હવે તમને મળશે 100 GBPS ની ઇન્ટરનેટ સ્પીડ

0
533

એ વાત તો તમે જાણતા જ હશો કે ભારત માં ઇન્ટરનેટ નો વપરાશ બહુ જ વધારે છે. ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધારે મોબાઇલ ડેટા કે બ્રોડબેન્ડ વપરાશ થઈ છે. મતલબ કે ભારતનું વિશ્વ માં એવા દેશો માં નામ આવે છે જ્યાં સૌથી વધારે ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોય.

છતાં પણ ઇન્ટરનેટ સ્પીડ રેંકિંગ માં ભારત બીજા દેશો કરતાં ઘણું પાછળ છે. બીજા દેશો કરતાં ભારત માં ઇન્ટરનેટ ની સ્પીડ ઘણી જ ઓછી છે. તમને જાણી ને આશ્ચર્ય થશે કે ભારત ઇન્ટરનેટ સ્પીડ રેંકિંગ માં ૧૦૯ માં નંબર પર સ્થાન ધરાવે છે. એનો અર્થ એ થયો કે અહિયાં3G ના નામ પર ૩G નથી મળતું, 4G ના નામ પર 4G નથી મળતું અને બ્રોડબેન્ડ ના નામ પર અસલી બ્રોડબેન્ડ ની સ્પીડ નથી મળતી.

તમે જોયું હશે કે આપણે ત્યાં પહેલા બ્રોડબેન્ડ કોને કહેવામા આવતું મતલબ કે કેટલી સ્પીડ હોય તો એને બ્રોડબેન્ડ કહેવામા આવતું ? 500 kbps ની જો સ્પીડ આવતી તો એને બ્રોડબેન્ડ કહેવામા આવતું, જે સૌથી ઓછા માં ઓછી સ્પીડ હતી. એ પછી સરકારે નક્કી કર્યું કે કોઈ પણ ઓપરેટર જો એને બ્રોડબેન્ડ કહેવા માંગે છે તો એને ફરજિયાત એની સ્પીડ ઓછા માં ઓછી 2 mbps કરવી પડશે. હવે તમે જાણો જ છો કે 2 mbps સ્પીડ ના પ્લાન માં કેટલી સ્પીડ આવે છે, બહુ જ ઓછી આવે છે.

હવે આપણી આ ધીમા ઇન્ટરનેટ સ્પીડ ની તકલીફ દૂર થવાની છે અને આપણી આ તકલીફ દૂર કરવાનું છે ઇસરો. જી હાં, ઇસરો ને તમે જાણો જ છો.  હવે તમારી ધીમી ઇન્ટરનેટ સ્પીડ ની તકલીફ છે એ દૂર થવાની છે. ઇસરો ના ચીફ એ કહ્યું કે આવતા વર્ષ ના અંત સુધી માં GSAT-20 અને બીજા ત્રણ સેટેલાઇટ લોંચ કરવાના છે અને તેનાથી પૂરા ભારત માં 100 GBPS ની સ્પીડ આપવામાં આવશે. તો હવે તમે મોબાઇલ ડેટા કે બ્રોડબેન્ડ વાપરો છો તોતમને એનો ફાયદો થવાનો છે.

તમને એ જણાવી દઈએ કે સરકારે ૧૦૯૦૦ કરોડ રૂપિયા સેટેલાઇટ માટે મંજૂર કર્યા છે મતલબ કે હવે આપણી સેટેલાઇટ અંતરિક્ષ માં જશે. તમે જાણો જ છો કે ઇન્ટરનેટ માં ક્રાંતિ બહુ સમય થી આવી જ છે જે પહેલા જીઓ કંપની લાવી હતી હવે દિશા માં ભારત સરકાર પણ આગળ વધી રહી છે. જેથી ભારત માં ઇન્ટરનેટ ની સ્પીડ છે એ વધે અને સાથે સાથે ઇન્ટરનેટ સ્પીડ ની જે રેંકિંગ છે એમાં પણ સુધારો આવે.

આશા રાખીએ છીએ એ તમને આ ખુશખબર સાંભળી ને ખુશી થઈ હશે અને આવતા વર્ષના અંત સુધી માં તમારા ઇન્ટરનેટ ની સ્પીડ વધી ગઈ હશે. અમને એ પણ જણાવજો કે તમારી અત્યારની ઇન્ટરનેટ સ્પીડ કેટલી છે? જો તમને અમારું આર્ટિક્લ પસંદ આવ્યું હોય તો શેર જરૂર કરજો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here