પોતાના પતિથી આ વાતો છુપાવે છે સ્ત્રીઓ, સાથે રહેવા છતાં પણ નથી જાણી શકતાં પતિ

0
2367

આપણા દેશમાં ઓછા વિચારો વાળા માણસો ભલે ગમે તેટલા હોય પરંતુ લગ્નની વાત આવે ત્યારે તેમના વિચારો એક જ થઈ જાય છે. માતા-પિતા છોકરાઓના દરેક કામમાં તેમનો સાથ આપે છે પરંતુ લગ્નની વાત આવે એટલે દબાણ કરે છે. તેવામાં ઘણા લગ્ન થઈ જાય છે પણ તેમજ સમસ્યાઓ પણ એટલી જલ્દી આવે છે.

લગ્ન કરવું તે એક છોકરો અને છોકરી માટે નવો અનુભવ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દબાણ છોકરી ઉપર વધુ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે છોકરીઓ પોતાનું ઘર પરિવાર છોડીને બીજાના ઘરે આવે છે. અને એવી ઘણી વાતો હોય છે કે જે તેના પતિને નથી કહી શકતી.

સાસુ સસરા : પરિવારમાં આવેલી નવી દુલ્હન ને માત્ર તેના પતિ સાથે જ નહીં પરંતુ સાસુ-સસરા, નણંદ, જેઠ-જેઠાણી તેવા પરિવારના ઘણા સભ્યો સાથે તાલમેલ જાળવવાનો હોય છે. દરેક ઘરની પરંપરા અને રહેણીકરણી અલગ હોય છે. છોકરીઓને નવા ઘરની જાણકારી ખૂબ જ ઓછી હોય છે અને એટલા માટે તેમનાથી કોઈના કોઈ ભૂલ થઈ જાય છે. અને બધા ઘરના સદસ્ય હોવાથી તે પોતાની ભૂલ પોતાના પતિને નથી કહી શકતી.

પૈસા : જ્યારે પરિવાર મોટો થાય છે ત્યારે ખર્ચા પણ વધુ થાય છે. અને લગ્ન પછી જરૂરિયાતનો સામાન પણ વધી જાય છે. દરેક છોકરી પોતાનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માંગતી હોય છે. અને તેથી તે હંમેશા પૈસાની વાતે પરેશાન જોવા મળે છે. તેથી જો છોકરી પોતાના પગ ઉપર હોય તો ઠીક છે પરંતુ જો તેના કમાતી હોય તો તેના માટે તેને દરેક ચીજવસ્તુના પૈસાની જરૂરત પડતી હોય છે. અને નવા નવા લગ્ન થયા હોવાથી પૈસા માગવા પણ તેને સારું નથી લાગતું. અને તેથી મોટાભાગની છોકરીઓ શરમાતી જ રહી જાય છે. અને પોતાના પતિ પાસે પૈસા નથી માગતી.

જુનો પ્રેમ સંબંધ : આપણા દેશમાં આજે પણ લગ્ન પછી બીજા કોઈના વિશે વિચાર કરવો તે પાપ ગણવામાં આવે છે. ઘણી મહિલાઓ સાથે એવું થાય છે કે તે લગ્ન તો કરી લે છે પરંતુ તેમના મનથી તેમનો પહેલો પ્રેમ દૂર નથી રહી શકતો. અને તે અંદર ને અંદર તે વાતને લઈને દુઃખી રહેતી હોય છે. કોઇની સાથે વાત પણ નથી કરી શકતી અને તેના જૂના સંબંધો પોતાના પતિને પણ જણાવી નથી શકતી. જો આ વાતોથી સમસ્યા વધી જતી હોય તો કોઈ ફ્રેન્ડ ની સાથે વાત કરી લેવી જોઈએ.

જરૂરી છે સંબંધ : આજે પણ ક્યાંક ને ક્યાંક લગ્નનો એક અર્થ માનવામાં આવે છે કે શારીરિક સંબંધ બનાવવો પડશે. આપણા દેશમાં હજુ તેવા કેટલાય પુરુષો છે કે જે ના નથી સાંભળવા માગતા અને તેવામાં મહિલા ની ઇચ્છા ના હોવા છતાં પણ તે પતિ સામે ના નથી કહી શકતી અને ઇચ્છા ના હોવા છતાં શારીરિક સંબંધ બાંધવો પડે છે.

પરિવાર ની યાદ : આજના સમયમાં ભલે અવરજવર એકદમ સરળ બની ગઈ છે. પરંતુ પરંપરા અનુસાર આજે પણ એવી ઘણી મહિલાઓ છે કે જેઓને પિયર આવવા માટે ઘણા સવાલોના જવાબ આપવા પડે છે. ઘણીવાર છોકરીઓની પોતાના માતાપિતાને આર્થિક રીતે પણ સહાય કરવી હોય છે પરંતુ તે તેના પતિ સાથે પૈસા નથી માંગી શકતી અને તેથી તે અંદર ને અંદર પરેશાન રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here