પતિ-પત્નીએ કરેલા ખુલાસા સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ

0
471

આજકાલના સમયમાં લોકો પાસે સમય નથી 24 કલાક તો પહેલા પણ હતા પણ અત્યારના ૨૪ કલાકમાં લોકો પાસે પોતાના પરિવાર માટે સમય નથી. આ સમય મોબાઇલ રોકી લે છે. મોબાઈલ ના કારણે ઘણા બધા ન વિચાર્યા હોય તેવા સવાલો ઉભા થયા છે. ત્યારે સોશિયલ મીડિયાના કારણે સત્ય હકીકત આ આર્ટીકલ દ્વારા અમે આજે જણાવીશું.

બેસતા વરસની આખા દેશમાં ઉજવણી થઈ હતી. સૌ કોઈ ખુશ હતા. પોલીસમાં પણ કેસ ઓછા નોંધાતા હતા. રજાના દિવસોમાં સૌ પોતાના પરિવાર સાથે આનંદિત હતા. આ સમયે જ ભુજની ટીમને એક મહિલાનો ફોન આવ્યો મારો પતિ મને મારે છે. ભુજ થી નજીક આવેલા ગામમાંથી ફોન આવેલો હતો. અભયમ ટીમના મનિષાબેન, કોન્સ્ટેબલ સૂર્યાબેન અને સાજીદ ભાઈ જે ગામમાંથી ફોન આવ્યો હતો ત્યાં ફટાફટ પહોંચી ગયા. જ્યારે તે મહિલાએ ફોન કર્યો ત્યારે તેને જણાવ્યું હતું કે મને મારા પતિ ખૂબ જ મારે છે. તેથી મને અહીંયા થી લઇ જાવ. મારે તેનો ચહેરો પણ નથી જુઓ.

મનિષાબેન એ આવું કહેતી મહિલાને સાંત્વના આપી અને તેને ગાડીમાં બેસાડી દીધી. મનિષાબેન ને તેને કહ્યું કે તું તો ગાડીમાં બેસી રહે છે. અમે તારા પતિને સબક શીખવી દઈએ. સૂર્યાબેન કોન્સ્ટેબલ તેણીની પાસે જ ઊભા રહ્યા. મનિષાબેન તેના પતિ પાસે ગયા ત્યારે તે પતિએ કહ્યું કે મારી પત્ની આખો દિવસ સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે. વોટ્સએપ દ્વારા અન્ય પુરુષ સાથે વાતો કરે છે.

મનિષાબેન હજુ તેના પર વિશ્વાસ કરતા ન હતા ત્યારે તેના પતિએ કહ્યું કે મને મારી પત્ની પર ઘણા ટાઈમ થી શંકા કરતો કે તે કોઈની સાથે અફેર ચાલે છે. પરંતુ જ્યારે મેં તેનો મોબાઇલ ચેક કર્યો ત્યારે મને ખબર પડી. શરૂઆતમાં તેની પત્નીએ કહ્યું કે તે મારો ભાઈ છે પરંતુ પતિને આ વાત ગળે ન ઉતરી તેથી બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને ઝઘડો માર સુધી પહોંચી ગયો હતો.

પતિ ની વાતો સાંભળીને કાઉન્સેલર મનિષાબેન પત્ની પાસે ગયા તેણે આ વખતે આકરા શબ્દોમાં મહિલાને પૂછવાનું શરૂ કર્યું તેણે સ્વીકાર્યું કે હું વોટ્સએપ થકી એક પુરુષના સંપર્કમાં આવી હતી. મનિષાબેન ને તેમને કહ્યું કે તારે બે પુત્રીઓ છે. જો તું આવું કરે તો ત્યારે સમાજમાં માન ગુમાવી બેસીશ. પરિવારની તું સૌથી મોટી વહુ છે. તેમ મનિષાબેન સમજાવી રહ્યા હતા. પણ પત્નીએ ખુલાસો આપતા કહ્યુ કે તેનો પતિ તેના પરિવારને અને તેને સમયસર આપતા નથી. પતિ મને સમય આપતા જ નથી તેથી હું આ રસ્તે વળી ગઈ છું. બંને પતિ-પત્નીને સામે રાખવામાં આવ્યા. બંનેને પોતાની ભૂલ સમજાઈ રહી હતી પતિ-પત્નીએ બધાની સામે પોતાની ભૂલ સ્વીકારીને એકબીજાથી માફી માંગી. સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ એક સુખી પરિવાર ને તોડી નાખે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here