ઓપ્પો ટુંક સમયમાં લોન્ચ કરશે દુનિયા નો સૌથી તાકાતવર ફોન

0
1075

ઑપ્પો એ ભારતમાં જુલાઈ મહિનામાં ખુબ જ સરસ ઑપ્પો ફાઇન્ડ એક્સ મોબાઇલ લોન્ચ કર્યો હતો, આ ફોનમાં રિયર અને ફ્રન્ટ બંને કેમેરા સેટઅપ ફોનની બોડીની અંદર આપેલા છે, જે કેમેરાને ખોલતા જ બહાર આવે છે અને ફોટો ક્લિક કરી શકો છો, ઑપ્પો એ આ ડીવાઇસને॰૮ જીબી ની મેમરી સાથે બજારમાં લોન્ચ કર્યો હતો, હવે કંપની તરફથી ખબર મળી રહી છે કે કંપની આ ડીવાઇસને વધારે તાકાતવર બનાવવા માંગે છે, કંપની જલ્દી જ આ ડીવાઇસને ૧૦ જીબી રેમ સાથે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Oppo find X ને ચીની સર્ટિફિકેશન સાઈટ ટેના પર લિસ્ટીંગ કરવામાં આવ્યો છે, ટેનાં ની આ સાઈટ પર Oppo Find X ને ૧૦ જીબી રેમ સાથે બતાવવામાં આવી રહ્યો છે,  તમને જણાવી દઈએ કે જો આ ડીવાઇસને oppo ૧૦ જીબી રેમ સાથે લોન્ચ કરશે તો દુનિયાનો સૌથી પાવરફુલ મોબાઇલ હશે જે આટલી રેમ સાથે બજારમાં આવશે.

Oppo Find X ની સૌથી મોટી ખાસિયત કેમેરા સેટઅપ છે, આ ફોનમાં બંને કેમેરા ફોનની બોડી ની અંદર લગાવેલા છે, જે બહારથી નજર આવતા નથી, ફોટો લેવા માટે જેવો તમે કેમેરા ખોલશો ફોનની બોડી ની અંદરથી કેમેરા સેન્સર બહાર આવશે અને ફોટો લઈ શકશો. જ્યાં સુધી ફોટો પાડવાનો કમાંડ તમે નહિ આપો ત્યાં સુધી કેમેરો બોડી ની અંદર જ રહેશે. ફોનનો કેમેરો બોડી ની અંદર હોવાથી ફોનની ફ્રન્ટ અને બેક પેનલ એકદમ સ્મુથ છે, ફોનના ફ્રન્ટ પેનલ પર એકપણ સેન્સર અથવા હોલ નથી.

હવે આપણે એક નજર કરીએ મોબાઇલના સ્પેસિફિકેશનની. તો આ ફોનમાં તમને ૯૩.૦૮% સ્ક્રીન ટુ બોડી રેશિયો આપવામાં આવ્યો છે. ફોનમાં ૬.૪ ઇંચની ફૂલ એચડી પ્લસ ઓએલ ઇડી ડિસ્પ્લે આપવામાં આવી છે, આ ફોનને એન્ડ્રોઇડ ૮.૧ ઓરિયો પર આધારિત કલર ઓ એસ ૫.૧ પર બનાવવામાં આવ્યો છે, જેની સાથે કવાલકમનું સૌથી તાકાતવર ચિપસેટ સ્નેપડ્રેગન ૮૪૫ પર રન કરશે, બીજી તરફ ગ્રાફિક્સ માટે એન્ડ્રેનો ૬૩૦ જીપીયું આપવામાં આવ્યું છે.

બની શકે કે આ ફોનમાં તમને ૧૦ જીબી રેમ સાથે ૫૧૨ જીબી ની ઇન્ટરનલ સ્ટોરેજ પણ જોવા મળી શકે.ફોટોગ્રાફી ની વાત કરીએ તો ફોનમાં બેક પેનલ પર ૧૬ મેગા પિક્સેલ અને ૨૦ મેગા પિક્સેલ ના ૨ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવશે અને ૨૫ મેગા પિક્સેલ નો ફ્રન્ટ કમેરો આપવામાં આવશે. આ ફોનને ૩ ડી ફેસ અનલૉક તકનિકથી લેન્સ કરવામાં આવ્યો છે, પાવર બેકઅપ માટે આ ફોનમાં ૩૭૩૦ એમ એ એચ ની બેટરી આપવામાં આવી છે.
આ ફોનને ૪જી ની સાથે ૫જી તકનીક સાથે લોન્ચ કરવામાં આવશે, Oppo Find Xનું ૮ જીબી વાળું વેરિયન્ટ ભારતમાં ૫૯૯૯૦/- ની કિંમત પર સેલ માટે ઉપલબ્ધ છે. Oppo Find X નાં નવા વેરિયન્ટને કંપની રેડ અને બ્લેક કલરમાં લોન્ચ કરી શકે છે.

સંકલન : અમિત સંઘાણી (સુરત)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here