મૃત્યુ પામેલ દિકરીના કર્યા અંતિમ સંસ્કાર અને થોડા દિવસ બાદ તે દિકરી ઘરે પરત ફરી, વાંચો રુંવાડા ઊભા કરી દેતો આર્ટિક્લ

0
2118

જેમના પર ઈશ્વર નો હાથ હોય છે તેમનો કોઈ વાળ પણ વાંકો કરી શકતો નથી. અને આવી ઘટનાઓ આપણી આસપાસ પણ જોવા મળતી હોય છે જેમાં તમને ઇશ્વરીય શક્તિનાં દર્શન જરૂરથી થઈ જાય છે. આવો જ એક કિસ્સો નોઇડામાં પણ બનેલ હતો જેમાં ઘરેથી ગાયબ થઈ ગયેલી દીકરીની લાશ મળી અને તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા.

પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તેના થોડા દિવસ બાદ જ તેમની દીકરી ઘરે જીવતી પરત ફરી હતી અને ઘરવાળાના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. તેમના માટે સૌથી મોટો સવાલ એ હતો કે જો તેમની દીકરી જીવતી છે તો પછી જેમના તેમણે અંતિમ સંસ્કાર કર્યા તે વ્યક્તિ કોણ હતી?

નોઈડામાં રહેતા દંપતિ એ ગયા મહિને પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમની 25 વર્ષીય દીકરી ની ખોવાઈ ગઈ છે. અનેક સ્થળોએ તેમની દીકરીની શોધખોળ કરવાના પ્રયત્નો કર્યા હતા છતાં પણ કોઈ સફળતા હાથ લાગી ન હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં પોલીસને એક મહિલાની અડધી સળગેલી લાશ પડેલી મળી હતી.

બોડી ની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા તેમના પિતા સર્વેશ સક્સેના તથા તેમની પત્ની ને બોલાવવામાં આવ્યા હતા. શરીર પર મળી આવેલા વાળ અને મંગલસૂત્ર ના આધારે તથા હાથ-પગની ઓળખ ના આધારે બોડી તેમની દીકરી નીતુ ની છે એવું કહ્યું હતું. પોલીસે મળી આવેલ લાશનું પોસ્ટમોર્ટમ કરીને તેમના પરિવારજનોને સોંપી દીધી હતી. તેમના પરિવારજનો દ્વારા બોડી ના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા.

નીતુ ના માતા પિતાએ જણાવ્યું હતું કે નીતુ પોતાના પતિથી અલગ થયા બાદ એકલી રહેતી હતી. પતિથી અલગ થયા બાદ નીતુ પરિવારજનો સાથે ઝઘડો કરીને અચાનક જ નામના એક વ્યક્તિ સાથે ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં રહેવા માટે જતી રહી હતી. પોલીસ તપાસમાં ધરપકડ કરાયેલા પુરને જણાવ્યું હતું કે નીતુ તેની સાથે જ રહેતી હતી. આ ઉપરાંત પુણે જણાવ્યું હતું કે નીતુ અને તે બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માગતા હતા એટલા માટે જ નીતુ પુરન સાથે રહેતી હતી.

સંતાનને નીતુને બે બાળકો પણ છે તથા પોતાના પતિથી અલગ થઈને નીતુ એક ભાડાના મકાનમાં રહેતી હતી. ૬ એપ્રિલના રોજ ગામેથી પરત ફરતા સમયે નીતુ શંકાસ્પદ રીતે ગાયબ થઈ ગઈ હતી અને તેના બીજા દિવસે તેમના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here