Parle-G બિસ્કિટમાંથી બનાવો એવી મીઠાઇ જે કદાચ તમે અત્યાર સુધી નહીં ખાધી હોય

0
1893

સામગ્રી

  • પારલે જી બિસ્કિટ – નાના 4 પેકેટ
  • દુધ – 1 વાટકી
  • દરેલી ખાંડ – 5 ચમચી
  • કોકો પાઉડર – 1 ચમચી
  • બટર – 3 ચમચી

સ્ટફિંગ માટે

  • બટર – 2 ચમચી
  • ઈલાયચી પાઉડર – 1 નાની ચમચી
  • ટોપરા નું ખમણ – અડધા કપ જેટલું
  • દૂધ – 2 ચમચી

બનાવવાની રીત

પારલે-જી બિસ્કીટ માંથી મીઠાઈ બનાવવા માટે સૌ પહેલા બિસ્કીટ ના ટુકડા કરીને મિક્સરમાં તેનો પાઉડર બનાવી લો અને રાખો કે તેમાં એક પણ કટકો ન રહી જાય. હવે આ પાવડરને મિક્સચર માંથી બહાર કાઢીને બાઉલમાં કાઢો. તેમાં કોકો પાવડર, બટર અને ખાંડ સરખી રીતે મિક્સ કરી દો.

હવે તેમાં એક ચમચી જેટલું દૂધ નાખતા જાઓ અને જેમ રોટલીનો લોટ બાંધો છો તેવી રીતે ગુંદી ને આ લોટ બનાવો. આ લોટને તમે વધારે સમય સુધી રાખી નથી શકતા નહીં તો તેમાં તિરાડ પડવા લાગે છે. બનાવેલા લોટ ની એક બાજુ મૂકી દો. હવે સ્ટફિંગ બનાવવા માટે ટોપરાનો ખમણ તેમાં બટર એક ચમચી દૂધ અને એક ચમચી ખાંડ નાખીને બધું જ સરખી રીતે મિક્સ કરો.

હવે એક એલ્યુમિનિયમ ફોઈલમાં બાંધેલા બિસ્કીટના લોટને લંબચોરસ આકારમાં બહુ પાતળું અને જાડુ પણ ને તે રીતે પાથરી દો. ધ્યાન રાખો કે તેની કિનારી પણ તૂટેલી ન હોય. હવે તેના ઉપર તો ટોપરાનો ખમણ નું સ્ટફિંગ પાથરી દેવું. હવે તેને અડ્યા વગર એલ્યુમિનિયમ ની મદદથી ગોળ વાળતા જાવ આખો ગોળ વળાઈ પછી તેના ઉપર એલ્યુમિનિયમ ફોઈલ પણ વાળી દયો અને ચારે બાજુથી વાળી દેવું જેથી અંદર હવા પણ ન જઈ શકે.

હવે આ મિક્સરને ચારથી પાંચ કલાક માટે ફ્રિજમાં રાખી દ્યો. ચારથી પાંચ કલાક પછી એલ્યુમિનિયમ ફોઈલ ને ખોલી ને મીઠાઈ નેગોળ શેપમાં તેના નાના કટકા કરી ને મિઠાઇની રીતે કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here