મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત, હવે જીયો ની આ સર્વિસ માટે ચૂકવવા પડશે પૈસા

0
1457

મુકેશ અંબાણીએ પોતાના ગ્રાહકોને કદાચ પ્રથમ વખત કોઈ માઠા સમાચાર સંભળાવ્યા હશે. Jio હંમેશા પોતાની દરેક સર્વિસ ગ્રાહકોને ફ્રી પૂરી પાડી છે અથવા તો માર્કેટ કરતાં બહુ ઓછા પૈસામાં ગ્રાહકોને સર્વિસ આપી છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે જિયો પોતાની એક સર્વિસ માટે હવે ચાર્જ વસૂલશે.

હાં, તમને જાણીને નવાઈ લાગશે પણ આ સમાચાર એકદમ સાચા જ છે કે હવે જીયો પોતાની એક સર્વિસ પેઇડ કરવા જઈ રહી છે, અને આ ખરાબ સમાચાર મ્યુજિક પ્રેમીઓ માટે છે કે જેઓ જીયો મ્યુજિક વાપરી રહ્યા છે. હવે જીયો મ્યુજિકનું નામ બદલી નાંખવામાં આવશે. રિપોર્ટ અનુસાર મિયો મ્યુજિક એપ્લિકેશનને હવે JioSaavan ના નામથી આવનારા દિવસોમાં રજૂ કરવામાં આવશે. આ સાથે ગ્રાહકોએ તેનો ઉપયોગ કરવા માટે રકમ પણ ચૂકવવી પડશે.

રિપોર્ટ અનુસાર જીયો સબસ્ક્રાઈબર્સને જીયો નંબરથી Saavan એપ્લિકેશનમાં પહેલી વાર રજિસ્ટ્રેશન કરવા પર ૯૦ દિવસનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. માનવમાં આવે છે કે સાવન ના પૂરા મ્યુજિક કલેક્શનને જીયો મ્યુજિક માં માયગ્રેટ કરવાની તૈયારી ચાલી રહી છે. જો કે મ્યુજિકના નામ બદલવાને લઈને જીયો એ કશું કહ્યું નથી. પણ માનવમાં આવે છે કે જો નામ બદલવામાં આવશે તો JioSaavan નામ રાખવામા આવશે.

રિપોર્ટનું કહેવું છે કે JioSaavan એક સબ્સ્ક્રિપ્શન વાળી એક મ્યુજિક સ્ટ્રીમિંગ સર્વિસ હશે, જેમાં થોડી વસ્તુઓ ફ્રી હશે. તેમાં જીયો સબસ્ક્રાઈબર્સ ફ્રીમાં મ્યુજિક સાંભળી શકશે પરંતુ એડ વગર મ્યુજિક સાંભળવા માટે અને અનલિમિટેડ ડાઉનલોડ માટે તેમને પ્રો લેવલ સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. જીયો ગ્રાહકોને શરૂઆતના ૯૦ દિવસ માટે ફ્રી માં સર્વિસ આપવામાં આવશે પરંતુ ત્યારબાદ તેઓએ પૈસા ચુકવવાના રહેશે. જો કે તેમાં મહિને કેટલું રીચાર્જ કરાવવાનું રહેશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here