નૉર્વેના આ વ્યક્તિએ અમદાવાદમાં ૨૦ રૂપિયાના હેરકટ ના બદલે ચુકવ્યા ૩૦ હજાર રૂપિયા, કારણ જાણીને તમારું હ્રદય પીગળી જશે

0
577

નોર્વેના મશહૂર યૂટયૂબર હેરાલ્ડ બલ્ડર સમગ્ર દુનિયામાં ફરીને ટ્રાવેલ સંબંધિત વિડિયો બનાવે છે અને તેઓને લોકો દ્વારા ખૂબ જ પસંદ પણ કરવામાં આવે છે. આવો જ એક વીડિયો બનાવવા માટે તેઓ ગુજરાતના અમદાવાદ શહેરમાં પહોંચ્યા હતા. આ દરમ્યાન તેઓ રસ્તાના કિનારે આવેલી એક વાણંદ ની દુકાન પર રોકાયા. અહીંયા તેઓએ ફક્ત વીસ રૂપિયાના હેરકટ કરાવ્યા પરંતુ જતા જતા તેઓ 30 હજાર જેવી રકમ ચૂકવીને ગયા. વાંચીને તમને ખૂબ જ આશ્ચર્ય થયું ને? પરંતુ હકીકતમાં પણ આ એકદમ જ સાચું છે જો તમે આ કાંઈ આગળ વાંચો તો તમે પણ ખુશ થઈ જશો.

તેમનો આ પૂરી ઘટનાને બતાવતો વિડિયો પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમાં હેરાલ્ડ રસ્તાના કિનારે બનેલ એક સલૂન માં જાય છે અને ટ્રિમિંગ માટે કહે છે. ટ્રેનિંગ બાદ હેરાલ્ડ કહે છે કે, જેવું ટ્રિમિંગ ખતમ થયું કે મેં એવા શખ્સ ને શોધવાની કોશિશ કરી જેને અંગ્રેજી સમજતા આવડતું હોય. હેરાલ્ડના જણાવ્યા અનુસાર તેઓ જાણવા માટે ઉત્સુક હતા કે આ આ વેપાર કેવી રીતે ચાલે છે અને આ સલૂન વાળાને ત્યાં કેટલાક ગ્રાહકો આવે છે.

બીજી તરફ સલૂન ના માલિક એ પણ પોતાના ફોન દ્વારા આ પૂરી ઘટનાને કેમેરામાં કેદ કરી અને ત્યારબાદ બંને સાથે મળીને સેલ્ફી પણ લીધી. હેરાલ્ડ એ હેર કટ ને ખૂબ જ સારા બતાવ્યા હતા. ત્યારબાદ હેરાલ્ડ અને વીસ રૂપિયા આપ્યા અને તેને એવી આશા હતી કે તે હજુ પણ વધારે માગશે. પરંતુ હેરાલ્ડ ત્યારે ખૂબ જ આશ્ચર્ય માં મુકાઈ ગયા જ્યારે શાળાએ કહ્યું કે તેણે કરેલા કામના ફક્ત આટલા જ થાય છે.

હેરાલ્ડ એ કહ્યું કે તે મારી પાસે વધારે પણ માગી શકતો હતો અને હું તેને ના પણ પાડી શકવાનો ન હતો. ત્યારબાદ હેરાલ્ડ એ પોતાના ખિસ્સામાંથી 30000 જેવી મોટી રકમ કાઢી અને સલુન વાળાને કહ્યું કે મારા અત્યાર સુધીના ટ્રાવેલિંગના અનુભવમાં આ ઈનામ મેળવવા માટે તમે એક સાચા વ્યક્તિ છો.

હેરાલ્ડ એ એક સ્થાનીય વ્યક્તિની મદદથી દુકાનદારને જણાવ્યું કે તેણે જે પૈસા આપ્યા છે તેમાંથી તે પોતાના માટે નવો સામાન ખરીદી શકે છે અને પોતાના પરિવારનો પણ ધ્યાન રાખી શકે છે. પૈસા લીધા બાદ હેરાલ્ડ ને અને કોફી પણ પીવડાવી હતી.

તમને જણાવી દઈએ કે હેરાલ્ડ એક મશહૂર યુટયૂબર છે જે અલગ-અલગ શહેરોમાં જઈને ત્યાંના જીવન ઉપર પોતાની ચેનલ પર વિડિયો બનાવીને બતાવે છે. આ દરમિયાન તેઓ પૈસા એકત્રિત કરીને એ લોકો ને આપે છે જેઓ જરૂરીયાતમંદ હોય છે. તેમના આ કામ અને તેમના આ અંદાજને કારણે તેઓ દુનિયાભરમાં પ્રખ્યાત છે અને તેમના ઘણા ફેન છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here