પાકિસ્તાન સાથે યુધ્ધ થાય તો અહિયાં થી મોકલવામાં આવશે ભારતીય સેનાને હથિયારોનો જથ્થો

0
342

પુલવામાં હુમલા બાદ જેવી રીતે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બાલાકોટમાં ઘૂસીને જૈશ ના આતંકી કેમ્પને ધ્વસ્ત કર્યા છે. ત્યારબાદ થી પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ ચાલી રહેલા છે. પાકિસ્તાન અને ચીન સાથે વધી રહેલા તણાવને જોતાં સીમા પર ભારતીય સેનાને મજબૂત કરવા માટેનું કાર્ય જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. આ કડીને જોડતા હવે સેનાના ગોળા-બારૂદને રાખવા માટે પાકિસ્તાન અને ચીનની સીમા પર ૪ સુરંગ બનાવવા માટે લીલી જંડી આપી દેવામાં આવી છે.

ભારતીય સેના અને NHPC સાથે થયેલ કરાર મુજબ આ ચાર સુરંગોનું કામ બે વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ પહેલો પ્રોજેકટ હશે જેને NHPC પાયલોટ પ્રોજેક્ટની રીતે કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે એક એમ્યૂનેશન ડમ્પ ભારત અને પાકિસ્તાનની સીમા પર બનાવવામાં આવશે. જ્યારે બીજા ત્રણ ભારત અને ચીનની સીમા પર બનાવવામાં આવશે. બતાવવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેકટમાં ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

સેના આ ટનલ માટે ઘણા સમયથી પ્રયત્ન કરી રહી હતી. NHPCને પહાડોમાં ટનલ બનાવવામાં ખૂબ જ કુશળ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ચાર ટનલમાં ૧૭૫ થી ૨૦૦ મેટ્રિક ટન ગોળા-બારૂદ રાખવાની ક્ષમતા હશે. આ ટનલને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે દુશ્મનના કોઈપણ હુમલાની તેના પર અસર થશે નહીં. પહાડોની અંદર ગોળા-બારૂદ રાખવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે દરેક ઋતુમાં ભારતીય સેના પાસે તેને આસાનીથી પહોચાડી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here