પતિ પત્નીનો સંબંધ, હ્રદયસ્પર્શી આ સ્ટોરી વાંચીને એકબીજાની કદર કરવા લાગશો

0
2974

એક પ્રેમી જોડી લગ્નના પહેલા ખૂબ જ હસી મજાક અને નોકજોક કરતા હતા. લગ્ન પછી તેમના વચ્ચે નાની-નાની વાતોમાં ઝઘડા થવાના શરૂ થયા. એક દિવસ તેમના લગ્નની તારીખ હતી પરંતુ પત્નીએ કંઈ જ કર્યું નહીં. તે પતિનો રિસ્પોન્સ જોવા માંગતી હતી.

સવારે તેનો પતિ જલ્દી ઉઠ્યો અને ઘરની બહાર નીકળી ગયો. પત્ની ખૂબ જ ગુસ્સે થઈ. બે કલાક પછી બારણાની બેલ વાગી અને તે દોડતી જઈ ને દરવાજો ખોલ્યો દરવાજા પર ગિફ્ટ અને કેક સાથે તેનો પતિ ઊભો હતો. પતિએ તેને ગળે લગાડી અને પોતાના લગ્નની તારીખ ની બધાઇ આપી અને પછી તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

ત્યાં અચાનક પત્નીના ફોનમાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારા પતિની હત્યા થઈ ચૂકી છે અને તેમના ખિસ્સામાંથી પર્સ માંથી તમારો ફોન નંબર મળ્યો તેથી તમને ફોન કરેલ છે. પત્ની વિચારવા લાગી કે તે તો અત્યારે જ ઘરની અંદર આવ્યા ત્યાં પત્નીને એક જગ્યાએ સાંભળેલી વાત યાદ આવી ગઈ કે મરેલા લોકો પોતાની આત્માની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે એકવાર જરૂર આવે છે. તે જોર જોર થી રોવા લાગી.

તેને પોતાનું તે બધું જ ઝઘડો, નોકઝોક બધું યાદ આવવા લાગ્યો અને તેને પશ્ચાતાપ થવા લાગ્યો. અંતના સમયમાં પણ તે તેના પતિ સામે પ્રેમ ન આપી શકી. તે ખૂબ જ રોવા લાગી અને રૂમમાં ગઈ તો ત્યાં તેનો પતિ ન હતો. તે ચીસો પાડી પાડીને રોવા લાગી.

પ્લીઝ કમબેક  કહેવા લાગી હવે હું તારી સાથે કોઈ દિવસ ઝઘડીશ નહીં ત્યાં બાથરૂમ માં થી નીકળી ત્યાં તેના ખભા ઉપર કોઈએ હાથ રાખી ને પૂછ્યું કે શું થયું ? તેણે પાછળ વળીને જોયું તો તેના પતિ હતા તે  તેને ગળી મળી ગઈ અને પછી બધી વાત કહી ત્યારે પતિએ કહ્યું કે આજ સવારે તેના પર્સ ચોરી થઈ ગયું હતું. પછી મિત્રની દુકાનમાંથી આ ગિફ્ટ અને કેક ઉધાર લીધા.

મિત્રો જીવનમાં કોઈનું મહત્ત્વ હોય ત્યારે જ ખબર પડે છે જ્યારે તે નથી હોતા. આપણે લોકો પોતાના મિત્રો અને સંબંધો સંબંધીઓ સાથે નોકજોક કરીએ છીએ, ઝઘડીએ છીએ. પરંતુ જીવનની કરવટ ક્યારેક ક્યારેક ભૂલ સુધારવાનો મોકો પણ નથી. આથી હસી, ખુશી અને પ્રેમમાં જ જીવન વિતાવો અને પોતાની નારાજગી થી પોતાના પ્રિયજનો થી વધારે સમય સુધી દૂર ન જાવ. મિત્રો કેવો લાગ્યો આર્ટીકલ કોમેન્ટ બોક્ષમાં જરૂર લખજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here