“નિરમા ગર્લ” કોણ છે? ૪૯ વર્ષોથી તેની એક જ તસ્વીર શા માટે?

0
2096

નિરમા વોશિંગ પાવડર ની એડ ધૂન ભારતીય ટીવીની દુનિયાના સૌથી મશહૂર વિજ્ઞાપનો માંથી એક છે. 90 દશકના માણસો ના મોઢા ઉપર આજે પણ તે ધૂન છે. આ ધૂન થી એક સમયે વોશિંગ પાવડર વેચવાથી થી સારો એવો નફો મેળવ્યો હતો. છોકરાઓ થી માંડીને મોટા માણસો પણ કોઈપણ દુકાને જઇને આ જ વોશિંગ પાવડર માગતા હતા. પણ તેની સાથે આ સવાલ પણ દરેકના મનમાં થઈ રહ્યો છે કે ડિટર્જન્ટ ના પેકેટ ઉપર આ છોકરી કોણ છે?

આ છોકરીનું નામ છે નિરૂપા

ડિટર્જન્ટ પાવડર ના પેકેટ ઉપર સફેદ ફ્રોક  માં નજરમાં આવતી. સમયની સાથે ટીવી વિજ્ઞાપનમાં અલગ અલગ પાત્રો પણ આવ્યા પરંતુ આ પેકેટ ઉપર આવેલી છોકરી એક જ છે. આ છોકરીનું નામ નિરૂપા છે અને તેના જ નામથી વોશિંગ પાવડર ઉપર નિરમા રાખવામાં આવ્યું હતું નિરૂપા હાલ આપણી સાથે નથી.

અકસ્માતમાં થઈ ગઈ હતી નિરૂપા ની મોત

1969 ની વાત છે ગુજરાતના કરસનભાઈએ નિરમા વોશિંગ પાવડર ની શરૂઆત કરી. કરસનભાઈની એક છોકરી હતી તેનું નામ હતું નિરૂપા. પરંતુ તેને લાડથી નિરમા બોલાવતા હતા. નિરમા હજુ સ્કૂલમાં જ ભણતી હતી પરંતુ એક અકસ્માતમાં તેનું મૃત્યુ થઈ ગયું. કરસનભાઈ અને તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

એક પિતા હોવાના લીધે કરસન ભાઈ ની ઈચ્છા હતી કે તેની છોકરી દુનિયામાં ખૂબ નામ મેળવે. પોતાના જિગરના ટુકડાં ને ખોઈ દેવાનું દુઃખ કરસનભાઈ ને મનથી તૂટી ગયા હતા પરંતુ તેમણે હિંમત મેળવી અને તેમણે નક્કી કર્યું કે નિરમાને અમર કરીશું.

એટલા માટે છે એક જ ફોટો

કરસનભાઈએ નિરમા વોશિંગ પાવડર ની શરૂઆત કરી અને તેની ઉપર નિરમા નો ફોટો લગાવ્યો તે સમયે ફોટા ઓછા પાડવામાં આવતા હતા. અને તેમણે નિરમા નો ફોટો લગાવ્યો. અને બજારમાં ઉતરતા કરશનભાઈ ને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો. એક સમય તો એવો આવ્યો કે તેમને એવું લાગ્યું કે તેમનું આ સપનું પૂરું નહીં થાય.

ઓફિસમાં રસ્તામાં સાયકલથી વેચતા હતા પાવડર

તે સમયે બજારમાં બીજા સારા ડિટર્જન્ટ ની કિંમત હતી 15 રૂપિયા કિલો. કરસનભાઈએ  તેમનો ડિટર્જન્ટ સાડા ત્રણ રૂપિયા પ્રતિ કિલોએ વેચવાનું ચાલુ કર્યું. થોડા પગાર વાળા માણસો માટે આ સારો વિકલ્પ હતો. કરસનભાઈ સરકારી નોકરી પણ કરતા હતા. છોકરીના નામને અમર કરવા માટે પહેલાથી ઓફિસનું કામ કરતા હતા અને પછી તે સાઇકલ થી બધાના ઘરે-ઘરે ડિટર્જન્ટ વેચતા હતા. ધીરે-ધીરે અમદાવાદમાં આ ડિટર્જન્ટ ને બધા ઓળખવા લાગ્યા.

ઉધારી ના કારણે થવા લાગ્યું નુકસાન

વોશિંગ પાવડર બનાવવા થી વેચવા સુધીનું દરેક કામ કરસનભાઈ કરતા હતા. કામ વધ્યું તો તેમણે પોતાની નોકરી પણ મૂકી દીધી. બીજા માણસોને પણ પોતાના કામ સાથે જોડ્યા અને દુકાનો પર જઈને પાવડર વેચતા હતા. પરંતુ તેની સાથે થોડીક સમસ્યા પણ આવવા લાગી. દુકાનોવાળા ઉધારીમાં વોશિંગ પાવડર લેવા લાગ્યા. અને જ્યારે પૈસા લેવાનો સમય આવે ત્યારે આનાકાની પણ કરવા લાગ્યા. અને તેનાથી વ્યાપારમાં નુકસાન થવા લાગ્યું.

બજારમાંથી ગાયબ કરી નાખ્યા બધા પેકેટ

કરસન ભાઈ સમજી નતા શકતા કે હવે શું કરું તેમને એવું થયું કે તે હારી ગયા છે. પરંતુ તેમને એક ઉપાય મેળવ્યો તેમણે નક્કી કર્યું  કે તે એક ટીવી એડ બનાવશે. ટીમની મીટીંગ બોલાવી ને એડ બનાવવાનું નક્કી કર્યું અને એક શાનદાર ધૂન તૈયાર કરી અને તેની સાથે કરસન ભાઈએ એક બીજો પ્લાન બનાવ્યો. તેમણે તે એડ ટીવી પર આવવાની પહેલા બધા પેકેટ ઉઠાવી લીધા.

ધૂન અને ટીવીની એડવર્ટાઇઝ થી થયા પ્રખ્યાત

ટીવીમાં એડવર્ટાઇઝ આવી, આ ધૂન બધાના મોઢા ઉપર આવવા લાગી અને બધા બજારમાં વોશિંગ પાવડર ને શોધવા લાગ્યા. અને તેનાથી દુકાનદારોને નિરમા વોશિંગ પાવડર રાખવો અને ભેગો તેમની મજબૂરી બની ગઈ હતી. આવી રીતે નિરમા વોશિંગ પાવડર દેશભરમાં પોપ્યુલર બની ગયો અને તેની સાથે કરશનભાઇને નિરૂપા ને અમર બનાવવાનું સપનું પણ પૂર્ણ થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here