ફોટોમાં કોણ છે માં અને કોણ છે દિકરી? જણાવી દેશો તો માનીશું કે તમે જીનીયસ છો

1
1142

બે બાળકોની માતા ૩૪ વર્ષીય એન્ડ્રિયા મેલ્કેવસ્કી અને તેમની ૫૭ વર્ષીય માં શેરોન ગોજ ને પહેલી નજરમાં લોકો બહેનો સમજે છે. એન્ડ્રિયા અને શેરોન વ્યવસાયથી હેર ડ્રેસર છે. તેમનું કહેવું છે કે તેમને તંદુરસ્તીનું રહસ્ય તેમની ફેશન ટિપ્સ અને જીમ છે. એન્ડ્રિયા અને શેરોન પોતાના દેખાવનું ખૂબ જ ધ્યાન રાખે છે. તંદુરસ્ત રહેવા માટે એન્ડ્રિયા અને શેરોન અત્યાર સુધીમાં ચાર મેરોથોન માં ભાગ લઇ ચૂકી છે.

આ બંનેનું કહેવું છે કે જ્યારે લોકો તેઓને બહેનો સમજે છે ત્યારે તેઓને ખૂબ જ સારું લાગે છે. તેઓનું કહેવું છે કે તેના લીધે તેમનો સંબંધ મજબૂત બને છે. પોતાની માતાથી દૂર અમેરિકા ના હવાઈ માં રહેતી એન્ડ્રીયા નું કહેવું છે કે દૂર રહેવા છતાં પણ અમે એકબીજાની ખૂબ જ નજીક છીએ.

એન્ડ્રિયા નું કહેવું છે કે તેમની માને જોઈને દરેક વ્યક્તિ કહે છે કે તેઓ ની ઉંમર ૩૦ વર્ષની છે પરંતુ તેમની ઉંમર 60 વર્ષની થઇ ચૂકી છે. એન્ડ્રિયા આગળ બોલતા કહે છે કે, “મારા મમ્મીના જ્યારે કોઈ વખાણ કરે છે ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે. તેઓ પોતાની દેખભાળ કરે છે અને આટલી ઉંમરમાં પણ તંદુરસ્ત રહે છે.”

એન્ડ્રીયા અને તેમની મા બંને શોપિંગ કરવા માટે સાથે જાય છે. તેઓ હંમેશા પોતાના માટે ભળતી વસ્તુઓ જ ખરીદે છે જેના લીધે તેઓ એક જેવી જ દેખાય. એન્ડ્રિયા કહે છે કે, “હું મારી માતાને જોઈને જ મોટી થઈ છું. હું હંમેશા તેમના જેવી જ બનવા માંગતી હતી.”

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here