મુસાફરો પાસેથી એકપણ રૂપિયો લીધા વગર અમદાવાદનો આ રિક્ષાવાળો કરાવે છે મફતમાં મુસાફરી

0
815

બદલાતા જતાં જમાનામાં માણસોની કાર્યશૈલી પણ બદલાતી જઈ રહી છે. પરિસ્થિતી એવી છે કે અત્યારે માણસને પોતાને માટે સમય નથી તો માણસાઈ અને માનવતા માટે બીજાને મદદ માટે હાથ લંબાવતા લોકો તમને ભાગ્યે જ જોવા મળશે. પણ જો એવું કહેવામા આવે કે મળતા જ નથી તો એવું કહેવું થોડું ખોટું હોય શકે છે કેમ કે આજે પણ આવા માનવતા ના નમૂના જોવા મળી જાય છે.

અમદાવાદનાં રિક્ષા ચાલક ઉદયભાઈ માનવતાનો ઉત્તમ ઉદાહરણ છે. જ ક્યારેય તમને અમદાવાદ જવાનું થાય તો તેને મળવાનું ભૂલતા નહીં. અમદાવાદની સડકો પર તમને એ ચહેરા પર સ્માઇલ સાથે રિક્ષા ચલાવતા મળી જાય છે. આખા અમદાવાદમા ઉદયભાઈની ઓળખાણ તેની રિક્ષાની સવારી છે.

અમદાવાદમા ઉદયભાઈ ખૂબ જ જાણીતું નામ છે. તેમના દ્વારા કરવામાં આવતા ભલાઈના કામ અને મુસાફરોને તેમના સ્થળ સુધી પહોચડવાની તેમની ઉદારતા તેમણે બધાથી અલગ બનાવે છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને લેખક ચેતન ભગત પણ તેમણે મળવા માટે અમદાવાદ ગયા હતા. તેઓ રિક્ષા ચલાવતા ભલાઈનું કામ કરે છે, જેમ કે જરૂરિયાતમંદોની મદદ કરવી, બાળકો, ગરીબો, ગર્ભવતી મહિલાઓને પૈસા લીધા વગર તેમના સ્થળ પર પહોચડવા જેવા કર્યો કરે છે.

તેમની રિક્ષામાં તમને પાછળની બાજુએ પીવાનું ઠંડુ પાણી, બાળકો માટે બિસ્કિટ અને ચોકલેટ અને વાંચવા માટે પુસ્તકો પણ રાખેલી છે. આ બધી વસ્તુઓની વ્યવસ્થા ઉદયભાઈ પોતાના ખર્ચે કરે છે. આખા અમદાવાદમા તેમણે “અમદાવાદનો રિક્ષાવાળો” નામથી ઓળખવામાં આવે છે. તેમણે ગરીબોના ઉત્થાન માટે ઘણા કર્યો કરેલા છે.

આ સિવાય તેમની ખાસ વાત એ છે કે એ દરેક મુસાફરને મફતમાં મુસાફરી કરાવે છે એવું પણ કહી શકાય છે. મતલબ કે મુસાફર ને પોતાની જગ્યા પર પહોચાડ્યા બાદ તે મુસાફર જે કઈ પણ ભાડું આપે તે લઈ લે છે. કોઈ ભાડું તેમના દ્વારા નક્કી કરવામાં આવતું નથી મુસાફરને મન પડે તે ભાડું આપે છે. જો કોઈ મુસાફર ભાડું ના આપે તો પણ કઈ કહેતા નથી. આવી રીતે તેઓ ૨૦૧૦ થી રિક્ષા ચલાવી રહ્યા છે. તેઓ કહે છે કે મુસાફરો સારું એવું ભાડું પણ આપે છે અને તેઓનું ગુજરાન પણ ખૂબ જ સારી રીતે ચાલે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here