પટેલની દિકરીની આ સત્ય ઘટના તમારા દરેક દુ:ખોને ભુલાવી દેશે

0
2840

જીવન પ્રભુની દેન છે. સબંધો વારસામાં મળતા હોય છે. પરિવારમાં કોઈ નબળું હોય તો તેને સાથે લઈને ચાલવાની આપણે ત્યાં પરંપરા છે પરંતુ આજના ઝડપી યુગમાં બધાને બધુ એકીસાથે જોતું હોય છે. સબંધો ની સાર્થકતા દર્શાવતી આ સત્ય ઘટના આજે અમે આર્ટિકલ દ્વારા જણાવવાના છીએ.

રાજસ્થાનમાં રહેતી પુજા પટેલ નામની દીકરી પોતાની સગર્ભાવસ્થા દરમિયાન જાતજાતના સપનાઓ જોતી હતી. મારે મારી સંતાનને જયપુરની શાળામાં ભણવું છે અને એને એવા સ્થાને પહોંચાડવું છે કે જ્યાં તે મને મારા નામે નહીં હું મારા સંતાનના નામે ઓળખાવ. લગભગ બધી સ્ત્રી પોતાની સગર્ભાવસ્થા દરમ્યાન આ પ્રકારના સપનાઓ જોતી હોય છે .

પૂજાને દીકરાનો જન્મ થયો પરંતુ દીકરો માનસિક વિકલાંગતા સાથે આવ્યો. ૯ મહિના સુધી જોયેલા સપનાઓ એક ઝટકામાં ચકનાચૂર થઈ ગયા. પૂજાબેન નો માનસિક વિકલાંગ છોકરો વાસુ દોઢ વર્ષનો થઈ ગયો. તેના ન તો બોલી શકતો, ચાલી શકતો, સમજી શકતો. જયપુરના ઊંચા ડોક્ટર પાસે વાસુ ની સારવાર ચાલતી હતી એક દિવસ વિદેશ ડોક્ટરોની ટીમ જયપુર આવી ડોક્ટર સીતારામને પૂજાબેન ને આ બાબતની જાણ કરી.

વિદેશી ડોક્ટરની ટીમ પૂજાબેન ને સમજાવ્યું કે આ બાળક આખું જીવન આવી જ રીતે પસાર કરશે. ત્યારે પૂજાબેન સાવ પડી ભાંગ્યા. પૂજા બેને ઘરે આવીને રૂમમાં લઈ જઈને રૂમ અંદરથી બંધ કરી નાખ્યો. તેણે વિચાર્યું કે આખું જીવન આવી રીતે જીવવા કરતાં મરી જવું સારું. તેમણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. પંખા સાથે એકની બદલે બે ઓઢણી ઓ લટકાવી. પુજાએ આત્મહત્યા કરવા માટે ઓઢણી ગળામાં નાખી ત્યાં જ ફોન વાગ્યો તેને જોયું તો ડોક્ટર સીતારામન નો ફોન હતો. મરતા પહેલા છેલ્લી વખત ડોક્ટર સાથે વાત કરતી જોવું તેમ વિચારીને પૂજા એ ફોન ઉપાડ્યો.

ધીમા તારે અવાજ અને રડતા ની સાથે જ ડૉક્ટર સમજી ગયા હતા કે કાંઈક દુઃખની વાત છે. પૂજાબેન ને પોતાના આત્મહત્યાના ઈરાદાની ડોક્ટર ને વાત કરી. ડોક્ટરે કહ્યું બેટા તારે મરવું હોય તો મરજે પરંતુ મરતા પહેલા એક વખત મને મળ તને તારા દીકરા ના સોગંદ આપું છું તું મને મળવા આવ અત્યારે જ આવ. દિકરાને સાથે લઇને તું મારા ઘરે આવ. પૂજાને ડોક્ટરની વાતથી તેને મળવાની ઈચ્છા થઈ. પૂજાબેન દીકરા વાસુ ને લઈને ડોક્ટર સીતારામન ના ઘરે પહોંચ્યા. જતાની સાથે જ ડોક્ટર સીતારામને વાસુ ને પોતાના ખોળામાં લઇ લીધો અને કહ્યું કે આજ દીકરો મારો છે તું આના કારણે જ મરવાની હતી. આજથી હું તને આ દીકરાની જવાબદારીમાંથી મુક્ત કરું છું હવે તારે જે કરવું હોય એ કર. ડોક્ટર સીતારામને પૂજાને ફક્ત એક જ સવાલ કર્યો કે તે શ્રીમદ ભગવદ ગીતા વાંચી છે ? પૂજા ભાઈ ને હા પાડી તેને ડોક્ટરે ખુબ જ સરસ વાત કરી. તે માત્ર ગીતા વાંચી છે સમજી નથી. તારો દિકરો તારા પૂર્વજન્મના કર્મ ફળ રૂપે તારી પાસે આવ્યો છે. તું તારા ઘરમાં કર્મફળોથી કેટલા જન્મ સુધી ભાગતી રહીશ.

પૂજાએ આ વાતથી વિચારમાં વહી ગઈ. તેને રડવાનું બંધ કરી અને દીકરાને અનહદ પ્રેમ આપીને ઉછેરવાનું નક્કી કર્યો. તેણે ડોક્ટરને કહ્યું કે હવે જે મારી મા તરીકેની ફરજ છે તેને હું પૂર્ણ કરીશ. ભગવાનને મારા ઉપર કૃપા કરવી જ પડશે તેને બોલતો અને ચાલતો કરવો જ પડશે. પૂજા બહેને પોતાના દીકરાના ઉછેર માં વાત્સલ્ય સાથે હકારાત્મક પણ ઉમેરી. વાસુ બે વરસનો થયો અને ચાલતો પણ થયો. એક નોર્મલ વિદ્યાર્થીની શાળામાં આ છોકરાને દાખલ કર્યો. પરંતુ શાળાએ તેને એડમિશન આપવાની ના પાડી.

જયપુરની એક ખાસ શાળામાં વાસુ ને દાખલ કર્યો પૂજાએ જ્યારે એ શાળામાં પગ મૂક્યો ત્યારે તેના સમજાયું કે વાસુ જેવા બીજા ઘણા બધા છોકરાઓ આ દુનિયામાં છે. અહીંના બાળકોને જોઈને પૂજાએ સંકલ્પ કર્યો કે ગુજરાતના વિકલાંગ બાળકો માટે મારે પણ કંઈક કરવું છે. પૂજા બહેન પોતાના પતિ સુરેશભાઈ સાથે રાજકોટ આવ્યા. વિકલાંગ બાળકોની સંસ્થા પ્રયાસ સાથે તેઓ જોડાયા. ત્યારે ચારથી પાંચ બાળકો આ સંસ્થામાં આવતા હતા અત્યારે 120 થી વધારે બાળકો માનસિક વિકલાંગ બાળકો આ સંસ્થામાં આવે છે. એક વખત પૂજા પટેલે પોતાના દીકરા સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો એ પૂજા 120 બાળકોની મા બની. પૂજા ની હિંમત ને વંદન. ડોક્ટર સીતારામનને સો સો સલામ.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here