નિયમિત રીતે દરરોજ જાતિયસુખ માણવાથી થાય છે આ જબરદસ્ત ફાયદાઓ

0
10385

દબાણયુક્ત જીવનશૈલી, તણાવયુક્ત નોકરી – ધંધા, ઘરની જવાબદારીઓ, બાળકોના ભવિષ્યની ચિંતા વગેરે કારણોથી વ્યક્તિને જાતિયસુખ માંથી રસ ઘટતો જાય છે. તે પોતાના વ્યક્ત જીવનમાં એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે આ બાબત માટે તેને સમય જ નથી રહેતો અને કદાચ સમય રહે તો પણ થાકને લીધે મન નથી રહેતું.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે દરરોજ નિયમિત રીતે જાતિયસુખ માણવાના પણ ઘણા ફાયદાઓ છે. એ ફક્ત શારીરિક સુખ માટે જ પૂરતું નથી તેનાથી માનસિક શાંતિ અને શરીરને પણ સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ થાય છે.

સૌથી સારી કસરત : જે લોકોને વ્યસ્ત જીવનમાંથી કસરત માટે સમય મળતો નથી તેમના માટે જાતિયસુખ એ કસરતનો સૌથી સારો વિકલ્પ છે. દિવસમાં એક વખત પણ સમાગમ કરવાથી એક કલાક જેટલી કસરત કરવા જેટલી કેલરી બળે છે.

સુંદરતા વધારે : અત્યારે વ્યક્તિ બ્યુટિ સલૂન માં પોતાનો ઘણો સમય આપે છે અને મોંઘી પ્રોડક્ટસનો ઉપયોગ કરવા છતાં પણ પોતાની ઇચ્છા પ્રમાણેની સુંદરતા મેળવી શકતા નથી. પણ જો નિયમિત રીતે કરવામાં આવતા સમાગમથી તમારી ત્વચાને ચમકદાર બનાવે છે અને ચહેરાને સુંદર બનાવે છે. લોહીના પરિભ્રમણમાં પણ સુધારો થાય છે અને શરીરના દરેક અંગોમા ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોચે છે.

 

આત્મવિશ્વાસમાં વધારો થાય છે : શરીરને લગતા ફાયદાઓ અને ત્વચાને લગતા ફાયદાઓ સિવાય નિયમિત સમાગમ કરવાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.

ઊંઘ સારી આવે છે : સંશોધન પ્રમાણે એ વાત સાબિત થઈ ચૂકી છે કે સમાગમ દરમ્યાન છૂટા પડતાં ઓક્સિટોકસીનના કારણે વ્યક્તિને ઊંઘ પણ સારી આવે છે. જેના કારણે વ્યક્તિનું બ્લડ પ્રેશર પણ સામાન્ય રહે છે અને આખા દિવસનો થાક પણ ઉતારી જાય છે.

ચામડીને નરમ બનાવે : સમાગમ દરમ્યાન શરીરમાંથી લીનોલેક નામનું એક તત્વ છૂટું પડે છે, આ તત્વમાં ઓલિવ ઓઇલ માંથી મળતા ગુણો હોય છે જે તમારી ત્વચાની ગુણવતામાં સુધારો કરે છે.

તણાવ દૂર કરે : સમાગમને તણાવ ભગાડવાનો એક ઉતમ ઉપાય ગણવામાં આવે છે. તણાવ ભગાડવા માટે સમાગમ મેડિટેશનનું કાર્ય કરે છે. દરરોજ ૧૫ મિનિટ કરવામાં આવતો સમાગમ તમને ચિંતાઓથી મુક્ત રાખે છે.

બીમારીઓથી દૂર રાખે છે : દરરોજ સમાગમ કરવાથી તમારી સુંદરતા જળવાઈ રહે છે સાથો સાથ તમારા શરીરને તંદુરસ્ત રાખવામા મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી હ્રદય રોગ થવાનો અને હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઈ જાય છે. આ સાથે સાથે કેન્સર અને ડિપ્રેશનની સમસ્યાઓ પણ ઓછી થાય છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here