ૐ મંત્રના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો, વૈજ્ઞાનિકો દ્વારા પણ તેના લાભોને પ્રમાણિત કરવામાં આવેલ છે

0
1156

ૐ મંત્રથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, પરંતુ શું એના લાભ વિશે જાણીએ છીએ? આ એક જ એવો મંત્ર છે જેનો ઉચ્ચારણ એક મુંગો વ્યક્તિ પણ કરી શકે છે. ખરેખર આ આશ્ચર્યજનક વાત છે. તમે પોતાની જીભ ને હલાવ્યા વગર ૐ શબ્દ નો ઉચ્ચારણ  કરવાનો પ્રયાસ કરો. ૐ ના ત્રણ તત્વ અ, ઉ અને મ છે, જેને વેદ માંથી લેવામાં આવેલ છે. આ ત્રણ વર્ણ પરબ્રહ્મને દર્શાવે છે.

જો તમે ધ્વનિ પ્રકૃતિ પર ધ્યાન આપશો તો તમને જાણ થશે કે આ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે બે વસ્તુઓ અરસ પરસ અથડાય છે. ઉદાહરણ તરીકે – ધનુષ અને પ્રત્યંચા, ઢોલક અને હાથ, કિનારા સાથે સમુદ્રની લહેર, પાંદડાઓ સાથે હવા, રસ્તા પર ગાડીના પૈડા વગેરે.

ૐ નું રહસ્ય

પરંતુ ૐ મંત્ર ની ધ્વનિ સૌથી અલગ છે, તે સ્વયં ઉત્પન્ન થાય છે. ૐ મંત્ર ની ધ્વનિ જ પહેલી ધ્વનિ છે તથા તેમાં જ બધી ધ્વનિઓ આવેલી છે. ૐ મંત્રોના ઉચ્ચારણથી ચિકિત્સક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભ થાય છે. ભલે તમે ૐ મંત્રનો અર્થ નથી જાણતા અથવા તમારા શબ્દોમાં આસ્થા નથી તો પણ તમે તેના ઉચ્ચારણથી લાભ પ્રાપ્ત કરી શકો છો.

ૐ ના ઉચ્ચારણથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેજ બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે પ્રથમ ધ્વનિ હતી. ૐ ની ધ્વનિને પ્રણવ પણ કહે છે કારણ કે, તે જીવન અને શ્વાસની ગતિ ને જાળવી રાખે છે. વિજ્ઞાન દ્વારા પણ ૐ ના ઉચ્ચારણ તથા તેના લાભ ને પ્રમાણિત કરવામાં આવેલ છે. તે ધીમે, સામાન્ય અને પૂર્ણ શ્વાસ છોડવામાં સહાયતા કરે છે. આપણા શ્વસન તંત્ર અને આરામ આપે છે અને નિયંત્રિત કરે છે. સાથોસાથ તે આપણા મન મસ્તિષ્ક ને શાંત કરવામાં પણ લાભદાયક છે.

ૐ નો શબ્દ ઓ; અ અને ઉ મળીને બને છે. આ ધ્વનિ ગળા તથા છાતીના ભાગમાં કંપન ઉત્પન્ન કરે છે જે આપણા ફેફસામાં ભરેલ હવાના સંપર્કમાં આવે છે જેનાથી એલવિલસની મેમ્બ્રેન કંપન કરવા લાગે છે. આ પ્રક્રિયા ફેફસાના કોશિકાઓને ઉત્તેજિત કરે છે જેનાથી ફેફસામાં શ્વાસ ની ઉચિત માત્રા નું આવન-જાવન થાય છે.

ૐ મંત્રના ચિકિત્સક લાભ

 • નિયમિત ૐ મંત્રનું ઉચ્ચારણ કરવાથી સમગ્ર શરીરને વિશ્રામ મળે છે તથા હોર્મોન તંત્ર નિયંત્રિત રહે છે.
 • ૐ ના ઉચ્ચારણથી ચિંતા અને ક્રોધ પર નિયંત્રણ મેળવી શકાય છે.
 • ૐ નો ઉચ્ચારણ પ્રદૂષિત વાતાવરણમાં પણ પુરા શરીરને ઝેર મુક્ત કરે છે.
 • ૐ નો ઉચ્ચારણ હૃદય મન તથા રક્ત સંચાર પ્રણાલીને સુદ્રઢ બનાવે છે.
 • ૐ મંત્રના ઉચ્ચારણથી પાચન તંત્ર બને છે.
 • થાકી ગયા બાદ ૐ મંત્રનો ઉચ્ચાર કરવાથી શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.
 • અનિંદ્રા રોગથી છુટકારો મેળવવા માટે ૐનું ખૂબ જ મહત્વ છે. રાત્રે સુવા સમયે આ મંત્રનો નિયમિત રૂપે મનન કરવું.

ૐ મંત્રના મનોવૈજ્ઞાનિક ચિકિત્સામાં લાભ

 • ૐ ની શક્તિ તમને દુનિયાનો સામનો કરવા માટેની શક્તિ આપે છે.
 • ૐ નો નિયમિત મનન કરવાથી તમે ક્રોધ અને હતાશા થી બચી શકો છો.
 • ૐ ની ગુંજ તમને સ્વયંને નિયંત્રિત કરવામાં સક્ષમ બનાવે છે. તમે પોતાનામાં એક નવો ઉત્સાહ મહેસૂસ કરશો.
 • ૐ ની ધ્વનિ થી તમારા પારસ્પરિક સંબંધ સુધરશે. તમારા વ્યક્તિત્વમાં આવનાર બદલાવ લોકોને આકર્ષિત કરશે તથા લોકો તમારાથી ઈર્ષા કરવાનું છોડી દેશે.
 • તમે તમારા જીવનના ઉદ્દેશ્ય અને તેની પ્રાપ્તિ તરફ અગ્રેસર બનશો તથા તમારા ચહેરા પર મુસ્કાન બની રહેશે.
 • નવી ઉમંગ અને સ્ફૂર્તિ આવે છે. તમારામાં સજાગતા અને સતર્કતા વધે છે.

ૐ મંત્રનો જાપ

તમે પણ આજથી ૐ મંત્રનો જાપ પ્રારંભ કરી તેના લાભ પ્રાપ્ત કરો. ૐ મંત્રને પ્રારંભ કરવા માટે બતાવવામાં આવેલ ટીપ્સ અને ધ્યાનમાં લેવી.

 • શાંત સ્થાન તથા આરામદાયક સ્થિતિમાં બેસવું.
 • આંખો બંધ કરીને શરીર અને નસોને ઢીલી છોડી દેવી.
 • થોડો લાંબો શ્વાસ લેવો.
 • ૐ આ મંત્રનો જાપ કરો અને તેના કંપનને મહેસૂસ કરો.
 • આરામ મહેસૂસ થવા સુધી ૐ મંત્રનો જાપ કરતા રહો.
 • મન પૂર્ણ શાંત થયા બાદ પોતાની આંખો ખોલો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here