈના શરીરમાંથી દારૂની વાસ આવતી હતી અને તેના કપડાં પણ ઠેકાણું ન હતું. તેનો પરિવાર પણ ગરીબ હતો.

પરિવાર નો એક માણસ એવો પણ હતો કે જે બંનેની નજીક હતો. તેને બંને ભાઈઓ વચ્ચે નું અંતર જોઈ ને આશ્ચર્ય થયું. તેના મનમાં થયું કે બંને ભાઈ એક જ માતા પિતાના સંતાન છે અને બન્નેની પરવરિશ પણ એક જગ્યા ઉપર થઇ છે. બંનેનો ભણતર પણ એક જગ્યા પર થયું છે તો એક મોટો બિઝનેસમેન અને બીજો દારૂડિયો આવું કેમ આ વિચારીને તેણે બંને ભાઈઓને સવાલ પૂછવાનું વિચાર્યું.

તે પહેલા મોટાભાઈ જોડે ગયો અને કહ્યું તમે આ ગામમાં થી નીકળ્યા આજ ગામમાંથી ભણ્યા અને મોટા થયા તો બહાર જઈને આટલા મોટા બિઝનેસમેન કઈ રીતે બન્યા? તેણે કહ્યું કે હું મારા પિતાજી ના લીધે બન્યો પિતાજી જ્યારે પણ ઘરે આવતા હતા ત્યારે તે નશાની હાલતમાં આવતા હતા મારપીટ કરી અને સુઈ જતા હતા. તેમની નોકરી પણ કોઈ સ્થાયી નથી રહેતી તે જોઈને મેં વિચાર્યું કે હું મારા પિતાજી જેવો નહીં બનુ ના હું દારૂ ને હાથ લગાવી શકે ના હું મારા પરિવારને મારપીટ કરીશ.

પછી તે માણસ તેના નાના ભાઈ પાસે ગયો અને કહ્યું કે તમારા મોટાભાઈ આટલા મોટા સફળ બિઝનેસમેન માણસ તો તમે કેમ સફળ ના થયા? તેના માટે તમે કોને દોષ આપશો? તેણે જવાબ આપ્યો કે તેના માટે હું મારા પિતાજીને દોષ આપીશ કેમકે તે જ્યારે પણ ઘરે આવતા હતા ત્યારે નશાની હાલતમાં આવતા હતા અને ઘરમાં મારપીટ કરતા હતા તો મેં પણ તેમના જેમ જીવવાનું શીખી લીધું. અને તે માણસને સમજમાં આવ્યું કે એક જ વ્યક્તિને જોઈને બંને ભાઈઓએ અલગ અલગ શીખ લીધી.

માટે સફળતા આપણને કોઈ પણ રીતે મળી શકે છે પરંતુ તેની જોવાની દ્ર્ષ્ટી અલગ હોવી જોઈએ. મોટાભાઈની જોવાની દ્રષ્ટિ તેના પિતા ઉપર અલગ હતી અને એટલા માટે તે સફળ બિઝનેસમેન બન્યો ત્યારે તેનું જ નાનાભાઈની દૃષ્ટિ તેના પિતા પ્રત્યે જોવાની અલગ હતી અને તેના કારણે તે દારૂડિયો બન્યો. આપણે જે કંઈ બનીએ છીએ કે જે કંઈ પણ બનાવવા માગીએ છીએ તેના માટે આપણી સાચી દ્રષ્ટિ હોવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here