મુસાફરી દરમ્યાન ઉલ્ટીઓ થતી હોય તો શું કરવું? જાણો તેનો ઉપાય

0
1465

બસ કે ગાડીમાં જતા સમયે મુસાફરી દરમિયાન જીવ ગભરાવવો અને ઉલટી થવી સામાન્ય વાત છે. ઘણા લોકો ને એવું થતું હોય છે. એ લોકોને આવું શા માટે થતું હોય છે તથા તેનો ઉપાય શું છે એ અમે તમને અહિયાં જણાવીશું. જો કે આ ઉપાય કરવાથી ૧૦૦% રાહત ના મળે પરંતુ ઘણી રાહત મળી રહેશે અને આ ઉપાયથી તેમણે ઉલ્ટીઓ ના પણ થાય.

મુસાફરી દરમ્યાન ઉલ્ટીઓ થવી એ ખૂબ જ કષ્ટકારી હોય છે પરંતુ ઈશ્વરે આપણને આ પ્રકર્ણા બનાવ્યા છે તો આપણે અમુક વસ્તુઓનો સામનો કરવો જ પડી શકે છે. એવ ઘણા ઉપાયો છે જેની મદદથી આમાં રાહત મેળવી શકાય છે. તેના પહેલા તેના કારણોની ચર્ચા કરી લઈએ.

મોસમ સિકનેશ ના કારણે આવું થાય છે. મોસમ સિકનેશ એટલે જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે મગજને ત્રણ પ્રકારના સંકેત મળતા હોય છે, ચાલવાથી, જોવાથી અને ગતિથી. આ ત્રણ પ્રકારના સંકેતોથી જ મગજમાં એક ચિત્ર ઊભું થાય છે અને આપણે ઠીક રીતે ચાલી શકીએ છીએ અથવા તો કોઈપણ ક્રિયા કરી શકીએ છીએ. પરંતુ મગજના જ્યારે ઠીક રીતે આ સંકેતો નહીં મળતા ત્યારે આપણાં શરીર પર તેની વિપરીત અસર થાય છે.

એટલે એવું બને છે કે જ્યારે આપણે વાહનમાં મુસાફરી કરી રહ્યા હોય ત્યારે આપણે કોઈ ક્રિયા નથી કરી રહ્યા હોતા પરંતુ ગાડી ચાલી રહી હોય છે અને અચાનક ચાલતી બસે, બમ્પર આવવાથી, બસ વારંવાર ઉભી રહેવાથી મગજ સરખી રીતે કામ નથી કરી શકતો. આ પરિસ્થિતિને જ મોસમ સિકનેશ કહે છે, તેના કારણે જ મુસાફરી દરમ્યાન ઉલટી થવી અને ચક્કર આવવા જેવી બિમારી થાય છે. ગાડી કે બસ માં જ નહીં હીંચકા ખાતા સમયે પણ આવું થાય છે. તેનાથી બચવાના ઉપાયો આ પ્રમાણે છે :

  • બારી પાસે બેસવાથી આવી બીમારી ઓછી સર્જાઈ છે.
  • જ્યારે મુસાફરી કરવાની હોય ત્યારે ખોરાક ઓછો લેવો.
  • છાપું કે મોબાઈલ માં વાંચવાનું ટાળો.
  • વાહન જે દિશા માં જતું તેની વિપરીત દિશા માં ન બેસો.
  • લીંબુ સૂંઘવા થી પણ રાહત થાય છે.
  • જ્યાં તમારે બેસવાનું હોય ત્યારે બેસવાની જગ્યા પર અને પીઠ ની પાછળ છાપું રાખી દેવાથી પણ ઉલટી નથી થતી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here