મુકેશ અંબાણી પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવાર અને બાળકોના અભ્યાસનો આજીવન ખર્ચ ઉઠાવશે

0
312

જાણીતા ઉદ્યોગપતિ તથા રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી એ પોતાની સામાજિક કાર્યો કરતી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શહીદ થયેલા જવાનોના બાળકોની આજીવન અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનું તથા તેમના બાળકોને રોજગાર આપવા અને તેમના પરિવાર નો પૂરો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શનિવારના રોજ શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ જવાનો ના બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાનું જાહેર કર્યો હતો. તથા આ સિવાય શહીદ થયેલા જવાનોના પરિવારને રોજગાર તથા તેમનો ખર્ચ ઉઠાવવાની પણ ફાઉન્ડેશન દ્વારા તૈયારી બતાવવામાં આવી હતી.

ફક્ત એટલું જ નહીં પરંતુ ફાઉન્ડેશન દ્વારા આ હુમલામાં ઘાયલ થયેલા જવાનોને ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી. તથા તેઓ દ્વારા એવું પણ જણાવવામાં આવેલ હતું કે જરૂર પડે તો તેમના હોસ્પિટલો આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા જવાનોને સારામાં સારી સારવાર આપી શકે તે માટે પણ તૈયાર છે. આ સિવાય તેઓએ જણાવેલ હતું કે સરકાર શહીદો અને સંબંધિત કોઈ પણ જવાબદારી ફાઉન્ડેશનને સોંપશે તો તે જવાબદારીનો તેઓ સહર્ષ સ્વીકાર કરશે તથા તે જવાબદારી પૂરી કરશે.

મુકેશ અંબાણીએ શહીદોને શ્રદ્ધાંજલિ તથા પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરીને કહ્યુ હતુ કે આતંકવાદના આ કૃત્ય નો મુકાબલો કરવા માટે દેશના 130 કરોડ લોકોની સાથે રિલાયન્સ પરિવાર મજબૂતી સાથે ઉભો રહેશે. કોઈપણ દુશ્મન દેશ ભારતની એકતાને તોડી શકતો નથી અને આતંકવાદને ખતમ કરવા માટેના અમારા નિર્ણયને ડગાવી શકશે નહીં.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here