નવરાત્રિનું વ્રત રાખતા પહેલા જરૂરથી કરી લો આ કામ, મળશે પૂર્ણ ફળ

0
1007

દર વર્ષે ચૈત્ર માસમાં નવરાત્રી આવે છે અને આ વખતે 6 એપ્રિલથી નવરાત્રી શરૂ થાય છે. જેમાં નવ દિવસ સુધી શક્તિની આરાધના કરવામાં આવશે. નવ દિવસ સુધી દેવીની આરાધના કરવાની સાથે ઘણા લોકો વ્રત અને ઉપવાસ પણ રાખે છે. પંડિત રમાકાંત મિશ્રા જણાવે છે કે આ વખતે નવરાત્રિ પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે એટલા માટે નવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવી રહી છે.

જેથી કરીને સાચા મનથી કરવામાં આવેલી આરાધના ખૂબ જ શુભ તેમજ વિશેષ ફળ પ્રદાન કરશે. ધ્યાન રાખવા વાળી વાત તો એ છે કે નવરાત્રિના અમરત રાખતા પહેલા થોડી સાવધાની રાખવાની જરૂર હોય છે. નહીતર તમારી નાની એવી ભૂલ પણ ઉપવાસનું ફળ નહિ અપાવી શકે. તો ચાલો જાણીએ કે કઈ બાબતો નું ધ્યાન રાખવાનું હોય છે.

  • વિષ્ણુ પુરાણ અનુસાર નવરાત્રીના નવ દિવસોમાં બપોરના સમયે બિલકુલ ઊંઘ કરવી નહીં. દિવસના સૂવાથી વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી.
  • નવરાત્રિના ઉપવાસ માં અનાજ અને મીઠાનું સેવન કરવું નહીં.
  • નવરાત્રી માં જાતક વ્રત અથવા ઉપવાસ રહેલ હોય તો એ વ્યક્તિએ વાળ અને દાઢી કપાવવા નહીં.
  • નવરાત્રીના સમયમાં ઘરમાં જો કળશની સ્થાપના કરવામાં આવેલી હોય અને અખંડ જ્યોતિ રાખવામાં આવેલ હોય તો ઘરને ક્યારેય પણ બંધ હાલતમાં છોડવું નહીં.

  • નવરાત્રિમાં નોનવેજ ડુંગળી તથા લસણ ખાવું જોઈએ નહીં.
  • નવરાત્રીના સમયમાં કાળા કપડાં પહેરવા નહીં તથા કાળા કપડાં થી દૂર રહેવું.
  • જો તમે ઉપવાસ કરી રહ્યા હોય તો નવરાત્રિમાં ચામડામાંથી બનેલી વસ્તુઓ જેવી કે બેલ્ટ, બેગ અને ચપ્પલ નો ઉપયોગ કરવો જોઈએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here