નાના બાળકોને અઢી કિલોથી વધારે વજન ઊંચકાવતી સ્કૂલ સામે થશે કાર્યવાહી, વધુ વિગત માટે વાંચો

0
494

નર્સરી સહિત ધોરણ ૧થી ૧૦ માં અભ્યાસ કરતાં બાળકો માટે નિશ્ચિત વજન સુધીનાં દફ્તરનું વહન કરવાં તેમજ હોમવર્ક બાબતની માર્ગદર્શિકા સાથેનો પરિપત્ર ભારત સરકારનાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જારી કર્યો છે. જે પરિપત્રનો સત્વરે અમલ કરવાં અન્યથા સુચનાનું ઉલ્લંઘન કરનાર શાળા સામે પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે. ગુજરાત સહિત દેશભરની તમામ શાળાઓને પરિપત્રની અમલવારી માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આદેશ આપ્યો છે.

સરકાર ‘ભાર વિનાનાં ભણતર’ નાં મુદ્દે ઘણાં સમયથી મોટા પાયે પ્રચાર કરી રહી છે પણ વાસ્તવમાં સ્કૂલ સંચાલકો એનો અમલ કરવામાં આંખ આડા કાન કરી રહ્યાં છે. ભાર વગરનાં ભણતરને બદલે માસુમ ભૂલકાઓ ઉલ્ટાનાં વજનદાર દફતર ઉંચકી ભાર વેંઢારી રહ્યાં છે. એનો વસવસો વાલીઓ વ્યક્ત કરી રહ્યાં છે. પરંતુ આ બાબતે અત્યાર સુધી ધ્યાન અપાયું નહોતું. હવે ભારત સરકારે દેશની તમામ સ્કૂલોને સુચવેલ ગાઇડલાઇન મુજબ અમલ કરવાંની સુચના આપી છે.

Vajan_001

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ એકથી બે સુધીનાં વિદ્યાર્થીઓને હોમવર્ક શાળાં દ્વારા આપી શકાશે નહીં. ભાષા અને ગણીત સિવાયનાં અન્ય કોઈ વિષયનાં પુસ્તકો મંગાવી ધોરણ ૧ અને ૨ નાં વિદ્યાર્થીઓને ભણાવવામાં ન આવે. ધોરણ ૩ અને ૪ નાં બાળકોને एनसीईआरटी ની સુચના પ્રમાણે મેથેમેટિક્સ, એન્વાયરમેન્ટ સાયન્સ તથાં ભાષાનાં સબ્જેક્ટ માટે સુચનો કરી શકાશે.

એ સિવાય વિદ્યાર્થીઓને શાળા વધારાનાં પ્રકાશનોની બુક કે સાહિત્ય લાવવા માટે ફરજ પાડી શકશે નહીં એવું પરિપત્રમાં જણાવાયું છે. આનો તાકીદની અસરથી અમલ કરવાં અને જો સુચનાનો કોઈ શાળા ભંગ કરશે તો એ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી તાકીદ કરવામાં આવી છે.

અગાઉ શાળા સંચાલકો સામે શિક્ષણતંત્રનાં માર્ગદર્શક નિયમોનું ઉલ્લંઘન કરીને મનમાની કરવાનાં આક્ષેપો થયાં હતાં. જે બાબતે વાલી મંડળ તેમજ સ્કુલ સંચાલકો વચ્ચે વિવાદો ઉઠ્યા હતાં. હવે પછી શિક્ષણતંત્રની ગાઇડલાઇનને શાળાઓ અનુસરશે ખરા? શાળા સંચાલકો જો નિયમોનો ભંગ કરશે તો એની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાશે? કે પછી અગાઉ થયું તે પ્રમાણે ‘હોતી હૈ, ચલતી હૈ. અનુસાર નિયમોનો ઉલાળીયો થઈ જશે એ સમય બતાવશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here