માવાનું વ્યસન છોડવું હવે બન્યું ખૂબ જ આસન, હવે બજારમાં આવી ગયો આયુર્વેદિક માવો

1
3572

તમે ગોકુલધામ સોસાયટી ફક્ત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક માં જ જોઈએ હશે પરંતુ આવી જ એક સોસાયટી ગુજરાતના જુનાગઢ શહેરમાં આવેલી છે. આ સોસાયટી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જેમ જ પ્રખ્યાત છે. આ સોસાયટીના લોકોએ પણ આ ધારાવાહિક માંથી પ્રેરણા લઈને કઈક લોકોને વ્યસન મુક્તિનું અભિયાન શરૂ કર્યું છે જેથી સમાજને એક નવી દિશા મળી શકે.

ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાનમસાલા અને તમાકુવાળા માવાનું ચલણ મોટા પ્રમાણમાં છે. દેશનું યુવાધન આજે આ વ્યસનના રવાડે ચડી ગયું છે. વૃધ્ધ વ્યક્તિથી લઈને યુવાનો આજે આ વ્યસનના શિકાર બની ગયા છે. અંતે આવા પાનમસાલા અને તમાકુવાળા માવા ખાઈને કેન્સર જેવા જીવલેણ રોગનો શિકાર બને છે.

આ વ્યસનીઓને આ વ્યસન માંથી મુક્તિ અપાવવા માટે જૂનાગઢની ગોકુલધામ સોસાયટીમાં રહેતા કાંતિલાલ જાંજરુકિયાએ હર્બલ માવો તૈયાર કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં આવા હર્બલ માવાનો આ પ્રથમ પ્રયોગ છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ હર્બલ માવો ખાધા પછી ૯૦ ટકા લોકોએ તમાકુવાળો માવો ખાવાનું બંધ કરી દીધું હતું.

લોકો અત્યારે વ્યસનમુક્તિની શિબિરો, દવા વગેરે કર્યા બાદ પણ પોતાનું વ્યસન છોડી શકતા નથી ત્યારે આ હર્બલ માવો વ્યસનમુક્તિ માટે રામબાણ ઈલાજ સાબિત થયો છે. જૂનાગઢની આ સોસાયટીના રહીશો દ્વારા આ માવો તૈયાર કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે.

આ હર્બલ માવો ૧૧ પ્રકારના ઔષધોનો સમાવેશ કરીને બનાવવામાં આવેલ છે. જેમાં સેકેલી સોપારી, વરિયાળી, અજમા નો પાઉડર, લીંડી પીપર, જેઠીમધ, કપૂર, લવિંગ પાઉડર, ઈજમેટના ફૂલ, અમૃતબિંદુ, નગરવેલના પાનના ટુકડા, બહાર વગેરે જેવી વસ્તુઑ ઉમેરીને બનાવવામાં આવેલ છે.

આ હર્બલ માવા વિશે પહેલા તો યુવાનો અને વડીલોને સમજાવવામાં આવે છે ત્યારબાદ તેમણે આ હર્બલ માવો સૅમ્પલ તરીકે ફ્રી આપવામાં આવે છે. આ હર્બલ માવામાં ગુલકંદ અને ટૂટીફ્રૂટી ઉમેરીએ તો બાળકો અને મહિલાઓને પાન આપી શકાય છે. આ હર્બલ માવાની ખાસિયત એ છે કે તેનો સ્વાદ ઓરિજનલ માવા જેવો જ હોય છે. જેથી કરીને તમાકુવાળો માવો ખાતા લોકોને માવો ખાધો હોય તેવો અહેસાસ પાન થાય છે અને સાથો સાથ વ્યસનમાંથી પાન મુક્તિ મળી રહે છે. આ હર્બલ માવો હાલ તો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને આ હર્બલ માવાથી યુવાનોને વ્યસનથી મુક્તિ પણ આપવી શકાય છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here