પરિવારની મરજી વિરુધ્ધ પકડ્યો શહીદની વિધવાનો હાથ, ગામવાળા માનતા હતા અશુભ, એક અનોખી પ્રેમકથા

1
2541

આવે છે કે કલિયુગમાં દરેક વ્યક્તિ પોતાના માટે જ વિચારે છે. પરંતુ આજના આ સમયમાં દુનિયામાં એવા પણ લોકો છે જે પોતાનાથી વધારે બીજા લોકો વિશે વિચારે છે અને તેમની ખુશીઓનું પણ ધ્યાન રાખે છે. આજે અમે તમને એવી જ એક વાત જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણી લીધા બાદ તમે ફરીથી માણસાઈ પર ભરોસો કરવા લાગશો.

આ વાત છે અફઘાનિસ્તાનના જલાલાબાદ ગામની. આ ગામમાં રહેવા વાળો એક વ્યક્તિ સલમાન નવ વર્ષ બાદ શહેરમાંથી પોતાના ગામડામાં પરત ફર્યો હતો. સલમાન પોતાના ગામથી મોટા શહેરમાં પૈસા કમાવવા માટે ગયો હતો. શહેરમાં તે નવ વર્ષથી નોકરી કરી રહ્યો હતો. આટલા વર્ષો બાદ પોતાના ઘરે પરત ફરવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જણાઇ આવતી હતી. તેના દિમાગ અને હૃદયમાં પોતાના પરિવારને આટલા વર્ષો બાદ મળવાની ખુશી સમાતી ન હતી. આ સિવાય એક યુવતીના વિચારો પણ આવી રહ્યા હતા જેને તે પ્રેમ કરતો હતો પરંતુ જણાવી શક્યો ન હતો.

એ યુવતીનું નામ હતું અફસાના. સલમાને તેની સાથે ક્યારેય વાત કરી ન હતી. પરંતુ તેને ખબર ન હતી કે તેના લગ્ન થઇ ગયા હશે કે તે હજુ કુંવારી હશે. તેનો સુંદર અને ગોળ ચહેરો સલમાનની નજરો ની સામે વારંવાર આવી રહ્યો હતો. આ બધા વિચારોમાં સલમાન ક્યારે પોતાના ગામ પહોંચી ગયો તેનો તેને ખ્યાલ પણ ના રહ્યો.

જેવો સલમાન પોતાના ગામની અંદર આવ્યો તો તેણે સામે જોયું કે એક ઝાડની નીચે સફેદ કલરની સાડીમાં એક યુવતી બેઠી હતી. સલમાને ધ્યાનથી તેનો ચહેરો જોયો તો તેને એ યુવતી નજર આવી જે તેની આંખોમાં સમાયેલી હતી. આ એજ યુવતી હતી જેને સલમાન ખૂબ જ પ્રેમ કરતો હતો.

સલમાન તેની પાસે પહોંચ્યો અને ગામની બહાર આ રીતે બેસી રહેવાનું કારણ પૂછ્યું. અફસાનાએ સલમાનની તરફ જોયું અને તેની બંને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સલમાન તેની પાસે બેસી ગયો. કેમ પાછળથી તેને એક અવાજ સંભળાયો અને પાછળ ફરીને જોયું તો તેની મા દોડતી આવી રહી હતી અને આવીને સલમાનને ગળે લગાવી લીધો. સલમાનની મા બોલી, “બેટા, તું આ ડાકણ સાથે વાત કરી રહ્યો હતો એટલે મારે તારી હવે નજર ઉતારવી પડશે, જરૂર આ ડાકણ ની નજર તને લાગી ગઈ હશે. સલમાનની મા અફસાના ને ઘુરતા બોલી.

પોતાની મા પાસેથી આવા શબ્દો સાંભળીને સલમાન થોડો અચંબિત થઈ ગયો અને તેના આ વર્તનનું કારણ પૂછ્યું. તેની માએ જણાવ્યું કે, “બેટા, ડાકણ છે. પોતાના બંને પતિઓને ખાઈ ગઈ છે”. આટલું કહીને સલમાનની મા જબરજસ્તી સલમાનનો હાથ પકડીને તેને ખેંચતા લઈ ગઈ. સલમાને અફસાના તરફ નજર ફેરવી તો જોયું કે તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.

સલમાનની મા વારંવાર અફસાના ને ડાકણ કહીને બોલાવતી હતી આથી સલમાન ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે, “કોઈપણ વ્યક્તિ ક્યારેય ડાકણ નથી હોતો અને અફસાના તો તમારી દીકરી સમાન છે એ ડાકણ કઈ રીતે થઈ શકે?”

સલમાનની માએ કહ્યું કે, “તું નથી જાણતો કે અફસાના અપશુકનિયાળ છે. તે પોતાના બંને પતિઓને ખાઈ ગઈ છે. જે વ્યક્તિ તેનો ચહેરો જોઈ લેશે તેનો આખો દિવસ મુસીબતોથી ઘેરાયેલો રહે છે.” પોતાની પાસેથી આ પ્રકારની વાતો સાંભળીને સલમાનની ગુસ્સો આવતો હતો કેમકે તે ભણેલ-ગણેલ અને સમજદાર હતો. તે આવી અંધવિશ્વાસ વાળી વાતો માં માનતો ન હતો.

હકીકતમાં અફસાના નો પતિ ફોજમાં હતો અને તાલિબાની આતંકવાદીઓ સાથે લડતા શહીદ થઈ ગયો હતો. ત્યારથી અફસાના એકલી રહેતી હતી. સલમાન ગામની બહાર તે ઝાડ નીચે પહોંચ્યો જ્યાં અફસાના બેઠી હતી.

સલમાન ને જોઈને અફસાના બોલી “તુ અહીંયા શા માટે આવ્યો છે?” જવાબમાં સલમાને કહ્યું કે, “તે પોતાની કેવી હાલત બનાવી લીધી છે. તુ અહીંયા પાગલની જેમ બધાની વાતો શા માટે સાંભળી લે છે? તું તો ભણેલ-ગણેલ અને સમજદાર છે છતાં પણ આ લોકોની વાતો શા માટે સાંભળી લે છે? ” સલમાનની વાત સાંભળીને અફસાના એ પોતાની આંખોમાંથી આંસુ લૂછતાં બોલી “આ બધી નસીબ ની રમત છે અને આ સમાજ પુસ્તકોની વાતો ક્યાં માને છે? તેમના પોતાના અલગ રીતે રિવાજ છે. આપણે ગમે તેટલા સમજદાર કેમ ન હોઈએ પરંતુ સમાજ અને પરંપરાઓ આપણને જીતવા દેશે નહીં.”

અફસાના ની વાત સાંભળીને સલમાન વિચાર કરવા લાગ્યો કે, હવે તેની જિંદગી વિધવા ના રૂપમાં જીવવા માટે મજબૂર છે. જન્મ અને મૃત્યુ તો ભગવાનના હાથમાં છે એમાં આ બિચારી અફસાના નો શું દોષ છે. સ્ત્રી તો દેવીનું રૂપ હોય છે તો પછી આ માસુમ અફસાના ને અપશુકનિયાળ કઈ રીતે કહી શકાય? આવા બધા વિચારો માં ખોવાયેલા રહેતા સલમાનને ગામમાં આવીએ સાત દિવસ વીતી ચુક્યા હતા. હવે તેના શહેરમાં જવા માટેનો સમય થઈ ચૂક્યો હતો.

સલમાનના માતા-પિતા તેને બસ સ્ટેન્ડ પર છોડવા માટે આવ્યા અને ઘરે પરત જતા રહ્યા. બસની રાહ જોઈ રહેલો સલમાન અફસાના વિશે જ વિચાર કરી રહ્યો હતો. તેના દર્દ ભરેલા શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા. સલમાન કંઈ પણ વિચાર્યા વગર ભાગતો ગામ તરફ પરત ફર્યો અને પીપળાના તે ઝાડ પાસે આવીને રોકાઈ ગયો.

સલમાન અફસાના પાસે જઈને કહ્યું કે, “હું શહેર જઈ રહ્યો છું. ખબર નથી કે હવે વર્ષો બાદ પરત આવીશ કે નહીં આવું.” અફસાના પોતાના આંસુ લૂછતા સલમાનની તરફ જોઈ રહી હતી. સલમાન થોડા સમય માટે ચૂપ થઈ ગયો. અફસાના એ તેને સફર માટે ની શુભકામનાઓ આપી. ત્યારે અચાનક જ સલમાને કહ્યું કે, “હું તને કંઈક પૂછવા માટે આવ્યો છું.” અફસાના સલમાનની તરફ સવાલો ની નજરો થી જોઈ રહી હતી. સલમાને એક જ શ્વાસમાં કહી દીધું કે, “અફસાના, શું તું મારી સાથે લગ્ન કરશે?” અફસાના સલમાનને આશ્ચર્યથી જોઈ રહી હતી અને તેની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા.

સલમાને કહ્યું કે જો તને એવું લાગે છે કે તું મારી સાથે ખુશ રહી શકીશ તો ચાલ મારી સાથે, એક નવું જીવન તારી રાહ જોઈ રહ્યું છે. અફસાના બસ સલમાનને જોઇ રહી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. થોડા સમય બાદ અફસાના સલમાનના ગળે લાગી ગઈ અને ખૂબ જ રડવા લાગી. ત્યારબાદ બંને શહેરની તરફ ચાલવા લાગ્યા.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here