પાકિસ્તાને આતંકી મસુદ અઝહર પર લગાવ્યો પ્રતિબંધ, જાણો હવે શું થશે?

0
329

જૈશ-એ-મોહમ્મદ નાં પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા અને 24 કલાકની અંદર જ સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાને મસૂદ અઝર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રના દબાણને કારણે પાકિસ્તાને આ નિર્ણય તુરંત જ લેવો પડ્યો હતો. જોકે મંગળવારે રાતે સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાને આતંકવાદી મસૂદ અઝહરને ઇસ્લામાબાદમાં કોઈ જગ્યાએ છુપાવી દીધેલ છે.

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ મસૂદ અઝહર સંયુક્ત રાષ્ટ્ર સંઘના કોઈપણ સદસ્ય દેશની યાત્રા નહીં કરી શકે. સાથોસાથ સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય દેશોએ પણ તેના ફંડને ફ્રીજ કરવું પડશે. ફક્ત એટલું જ નહીં પરંતુ સરકારે તેના ફાઇનાન્સિયલ અસેટ્સ અને આર્થિક સંસાધનોને પૂર્ણ રીતે સીલ કરવા પડશે.

પાકિસ્તાનમાં મસુદ અઝહર ની જેટલી પણ સંપત્તિ છે તેને સરકાર જપ્ત કરી લેશે અને તેની સાથે જોડાયેલ સંસ્થાઓને પણ પૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલ કોઇ પણ દેશ આતંકી મસૂદ અઝહરને કોઈપણ રીતે મદદ નહીં કરી શકે.

સંયુક્ત રાષ્ટ્રમાં બુધવારે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી દેવામાં આવેલ હતો. અઝહરને પ્રતિબંધિત કરવા પર સંયુક્ત રાષ્ટ્રની સમિતિએ કહ્યું કે સુરક્ષા પરિષદ સમિતિ 1267 (1999), 1989 (2011) અને 2253 (2015) આઈએસઆઈએલ અલ-કાયદા અને સંબંધિત વ્યક્તિઓ, સમૂહ, ઉપક્રમ અને સંસ્થાઓના સંબંધિત પ્રસ્તાવ ના અનુસાર પ્રતિબંધિત કરવાની મંજૂરી આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here