પોતાના બોયફ્રેન્ડ માટે આ છોકરીએ બનાવ્યા ૨૨ સખ્ત નિયમો, સોશિયલ મીડિયામાં વાઇરલ થયું લીસ્ટ

0
2145

પ્રેમ ઇશ્ક મહોબત ખૂબ જ ખૂબસૂરત એહસાસ છે. પરંતુ જો આ હકથી વધારે થઈ જાય તો તે સામેવાળા પાર્ટનરને દમ ઘૂંટાવા  લાગે છે. દરેક પ્રેમ કરવાવાળા વચ્ચે એક નિયમ હોય છે જેને બંને સારી રીતે નિભાવવાનુ હોય છે.

આજકાલ સોશિયલ મીડિયા પર એક રુલ્સ વાયરલ થઈ રહ્યું છે. જેમાં છોકરીએ પોતાના બોયફ્રેન્ડ માટે નિયમો નુ લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં 22 એવા નિયમો છે કે જેને માણસ નહીં ફોલો કરવું ખૂબ જ સમસ્યા ભર્યું છે. તેણે પોતાના બોયફ્રેન્ડ માટે ૨૨ નિયમો બનાવ્યા છે.  તે નિયમો વિશે જાણો અને વિચારો કે ક્યાં નિયમો ફોલો કરવા જેવા જ છે અને ક્યાં ફોલો કરવા જેવા નથી.

છોકરીએ પોતાના બોયફ્રેન્ડ માટે 22 સખત નિયમો બનાવ્યા માહિતી અનુસાર કહેવામાં આવે તો છોકરીનું આ લીસ્ટ ગાડીમાંથી મળ્યું હતું અને તે ગાડી ને હમણાં વેચવા આવી હતી. તે ગાડી જે માણસે ખરીદી તેણે આ લીસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યું અને અત્યારે તે ખૂબ જ વાયરલ થઇ ગયું છે. આ લીસ્ટ મેં જોઈને દરેક પોતાની રીતે અલગ અલગ વાતો કરી રહ્યા છે. ઘણા કહે છે કે આવા મજબૂત નિયમોને કોણ ફોલો કરે. પરંતુ આ લેખને વાંચીને તમે અંદાજો લગાવી શકો છો કે પ્રેમ માં સંબંધ વિશ્વાસ અને અસુરક્ષાનો ભાવ માણસને કંઈ પણ કરાવે છે.

થોડીક મિનિટમાં જ આવો જોઈએ મેસેજ નો રીપ્લાય

છોકરીએ પોતાના બોયફ્રેન્ડ માટે એક નવો નિયમ બનાવ્યો. કે તે ગમે જ્યારે તેનો મોબાઇલ ચેક કરી શકે છે. 22 નિયમોમાં એક નિયમ એવો પણ છે કે તેના મેસેજનો તે તરત જ રીપ્લાય આપે અને રીપ્લાય આપવાનો સમય 10 મિનિટની અંદર હોવું જોઈએ. તે ઉપરાંત તે પોતાની ગર્લફ્રેન્ડની રજા સિવાય ડ્રિંક પણ નથી કરી શકતો.

કદાચ છોકરો આપી રહ્યો હોય દગો

સોશિયલ મીડિયા પર લોકો એવી પણ વાતો કરે છે કે કદાચ છોકરો દગો આપી રહ્યો હોય તે માટે છોકરીએ તેના બોયફ્રેન્ડ માટે આટલા મજબૂત નિયમો બનાવ્યા હોય. જોકે અત્યારે ટ્વિટર ઉપર પોસ્ટ કરી તેણે પોતાનું ટ્વિટ ડીલીટ કરી નાખ્યું છે. પરંતુ 22 નિયમોનું આ લિસ્ટ ઝડપથી વાયરલ થઈ ગયું છે.

પ્રેમ ઓછો અને બંધન વધુ છે આ સંબંધ માં

સોશિયલ મીડિયા પર ઘણા માણસોનો એવું પણ કહેવું છે કે આવા નિયમો થી બનાવેલો પ્રેમ નથી પરંતુ પોતાના પાર્ટનર ઉપર કરેલો અત્યાચાર છે. અને ઘણા કહે છે કે આવી જિંદગી કંટ્રોલ કરીને તે કઈ રીતે જીવશે. કોઈક એવું પણ કહ્યું છે કે તે છોકરાએ તે છોકરી થી દૂર ભાગી જવું  જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here