એવો કોઈ વ્યક્તિ નહીં હોય જે મુકેશ અંબાણીને નહીં જાણતો હોય. દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મુકેશ અંબાણી ઉદ્યોગપતિઓમાં એક આગવું નામ ધરાવે છે. અંબાણી પરિવારના ફેલાયેલા અનેક વ્યવસાયને કારણે દેશભરમાં આજે દરેક વ્યક્તિને તેમનો પરિચય છે.
થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની સગાઈ શ્લોકા મહેતા સાથે કરવામાં આવી. આ સાથે જ અંબાણી પરિવારમાં ખુશીઓમાં વધારો થયો. આ સિવાય મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન બિજનેસમેન અજય પિરામલના પુત્ર સાથે ૧૨ ડિસેમ્બરના રોજ નક્કી થયા છે.
આકાશ પિરામિલ એ ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અજય પિરામિલના પુત્ર છે. અજય પિરામિલ એ પિરામિલ ગ્રૂપના પ્રમુખ છે. આ બંને પરિવારો વચ્ચે વર્ષો નહીં પરંતુ દશકો જૂનો સંબંધ છે. આ બને પરિવાર એકબીજાને ૪ દશક થી જાણે છે. પિરામિલ ગ્રુપનું ટેક્સટાઇલ બિજનેસમાં ઘણું જાણીતું નામ છે. ટેક્સટાઇલ સિવાય પિરામિલ ગ્રુપના અન્ય પણ બિજનેસ છે જેમાં ફાર્માસ્યુટિકલ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને રિયલ એસ્ટેટ ના બિજનેસનો પણ સમાવેશ થાય છે.
આ લગ્નની તૈયારીઓ પણ તડામાર ચાલી રહી છે. લગ્ન દિવસ નજીક હોવાથી બંને પરિવાર લગ્નની તૈયારીમાં જ લાગી ગયા છે. જાણકારી અનુસાર લગ્ન ફક્ત નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. ત્યારબાદ ભવ્ય રિસેપ્શન રાખવામા આવશે જેમાં બોલીવુડના કલાકારો, ભારતના ઉદ્યોગપતિઓ, રમત ગમતના ખેલાડીઓ અને રાજકારણીઓને આમંત્રણ આપવામાં આવશે.
મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે કેદારનાથ મંદિર ગયા હતા. ત્યાં તેઓએ પોતાની પત્ની નીતા અંબાણી સાથે ભગવાનની પૂજા અર્ચના કરી હતી અને પોતાની પુત્રીના લગ્નનું પહેલું કાર્ડ કેદારનાથને અર્પણ કર્યું હતું સાથો સાથ લાખો રૂપિયાનો ચડાવો પણ ચડાવ્યો હતો.
શું તમે અનુમાન લગાવી શકો છો કે મુકેશ અંબાણીએ કેટલા રૂપિયાનો ચઢાવો ચડાવ્યો હશે? રકમ સાંભળીને તમારી આંખો ચાર થઈ જશે. તેમણે એક કે બે લાખ નહીં પરંતુ પૂરા ૫૧ લાખનો ચઢાવો ચડાવ્યો હતો. ૧૨મી ડિસેમ્બરે થનાર આ લગ્ન હિન્દુ વિધિ પ્રમાણે થવાના છે.
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !