પરણીને સાસરે આવતી દિકરી સાથે આવું ક્યારેય ના કરતા

0
570

દીકરી તો પારકી થાપણ કહેવાય. લગ્ન બાદ દીકરી સાસરીયે જ વધારે શોભે પરંતુ તેમનો હળવું કરવાનું સ્ટેશન તેમનો પિયર જ હોય છે. પિયરયુ ક્યારે પણ પારકો થતું નથી. પરંતુ ક્યારેક પિયરિયામાં  ભાભી માંનપાન ન  આપે તો ત્યારે દીકરી ક્યાં જાય. ક મિત્રો દીકરીની પીડાને દર્શાવતો અમારો આર્ટીકલ અંત સુધી જરૂર વાંચજો.

વંદના સાસરિયે ગયા બાદ છ મહિના પછી પહેલી વાર પિયર આવી રહી હતી. વડોદરા થી સુરત નજીક હતું. રાહુલ ની નોકરી મુંબઈમાં હતી. લગ્ન બાદ બંને હનીમૂન ગયા હતા ત્યારબાદ થોડા દિવસે રાહુલ મુંબઈ જતો રહેલો. દિકરી લગ્ન બાદ પહેલી જ વાર ઘરે આવી રહી હતી માતા-પિતા અને દાદા-દાદીના છેલ્લા હરખથી છલકાઇ ઉઠ્યા હતા. વંદના ના પિયર આવતા આખા જ ઘરમાં ખુશીઓની લહેર વહી રહી હતી. દીકરી પણ ૨૩ વર્ષ જ્યાં રહેલી તે ઘરને જોઈને ગળગળી થઇ ગઇ હતી. પછી તો રાહુલ કુમાર નો સ્વભાવ કેવો છે, તને ફાવી ગયું ને, સાસરિયામાં તને કોઈ તકલીફ તો નથી ને, તું તો ફોન પણ નથી કરતી, હવે તો તું અમે સાવ જ ભૂલી ગઈ છે હો હર્ષોઉલ્લાસ સાથે આવા સવાલો અને ફરિયાદો શરૂ થયા.

થોડીવારમાં ફોઈ રાધિકા પણ આવ્યા તો દાદા ખુશ થઈને બોલી ઉઠ્યા કે આજ તો કેવો સરસ દિવસ છે મારી બન્ને દીકરીઓ ઘરે આવી છે. ત્યારે ફોઈ બોલી ઉઠ્યા કે દાદા આ બધો પ્લાન તો વંદનાનો છે તેને મને ફોન કરીને બોલાવી હતી. ત્યાં વંદના પણ તેને ભેટી પડી. દાદાએ કહ્યું દિકરી માટે બાપ ના દરવાજા તો હંમેશા ખુલ્લા જ હોય. વંદનાએ બધાને પાણી પીવડાવ્યું અને પછી બધા પાછા વાતોએ વળગી પડ્યા. દાદા દાદી ફોઈ ના આવવાથી અને વંદનાના આવવથી આનંદ અધિક થઈ ગયો હતો.

વંદના વિચારી રહી હતી કે મમ્મી મને આજે શા માટે મળવા નથી આવી તે રસોડામાં ગઈ તો મમ્મી લોટ બાંધી રહી હતી. જમતી વેળાએ પણ મમ્મીએ કોઈને ખાસ આગ્રહ ન કર્યો. રાધિકા ફોઈ બોલી ઊઠ્યા નાનકાના શું સમાચાર છે ? તે બંને મજામાં તો છે ને ત્યાં વંદનાના મમ્મી બોલી ઉઠ્યા કે આ દિયર દેરાણી તો ખૂબ જ ખુશીઓની લહેર માં જ છે છે. એમને કોઈ ચિંતા. બધાનો મારે જ કરવાનું હવે આ બધું નથી પરવડતું મને. ફોઈ નીચું જોઈ ગયા. વંદનાને આ બધું જ મનમાં ખટકી રહેલું. જેમ તેમ કરીને તેણે બપોર પસાર કરી ચાર વાગ્યે પાછા બધા ચા માટે તેની ટેબલ પર ગોઠવાયા.

ફોઇને તેના રૂમમાંથી થેલો હાથમાં પકડેલો જોઈ વંદના સહિતના બધા ઊભા થઈ ગયા. ફોય તમે થેલો શા માટે લીધો આશ્ચર્યથી પૂછ્યું. હું ઘરે જઈ રહી છું. પરંતુ તમે તો બે-ત્રણ દિવસ રોકાવાના હતા ને આમ અચાનક જવાની શું જરૂર છે બેટા. ઘણા વર્ષો રોકાઈ હવે કેટલું રોકાવાનું. અરે ના ફોઇ હજી તો આપણે શાંતિથી વાતો પણ નથી કરી. વંદનાને વચ્ચેથી અટકાવતા દાદીએ કહ્યું બેટા જવા દેને. રોકી રાખેલા આંસુ આંખમાંથી જગ્યા કરીને કોઈ નહીં આંખમાંથી જગ્યા કરીને નીકળી પડ્યા આવજો કહી ફોઇ ઘરની બહાર નીકળી ગયા. દાદી આંખો લૂછતાં પોતાના રૂમમાં ચાલ્યા ગયા. વંદનાના મનમાં  આંધી ઉમટી પડી. સવારે ઘરે આવતા  ની ખુશી સાંજ પડતા બધો જ ઉત્સાહ ઢળી પડ્યો હતો.

વંદના ફોઈને ભીની આંખે ઘર છોડતા જોઈ રહી હતી. વંદનાએ સાંજનું ડિનર પણ નામ પૂરતું જ લીધું. રાત આખી નીંદર ન આવી બપોરે જમવાનો સમય થયો ત્યાં નાહી ધોઈને તૈયાર થઈને પોતાનો થેલો લઈને બહાર આવી. એ જોતાં જ દાદી બોલી ઉઠ્યા કે બેટા બેગ લઈને ક્યાં જાય છે?  મમ્મી પણ પ્રશ્નાર્થ નજરે તેને જોઈ રહ્યા હતા. દાદી હું પાછી જાઉં છું બે વાગ્યાની મારી ફ્લાઇટ છે. રાહુલ એક મારી ટિકિટ કરાવી દીધી છે. આમ અચાનક શા માટે જાય છે તું તો પંદર દિવસ રોકાવાની હતી ને ઘરે કંઈ થયું છે, રાહુલકુમાર તો મજામાં છે ને મમ્મી એકસામટા સવાલો પૂછી લીધા. ના મમ્મી એવું કંઈ જ થયું નથી હું મારી મરજી થી ઘરે પાછી જઈ રહી છું. શું થયું છે તને સવારની મૂંગા મોઢે કામ કર્યા કરે છે કાંઈ બોલતી નથી અને અત્યારે અચાનક પાછી જાય છે. અમારા મનમાં શું થશે તેની તને કંઈ ચિંતા છે.

મમ્મીની આંખો માંથી આંસુ નીકળી રહેલા વંદનાએ મમ્મીના ખભા પર હાથ મૂક્યો અને ધીમા સ્વરે કહ્યું મમ્મી તારી ચિંતા છે એટલે હું જઈ રહી છું . અત્યારથી આદત પાડી રહી છું પિતાના ઘરે ઓછો રોકાવવાની જ્યારે દીકરીના લગ્ન થઇ જાય છે ત્યારે તેનો છેડો સાસરિયા સાથે બંધાઈ જાય છે અને થોડા સમય બાદ દીકરી પિયરમાં બોજ લાગવા લાગે છે. જ્યારે મારો ભાઈ પરણશે ભાભી આવશે ત્યારે મને એક જ દિવસમાં ઘર છોડીને ચાલ્યા જવું પડશે. જેમ ગઈકાલે રાધિકા ફોઈ ગયા અને દાદી બધો જ સમય રડતા રહ્યા હું અત્યારથી જ ઘરની માયા ઓછી કરવા માંગું છું  હવે આગળ સાથે મારો કોઈ જ અધિકાર નથી. દાદી દીકરી અને મમ્મી ત્રણેયની આંખોમાંથી શ્રાવણ વરસવા લાગ્યો.

મમ્મી ને દીકરી ની વાત અને પોતાની ભૂલ સમજાઈ ગઈ ત્રણ એકબીજાને ભેટીને મોડે સુધી રડી રહ્યા હતા. મમ્મીએ દાદા દાદી સામે માફી માંગી. રાધિકા ફોઈને ફોન કરીને માફી માંગી અને તેને આવવા માટે આમંત્રણ આપ્યું. દાદા-દાદીએ વંદના ને રોકી લીધી અને ભેટી પડ્યા. વંદના નું મન શાંત થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here