મુસ્લિમ મહિલાઓ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી તથા હનુમાન ચાલીસાનાં પાઠ કરવામાં આવ્યા

0
454

મુસ્લિમ સમુદાયની મહિલાઓએ હિન્દુ ધર્મની મહિલાઓ સાથે મળીને ભગવાન શ્રીરામ ની આરતી કરી તથા ભાઇચારાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉત્તરપ્રદેશના વારાણસીમાં રામનવમીના તહેવાર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ દરમ્યાન આ મહિલાઓએ ભગવાન રામ ની આરતી કરી હતી અને ઉત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો.

હકીકતમાં આ બધી જ મહિલાઓ એક ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે તથા આ ફાઉન્ડેશન તરફથી નવરાત્રીના આખરી દિવસ રામનવમીના દિવસે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાયની મહિલાઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

પોતાની ઓફિસમાં કાર્યક્રમ આયોજીત કરેલ હતો

સુભાષ નગર કોલોની માં આવેલ વિશાલ ભારત નુ સ્થાન દ્વારા રામનવમીના આ કાર્યક્રમ નું આયોજન મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન સાથે મળીને કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઘણી મુસ્લિમ મહિલાઓ આવેલ હતી. આ કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા હિન્દુ મહિલાઓ સાથે મળીને ભગવાન શ્રીરામની ભવ્ય આરતી કરવામાં આવી હતી ત્યારબાદ કીર્તન ગાવામાં આવ્યા હતા. ભગવાન શ્રીરામ આ સિવાય પણ આ મહિલાઓએ હનુમાન ચાલીસાના પાઠ પણ કરેલ હતા.

૧૩ વર્ષથી મનાવવામાં આવે છે આ ઉત્સવ

વિશાલ ભારત સંસ્થાન તરફથી દર વર્ષે રામનવમીનો ઉત્સવ આ રીતે કાર્યક્રમો આયોજન કરીને ઉજવવામાં આવે છે. આ સંસ્થાના જણાવ્યા અનુસાર 13 વર્ષથી રામનવમીનો ઉત્સવ મનાવવામાં આવે છે અને દર વર્ષે મુસ્લિમ મહિલાઓ આ ઉત્સવમાં ભાગ લે છે. મુસ્લિમ મહિલાઓ આ ઉત્સવ દરમ્યાન શ્રીરામની આરતી અને તેમની પૂજા કરે છે.

શ્રીરામ કોઈ એકના નથી, તે દુનિયાના માલિક છે

મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન દ્વારા આ ઉત્સવ પર કહેવામાં આવ્યું કે આપણા પૂર્વજોએ પોતાનો ધર્મ બદલી લીધો હતો. પરંતુ આપણે આપણી સંસ્કૃતિ બદલવી જોઈએ નહીં. એટલા માટે અમે શ્રીરામનો જન્મોત્સવ ઉજવીએ છીએ. દરેક ભારતીય શ્રી રામના પૂર્વજ છે, એટલા માટે તેમના જન્મની ખુશી પર બધાએ સામેલ થવું જોઈએ.

વળી અન્ય ધર્મના ભગવાનની પૂજા કરવા પર કોઇપણ પ્રકારની ધમકી મળવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે અમે ધમકીઓથી ડરવાના નથી. રામ ભગવાન ના રસ્તા પર ચાલીને જ આતંકવાદ અને અધર્મ અને સમાપ્ત કરી શકાય છે. વળી મુસ્લિમ મહિલાઓએ પૂજા કર્યા બાદ કહ્યું હતું કે શ્રીરામ કોઈ એકના નથી તે સમગ્ર દુનિયાના માલિક છે અને આપણા પૂર્વજ પણ શ્રી રામના વંશજ છે.

જો તમને પણ હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમાન આ ભાઈચારો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં “જય શ્રીરામ” જરૂરથી લખજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here