પતિ-પત્ની વચ્ચેના પ્રેમ અને બલિદાનની આ સ્ટોરી પ્રેમનો સાચો અર્થ સમજાવે છે

0
2162

સમીર પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો, અને ઘરે પણ કેમ નહીં કેમકે તેની પત્ની ખૂબ જ સુંદર હતી, અને તેનાથી પણ વધારે સુંદર અને લાંબા તેના વાળ હતા. સમીર એક નાની એવી નોકરી કરતો હતો અને ખૂબ જ મુશ્કેલીથી તેનું ગુજરાન ચાલતું હતું. સમીર તેની પત્નીના વાળને ખૂબ જ પ્રેમ કરતો હતો અને હંમેશા તેના વાળ ના વખાણ કરતો હતો. બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા અને ક્યારેક કોઈ પણ પ્રકારની એકબીજા પ્રત્યે ફરિયાદ ન હતી.

એક દિવસની વાત છે સમીર ની પત્નીની હેલ્થ ક્લિપ તૂટી ગઈ હતી અને પોતાના વાળને બાંધવામાં તેને ખૂબ જ પરેશાની થઈ રહી હતી, તેણે પોતાના પતિને કહ્યું તે તમે મને એક હેર ક્લિપ લઈને આપો. પરંતુ સમીર પાસે પૈસા ન હતા તેથી તે પોતાની પત્નીને બોલ્યો કે આજે નહીં ફરી ક્યારેક તો લાવી આપીશ. તેની પત્નીનું નામ સુહાના હતું, સુહાના એ કહ્યું કે કોઈ વાંધો નહીં.

એક દિવસ સમીર પોતાના કામથી ઘરે પરત ફરી રહ્યો હતો તો તેણે જોયું કે એક દુકાન માં જૂની ઘડિયાળ ખરીદવામાં આવી રહી છે. તેણે પોતાની ઘડિયાળ એ સમયે જ વેચી દીધી અને પોતાની પત્ની માટે હેર ક્લિપ લઈ આવ્યો. ઘરે પરત ફરતા તે ખૂબ જ ખુશ હતો અને વિચારી રહ્યો હતો કે આજે સુહાના ખૂબ જ ખુશ થશે પરંતુ જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે આશ્ચર્યમાં પડી ગયો.

તેણે જોયું કે સુહાના એ પોતાના વાળ કપાવી દીધા હતા અને આ જોઈને તેને ખૂબ જ અફસોસ થયો. સમીર નો આજે જન્મદિવસ હતો અને સુહાના પાસે તેને ગિફ્ટ દેવા માટે પૈસા ન હતા એટલા માટે તેણે પોતાના સુંદર વાળ વેચીને પોતાના પતિ માટે એક નવી ઘડિયાળ લીધી હતી.

તેણે સમીરને ગિફ્ટ આપી અને જન્મદિવસની શુભકામના પણ આપી, ત્યાર બાદ સમીરે સુહાના ને હેર ક્લિપ આપી જેને તે માગી રહી હતી. પોતાના પતિ તરફથી આપવામાં આવેલી આ ગિફ્ટ જોઈને સુહાની આંખોમાં પાણી આવી ગયા અને સમીરને ગળે લગાડી દીધો. મિત્રો તમને પતિ-પત્નીના આ પ્રેમ વચ્ચેની સ્ટોરી કેવી લાગી તે અમને નીચે કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવશો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here