સામગ્રી :
- એક લીટર પાણી
- દોઢ ચમચી જીરૂ
- ૫૦૦ ગ્રામ સાબુદાણા
- સ્વાદ પ્રમાણે મીઠું
- કલરવાળા પાપડ બનાવવા માટે લીલો અને ગુલાબી ફ્રુટ કલર
- તળવા માટે તેલ
બનાવવાની રીત :
સૌ પ્રથમ સાબુદાણા ને જે દિવસે બનાવો હોય તેની આગલી રાત્રે પલાળી દેવા. ૫૦૦ ગ્રામ સાબુદાણા મા તેનાથી ત્રણ ગણું વધારે પાણી ઉમેરી દેવુ. જેથી રાતમાં જો કદાચ પાણી બધું જ શોષીને તો બીજું નાખવાની કાંઈ ચિંતા ન રહે. છથી આઠ કલાક સાબુદાણા પલાળ્યા બાદ તમે જોશો કે સાબુદાણા ફુલાઈ ગયા.
હશે હવે તેને એક ચારણી મદદથી તેમાંથી પાણી કાઢી લ્યો. હવે સાબુદાણાને એક તપેલીમાં 750 ML પાણી નાખો. ગેસની ફ્લેમ ચાલુ કરો હવે તેમાં જીરું અને મીઠું ઉમેરો. આ મિશ્રણને સરખી રીતે હલાવતા રહો જો સાબુદાણા નીચે ચોટી જશે તો પાપડ સારા બનશે નહીં. તેથી જ્યાં સુધી સાબુદાણા માં એક ઘાટી પેસ્ટ જેવું ન બની જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું . જ્યારે સાબુદાણા પાકેલા દેખાઈ જાય અને મિશ્રણ થોડું ઘટ દેખાય એટલે સમજી લેવું કે સાબુદાણા પાકી ગયા છે. એ પછી તેમાં ૨૫૦ ML પાણી ઉમેરો.
હવે આ મિશ્રણના ત્રણ સરખા ભાગ કરી લ્યો તેમાંથી એક ભાગ સફેદ જ રહેવા દો અને બીજા બે ભાગમાં લીલો કલર બેથી ત્રણ ચપટી અને એકમાં ગુલાબી કલર નાંખીને સરખી રીતે હલાવી લો.
વધારે જાડા પણ નહીં તેવી રીતે પાપડને ચમચા ની મદદ થી પાડવા. બે દિવસ પછી તમે જોશો કે પાપડ પૂરી રીતે સુકાઈ ગયા હશે. હવે તેને ગરમ તેલમાં તળી લેવા. તળતી વખતે તેને ચમચાથી દબાવતા રહેવું છે તે પાપડ માં ખાડો ન પડી જાય અને પાપડ સીધા જ રહે. પાપડ ને બપોરે કે રાતના જમ્યા સાથે સર્વ કરી શકાય.