નામનો પહેલો અક્ષર બતાવે છે તમારો લક્કી કલર, તેનાથી જાણી શકાય છે દરેક વ્યક્તિનો સ્વભાવ

0
1140

એ વાત તો બધા જાણે જ છે કે દરેક વ્યક્તિની પોતાની એક અલગ પર્સનાલિટી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક વ્યક્તિનો પોતાનો એક લકી કલર પણ હોય છે. આ કલર તમારી પર્સનાલિટી વિશે ઘણું જણાવી આપે છે. જ્યારે તમે કોઈ શુભ કાર્ય કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે પોતાના લકી કલર ને અવશ્ય ધારણ કરવો. તેનાથી તમારું કામ કોઈ પણ પરેશાની વગર પૂર્ણ થઇ જશે.

આ સિવાય જો તમે અન્ય કોઈ વ્યક્તિની પર્સનાલિટી વિશે જાણવા માંગો છો તો તેના નામના પ્રથમ અક્ષર ના આધાર પરથી તેમનું વ્યક્તિત્વ જાણી શકાય છે. અહીંયા અમે નીચે પ્રત્યેક કલર સાથે થોડા અંગ્રેજી શબ્દો આપી રહ્યા છીએ. તમે પોતાના શરૂઆતના અક્ષર સાથે મેચ કરીને પોતાનો ભાગ્યશાળી રંગ અને વ્યક્તિત્વ જાણી શકો છો.

લાલ (A.J.S) : આ લોકો હંમેશા પોતાના મનનું ધાર્યું કરવાનું પસંદ કરે છે. તેઓ બીજાની સલાહ બહુ ઓછી માને છે. તેમના વિચારો ખૂબ જ મોટા હોય છે. તેઓ ખૂબ જ ઈમાનદાર અને કાર્ય પ્રત્યે જવાબદાર વ્યક્તિ હોય છે.

ઓરેન્જ (B.K.T) : તેઓ બુદ્ધિશાળી લોકોની કેટેગરીમાં આવે છે. લોકો તેમની પર આંખ બંધ કરીને ભરોસો કરી શકે છે. તેઓ ક્યારેય પણ કોઈને દગો આપતા નથી. તેમનો સ્વભાવ હસમુખો હોય છે. મોટાભાગે તેઓ જીવનમાં સકારાત્મક રહે છે.

યલો (C.L.U) : તેઓ ક્રિએટિવ અને ચાલાક પ્રવૃત્તિના હોય છે. તેમની પર્સનાલિટી લોકોને આકર્ષક કરે છે. તેઓ એક સારા લીડર પણ સાબિત થાય છે. લોકો તેઓની વાતોને ધ્યાનથી સાંભળે છે. તેઓ સમસ્યાઓનું સમાધાન શોધવામાં હોશિયાર હોય છે.

લીલો (D.M.V) : જે લોકોનો લક્કી કલર લીલો હોય છે તેઓ સંતુલિત વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ ખૂબ જ સમજદાર હોય છે અને પોતાની વાતોને પુર્ણ વિચાર અને તર્ક સાથે સામે રાખે છે. તેઓ એક સારા મિત્ર અને સંબંધી સાબિત થાય છે.

બ્લૂ (E.N.W) : તેઓ જીવનમાં સકારાત્મક વિચારો રાખે છે. તેઓ કોઈપણ વાતાવરણમાં આસાનીથી હળી મળી જાય છે. તેઓ ની અંદર ધીરજ અને શાંતિ ખૂબ જ પ્રમાણમાં ભરેલી હોય છે.

ઇંડિગો (F.O.X) : તેઓ ખૂબ જ સેન્સિટિવ પર્સનાલિટીના હોય છે. તેઓને નાની વાતનું પણ દુઃખ લાગી જાય છે. તેઓ ના સપના ખુબ જ મોટા હોય છે. તેઓ જીવનમાં કંઈક બનીને પોતાની જાતને સાબિત કરવા માંગે છે.

વાયોલેટ (G.P.Y) : તેઓ હંમેશા ઉત્સાહથી ભરપૂર હોય છે. તેઓ ખૂબ જ મહેનતુ હોય છે અને કામથી ક્યારેય ગભરાતા નથી. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. સાથોસાથ તેઓ ક્રિએટિવ પણ હોય છે.

પિન્ક (H.Q.Z) : તેઓ બધા સાથે પ્રેમભાવથી રહેવાનું પસંદ કરે છે. તેઓ ની અંદર ખૂબ જ દયાભાવના હોય છે. જોકે તેમને ક્યારેક-ક્યારેક ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે.

ગોલ્ડ (I.R) : તેઓ બીજાના વિચારોનો આદર કરે છે. તેઓ ક્યારેય પણ અન્ય વ્યક્તિનું ખરાબ નથી ઇચ્છતા. જેના લીધે તેમનું મિત્રવર્તુળ ખૂબ જ મોટું હોય છે. તેઓ વહેવારમાં વિનમ્ર હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here