નવરાત્રીમાં કરો આ ૫ ઉપાય, ઘરમાં રહેશે સુખ, શાંતિ અને સ્મૃધ્ધિ, ભાગ્ય દેશે સાથ

0
561

મનુષ્યનું જીવન ખૂબ જ કઠિન ગણવામાં આવ્યું છે જ્યારે માણસને ખુશી પ્રાપ્ત થાય છે ત્યારે કોઈ પણ વાતની ચિંતા નથી રહેતી. ધંધો છે જ્યારે કોઈ દુઃખ આવે તો મનુષ્ય ખૂબ જ વિચલિત થઈ જાય છે અને તે તેના જીવનમાં રહેલી પરેશાની અને દુઃખોને જલ્દી દૂર કરવા માંગે છે.

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે પરંતુ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુશીથી રહી શકે તે અસંભવ છે. અને જીવનમાં ક્યારે દુઃખ આવી જાય તેની ખબર પણ નથી પડતી. તમારા જીવનમાં આવેલા દુઃખોને દૂર કરવા માટે અમુક નિયમો નુ પાલન કરવુ. અમુક ઉપાય તમે શુભ મૂહુર્તમાં કરો તો તેનું પરિણામ જલ્દી પ્રાપ્ત થાય છે.

ચૈત્ર ની નવરાત્રિના સમય ને ખૂબ જ ખાસ માનવામાં. નવરાત્રીના નવ દિવસે ભક્તો ખૂબ જ કઠિન પૂજા અર્ચના કરે છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે તે પૂજા વિધિવત રીતે સંપૂર્ણ કરી નથી શકતા. જો તમારા જીવનમાં ખરાબ સમય ચાલી રહ્યો છે તો તમે માતાજીની પૂજા અર્ચના કરી ને પણ સમસ્યામાંથી બહાર આવી શકતા ના હોય તો તમારે નિરાશ થવાની જરૂર નથી.

આજે તમને એવા ઉપાયો જણાવીશું કે જો તમે તે ઉપાયો નવરાત્રીના સમયમાં કરશો તો માતાજીની કૃપા તમારી ઉપર અપાર રહેશે. અને તમારા જીવનમાં જે કંઈ પણ પરેશાની છે તે દૂર થશે. આ ઉપાય કરવાથી માતાજી તમારી પર પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સુખ સંપત્તિ લાવશે.

નવરાત્રિમાં કયા કરવા જોઈએ ઉપાય

  • જો તમે નવરાત્રીના સમયમાં તુલસી ની  આજુબાજુમાં 9 દિપક કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા દરેક કાર્ય સફળ થશે.
  • નવરાત્રિના આઠમાં દિવસે માતાજીના મંદિરમાં જઈને લાલ રંગ ની ચુંદડી માં સિક્કા મૂકીને માતાજીના ખોળામાં અર્પણ કરવા તેનાથી માતાજી તમારી ઉપર પ્રસન્ન થશે.
  • નવરાત્રિના કોઇપણ દિવસે સુંદરકાંડનો પાઠ કરવો તેનાથી તમારા ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

  • નવરાત્રીના આઠમા દિવસે કન્યા પૂજન કરવું તે ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યું છે. જો તમે નવ કન્યાઓની પૂજા કરવા માટે સક્ષમ ના હોય તો કોઈ એક કન્યાને લાલ રંગની બધી જ સુંદર સામગ્રી ભેટ કરી શકો છો, આ સામગ્રીમાં શિક્ષણ ની સામગ્રી અને શણગારની સામગ્રી નો ઉપયોગ કરી શકો છો. તે કન્યાને દક્ષિણામાં ફળફૂલ અને મીઠાઈ આપવાથી માતાજીની કૃપા તમારી પર હંમેશા માટે રહેશે.
  • નવરાત્રિના છેલ્લા દિવસે કોઈપણ સુહાગન મહિલાને ચાંદીની વિછીયા અને કંકુથી ભરેલી ચાંદીની ડબ્બી અને પાયલ અંબે મા નો ચાંદીનો સિક્કો તે સિવાય શણગાર ની સામગ્રી ઉપહાર તરીકે આપવાથી મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here