એમએસ ધોનીએ ટીમ ઈન્ડિયામાં પરત ફરવા પર આપ્યું નિવેદન, કહ્યું – હવે ક્રિકેટ….

0
311

મહેન્દ્રસિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમમાં પરત ફરવા પર ચાલી રહેલ અટકળો પર વિરામ આપી દીધું છે. રવિવારના એક કાર્યક્રમ દરમિયાન તેઓ એ સ્પષ્ટ કર્યું હતું કે જાન્યુઆરી સુધી તેઓ ક્રિકેટથી દૂર રહેશે. ધોની ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સેમિફાઈનલ મેચથી ક્રિકેટથી દૂર રહ્યા છે. તે મેચને પાંચ મહિના થઇ ચુક્યા છે અને ત્યારબાદ થી તેઓના ભવિષ્યને લઈને ઘણા પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી.

ક્રિકેટમાં તેઓના પરત ફરવા પર ઘણા રિપોર્ટ આવી ચૂક્યા છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી સ્પષ્ટ કર્યું ચૂક્યા છે કે ભવિષ્યમાં રમવાનો નિર્ણય સંપૂર્ણ રીતે ધોની નો રહેશે.

જાન્યુઆરીમાં નિર્ણય કરીશ”

ધોની રવિવારે જણાવ્યું હતું કે, “અત્યારે ફક્ત એટલું જ કહી શકે જાન્યુઆરી સુધી કોઈ ક્રિકેટ રમીશ નહિ. રાંચીમાં થોડી પ્રેક્ટિસ સેશન બાદ જાન્યુઆરીમાં નિર્ણય લઈશ કે શું કરવાનું છે. ઝારખંડમાં જમવા સિવાય મારી અંડર-૨૩ ટીમ અને રણજીત ટીમની સાથે થોડી પ્રેક્ટિસ થઈ રહી છે. પરંતુ આ સિવાય અન્ય કોઈ ક્રિકેટ નથી.”

ધોનીએ પહેલાથી જ લઈ લીધો હતો જાન્યુઆરી સુધીનો સમય

મહેન્દ્રસિંહ ધોનીએ પાછળના દિવસો માં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જાન્યુઆરી સુધી કંઈ પૂછવું નહીં. તેઓને ટી૨૦ વર્લ્ડ કપ માં રમવા વિશે સવાલ કરવામાં આવેલ હતો. વળી ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે એમએસ ધોનીના ભવિષ્ય વિશે આઇપીએલ ૨૦૨૦ બાદ નિર્ણય લેવામાં આવશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, ધોની વિશે બધું નક્કી છે પરંતુ બધી વાતો સાર્વજનિક રૂપથી નથી કહેવામાં આવતી.

૨૦૧૯ વર્લ્ડકપ બાદ સન્યાસ લેવાના સમાચાર

ધોની વિશે કહેવામાં આવતું હતું કે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ બાદ તેઓ સંન્યાસ લેવાનો એલાન કરી દેશે પરંતુ એવું કઈ બન્યું નહીં. ભારતીય પસંદગી સમિતિના પ્રમુખ રહેલા એમએસકે પ્રસાદે બાદમાં જણાવ્યું હતું કે ધોનીએ યુવાનોને અવસર આપવાનું કહ્યું છે. જેના લીધે ઋષભ પંત લિમિટેડ ઓવરમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી ટવેન્ટી સિરીઝ માં પંતની નિષ્ફળતા બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે ધોની પરત ફરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here