સરકારે કહ્યું “બહુ થયું હવે, પાકિસ્તાનનું મિટાવી દેવાશે નામોનિશાન” શરૂ થઈ કાર્યવાહી

0
553

પૂર્વ મુખ્યમંત્રી તથા હરિદ્વાર ના સાંસદ ડો રમેશ પોખરિયાલ એ જણાવ્યું હતું કે પુલવામાં ની ઘટનાથી આઘાત પામેલા દેશના સવાસો કરોડ લોકો આ ઘટનાનો બદલો લેવા માંગે છે અને મોદી સરકાર તેમની ભાવનાઓ પર ખરી ઉતરી ને બતાવશે. તેઓએ જણાવ્યું હતું કે એકલા ઉતરાખંડ ગઢવાલ રેજીમેન્ટ ૨૪ કલાકમાં પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી શકવા માટે સક્ષમ છે.

રવિવારના દિવસે લક્સર ના ફતવા ગામમાં સેનાના સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા રમેશ પોખરીયાલ જણાવ્યું હતું કે પાકિસ્તાન તેની તમામ હદો પાર કરી ચુકેલ છે અને ભારતીય સેના તેને સબક શીખવવા માટે તૈયાર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ કહ્યું હતું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે એક બહુ જ મોટો ગંભીર ખતરો છે અને આતંકવાદીઓ અને તેમના માનવતા વિરોધી સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવો એ પણ આતંકવાદને પ્રોત્સાહન આપવું જ ગણાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પુલવામા થયેલ આતંકવાદી હુમલો એ દર્શાવે છે કે હવે વાતો કરવાનો સમય નીકળી ગયો છે. હવે સમગ્ર દુનિયાને આતંકવાદ અને તેના સમર્થકો વિરુદ્ધ એક જૂથ થઈને સખત પગલાં લેવાની આવશ્યકતા છે.

ભારતની યાત્રા પર આવેલા આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરીસિયો મેક્રી ની સાથે ચર્ચા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અંતરીક્ષ અને પરમાણુ ઉર્જા શાંતિપૂર્ણ ઉપયોગ ના ક્ષેત્ર માં આપણો સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રક્ષા ના સહયોગમાં આજે જે કરાર પર હસ્તાક્ષર થયેલા છે તે આપણા ક્ષેત્રને એક નવું જ સ્વરૂપ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય અમિત શાહ દ્વારા રાજસ્થાનના જયપુરમાં શક્તિ કેન્દ્ર સંમેલનને સંબોધિત કરતા કહ્યું હતું કે આજે પૂરો દેશ શહીદ થયેલા જવાનોના પરિવાર સાથે એક મજબૂત પર્વતની જેમ ઊભો છે. સરકાર તેમના બલિદાનને વ્યર્થ નહીં જવા દે તથા તેમની શહાદતનો યોગ્ય જવાબ સેના દ્વારા આપવામાં આવશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here