જીઓ ના ૧૪૯નાં રીચાર્જ માં પણ મળશે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

0
2095

તમને લોકોને ખબર હશે કે તમને my jio એપ્લિકેશન માથી રીચાર્જ કરાવશો તો તમને લોકોને ૩૦૦ રૂપિયા થી વધુનું રીચાર્જ કરાવશો તો તમને ૫૦ રૂપિયાના વાઉચર આપવામાં આવેલા હોય છે. જેનો ઉપયોગ તમને રીચાર્જ સમયે કરી શકો છો અને ૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો. જો તમને આ રીચાર્જ ઓનલાઇન કરો છો તો જ તમને આ ડિસ્કાઉન્ટ મળશે. તમે બહાર કોઈ દુકાન માં આ રીચાર્જ કરવો છો તો તમને આ ડિસ્કાઉન્ટ નો લાભ મળતો નથી.

આ રીચાર્જ ના ડિસ્કાઉન્ટ વિશે તો બધાને ખબર જ હશે પણ અમે તમને જણાવીએ છીએ કે ૩૦૦ થી નીચેના રીચાર્જ પર ૫૦નું ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવવું. મતલબ કે ૧૪૯ ના રીચાર્જ ઉપર ૫૦નું ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવવું? તો હવે શીખી લો કે કેવી રીતે આ પ્રોસેસ કરવી.

હવે તમે my jio aaplication ઓપન કરો તેમાં નીચે my voucher નો ઓપ્શન હશે તેમાં તમારા ૫૦ રૂપિયાના કેટલા વાઉચર પડેલા છે એ તમને ત્યાં દર્શાવશે. હવે ત્યાં તમારે buy ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. એ કર્યા બાદ તમને બધા રીચાર્જની રકમ ત્યાં બતાવશે. તમારે ત્યાં ૧૪૯ ના રીચાર્જ પર ક્લિક કરવાનું રહેશે સાથે ૧૧ રૂપિયાના રીચાર્જ પણ સિલેક્ટ કરી રીચાર્જ કરવાનું રહેશે. જો તમે અહી ફક્ત ૧૪૯ નું જ રીચાર્જ કરો છો તમને ૫૦ રૂપિયા નું ડિસ્કાઉન્ટ મળશે નહીં. પણ યાદ રાખજો એ આ બંને રીચાર્જ એકસાથે સિલેક્ટ કરીને કરવાના છે અલગ અલગ કરવાના નથી નહિતર તમને ૫૦ ડિસ્કાઉન્ટ મળશે નહીં.

હવે એ બંને રીચાર્જ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ proceed પર ક્લિક કરવાનું રહેશે, ત્યાં તમારે ટોટલ ૧૬૦ ચુકવવાના રહેશે પણ કઈ વાંધો નહીં તેમાં તમને ૫૦ ડિસ્કાઉન્ટ મળી જશે તો આપણે ત્યાં એ buy કરી લેશું. હવે ત્યાં ૧૬૦ના ટોટલ ની ઉપરની બાજુએ apply discount voucher એવું લખેલું હશે ત્યાં ક્લિક કરો એટલે તમને તમારી મૂળ રકમ ૧૬૦ માથી ૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે અને ૧૧૦ રૂપિયા જ ચુકવવાના રહેશે. ત્યારબાદ તેમાં આપેલા પેમેંટ ઓપ્શન માથી તમે કોઈ પણ રીતે પેમેંટ ચૂકવી શકો છો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here