પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજીનાં મંદિરનો ઇતિહાસ

0
3809

51 શક્તિપીઠ માંથી એક મહત્વ નું સ્થાનક એટલે મહાકાળી માં નું મંદિર પાવાગઢ. ઘણા ભક્તો થી ઘેરાયેલું આ મંદિર માં કાલિકા સ્વરૂપ મહાનતા દર્શાવે છે. ગુજરાત રાજ્ય ના હાલોલ તાલુકા ના પાવાગઢ પર્વત પર બિરાજમાન છે માતા મહાકાળી.

ગુજરાત ના 3 શક્તિપીઠ માંથી પાવાગઢ નું મહાકાળી માં નું શક્તિપીઠ ખૂબ જ મહત્વ નું છે. પાવાગઢ માં આવેલો રોપવે દ્વારા શ્રદ્ધાળુઓ મંદિર સુધી જાય છે. ભારત નો સૌથી લાંબો રોપવે પાવાગઢ નો છે. 1200 લોકો એક સાથે તેના દ્વારા મંદિર સુધી પહોંચી શકે છે. અહીં ની પ્રકૃતિ પણ ખૂબ જ સુંદર છે. રોપવે પર થી આખા પાવાગઢ ને નિહાળી શકાય છે.

દુધિયા તળાવ પાસે સૂપશ્ચ નાથ નું જિનાલય આવેલું છે. કહેવાય છે કે લવ અને કુશ અહીં થી જ મોક્ષ પામ્યા હતા. જે લોકો મંદિર ના દર્શન પર આવે છે તે લોકો અહીં જિનાલય ના દર્શને જરૂર આવે છે. આ જિનાલય માં લવ અને કુશ ચરણ ની પ્રતિમા ઓ જોવા મળે છે.

પાવાગઢ માં ભક્તો ને ચાર માતા ની મૂર્તિ ના દર્શન કરવા મળે છે. કાલિકા માં ની કોખ માં બહુચર માં ની મૂર્તિ બિરાજમાન છે. શ્રીમદ ભાગવત ગીતા ના પાંચમા સ્કંદ અનુસાર શુભતીશુભ નામ ના અસુરો એ માતા પાસે થી વરદાન લઈ રોગો પર આધિપત્ય મેળવ્યું હતું.

માં મહાકાળી એ જ્યારે અસુરો નો સંહાર કર્યા ત્યારે દેવતા ઓ પ્રસન્ન થઈ તેમનો જય જયકાર કર્યો. તો પણ માતાજી ખુશ ન હતા. તેઓ વધુ માં વધુ અસુરો નો સંહાર કરવા માંગતા હતા. દેવતાઓ માતાજી ને ચિંતિત જોઈ મહાદેવ પાસે મદદ માંગી. કોઈ ના માં એટલી શક્તિ ન હતી કે કાલિકા માતાજી નો ક્રોધ શાંત કરી શકે. અસુરો નું લાશ વચ્ચે મહાદેવ પ્રગટ થયા. માતા કાલિકા એ તેમના પર પગ મૂકી દીધો. મહાદેવ ને પોતાના પગ નીચે જોઈ દેવી ની જીભ બહાર નીકળી ગઈ. આખરે માં મહાકાળી શાંત થયા. મહાકાળી નું સ્વરૂપ માં પાર્વતી માં રૂપાંતર થયું.

પાવાગઢ માં ચારેય બાજુ થી પવનો આવીને અથડાય છે. તેથી પ્રાચીન સમય માં તેને પવનગઢ તરીકે ઓળખવામાં આવતું. પવનગઢ માંથી બન્યું પાવાગઢ. કહેવાય કે સ્વામી વિશ્વામિત્રી એ અહીં ઘણું તપ કર્યું હતું તેમના થી પ્રસન્ન થઈને માતાજી એ બ્રહ્મત્ર નું વરદાન આપ્યું. વિશ્વામિત્રી નદી નું ઉદગમસ્થાન પણ અહીં જ આવેલું છે. દંતકથા અનુસાર માં મહાકાળી નવે નવે દિવસ અહીં ગરબે ઘુમવા આવે છે.

મુસ્લિમ સુલતાન મહંમદ બેગડાએ પાવાગઢ ના મંદીર ઉપર આક્રમણ કર્યુ હતુ. આ મંદિરનું પુનઃનિર્માણનું કાર્ય કનકાકૃતિ ભત્રકે કરાવ્યું હતું એટલા માટે તેને શેત્રુજય પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો તમે પણ માં મહાકાળી ના દર્શન કરી લ્યો તેનાથી કાયમી જીવન માં દુઃખો થી મુક્તિ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here