આ વાત એક એવા સુથાર ની છે કે તે ખૂબ જ જાણીતો હતો તેના શહેરમાં તે ઘરના ફર્નિચર બનાવતો હતો. એનું કામ જોઈ બધા કહેવા લાગતા કે વાહ શું કામ કર્યું છે આ માણસ બહુ જ જ સમયથી કામ કરતો હતો. તેણે તેના જીવનમાં ઘણા બધા ઘર નું કામ કર્યું હતું ઘરની અંદર જે ફર્નિચર કરતો હતો તે દેખવા જેવું હતું. પણ એક દિવસ એ નિવૃત્ત થવા જઈ રહ્યો હતો આજે તેનો છેલ્લો દિવસ હતો તેથી તે ખૂબ જ ખુશ હતો અને વિચારતો કે આજે હું નિવૃત્ત થઈ જઈશ હવે તો જીવનમાં આરામથી રહીશ જીવનને પ્રેમથી વીતાવીશ.
તે તેના માલિક જોડે જાય છે હિસાબ કરવા માટે માલિક કહે છે એક કામ કરો તમે એક છેલ્લુ મકાન બનાવી દો કેમ કે મારે એક ગ્રાહક છે અને તે મારા પર દબાણ કરે છે અને મારા જોડે બીજું કોઈ ફ્રી નથી. તો તમે મારી મદદ કરી દો તો આ સાંભળી કે ઉદાસ નથી થતો પણ કહે છે ચલો કોઈ વાંધો નથી આમ તો આજે મારો છેલ્લો દિવસ હતો પણ હવે થોડા દિવસ ભલે ફરી એક ઘર બનાવી લઉં. માલિક ના કહેવાથી અને માલિકે પણ મને ઘણો બધો સહકાર આપ્યો છે જીવનમાં તો તે ઘર બનાવવાના કામમાં લાગી જાય છે.
પણ તે એટલું સારું કામ નથી કરતો જેટલું તે પહેલા કરતો હતો તે એ વિચારોમાં રહે છે કે હવે તો હું આરામ કરીશ અને મન વગર કામ કરે છે. કોઈ સારું કામ નથી કરતો તે ગમે તેમ કરી ઘર બનાવી નાખે છે અને કહે છે સર મેં એક ઘર બનાવી લીધું આભાર તમારો તમારી જોડે કામ કરીને મને ખૂબ જ આનંદ આવ્યો અને માલિક તેનો હિસાબ કરે છે. માલિક એના હાથમાં ચાવી આપે છે તો એ કહે છે સર આ શું છે તો માલિક કહે છે કે બેટા આ તારા માટે છે આ જે ઘર તે બનાવ્યું છે એ તારા માટે મારા તરફથી ભેટ છે.
તો વિચારો કે તે ને કેવું થતું હશે તે વિચારે છે કે અરે યાર મને ખબર હોત તો હું મારા ઘરની આવું થોડું બનાવતો. હું આવું કામ ચલાવ થોડું કામ કરતો હું તો બેસ્ટ છું મારા શહેરનો હું એવું કામ કરતો કે બધા જોઈને ગાન્ડા થઈ જતા આમ વિચારી તે તેનું માથું પકડી લે છે અને કહે છે મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. તો તમને આ વાર્તા થી શું શીખવા મળે છે એ કેમ દુઃખી થઈ ગયો એણે કામ એટલું ખરાબ પણ નહોતું કર્યું પણ તેણે તે કામ પૂરા દિલથી નહોતું કર્યું. તો તમે હંમેશા યાદ રાખો તમે તમારું બધું કામ રોજ મહેનતથી જ કરો કાલે તમારે એમ જ રહેવાનું છે તો તમારું કંઈ પણ કામ છે તેને મનથી કરો પૂરી મહેનતથી અને દિલથી કરો હું શરત લગાવી ને કહો છો કે 90 થી 99 ટકા માણસો મન વગર કામ કરે છે.
જે કામનો એમને પગાર મળે છે તે કામ કરતાં જ નથી જો કોઈ ચોકીદાર હોય તો તે સૂઈ જાય છે. જો કોઈ ટીવી રીપેરીંગ વાળો હોય તો એ ગ્રાહકને આજે નહીં કાલે એમ કરે છે તો આમ બધાને ખબર છે. તે પોતાની રીતે બધા જ કામ કરે છે તમારે જો આગળ વધવું હોય તો અભિમાન ના રાખો જીવનમાં કેમ કે તમે જે કામ આજે કરો છો તે જ કામ આગળ જતાં તમને કામ આવશે. એ જ કામથી તમે ઓળખવા લાગશો તમે કોઈ દિવસ અભિનેતાને જોયો છે તે પોતાની ફિલ્મમાં પૂરી મહેનત કરે છે ત્યારે તે મોટો સ્ટાર બને છે પોતાના બધા કામમાં પૂરેપૂરી મહેનત કરો તો જ તમે આગળ વધી શકશો.
ઘણા એવું વિચારે છે કે કોઈ ફરક નથી પડતો આ તો સામાન્ય કામ છે ગમે તેમ કરી દો આ ગ્રાહક તો એટલો મહત્વનો નથી આ તો ગરીબ માણસ છે તેનો કામ ગમે તેમ કરી દો પણ વાસ્તવિક માં તો ફર્ક પડે છે દરેક કામ થી ફર્ક પડે છે સારું કે ખરાબ ગમે તે કામ હશે એમાં તમે જ આવશો સારું હશે એમાં પણ તમારું નામ આવશે અને ખરાબ કામ હશે એમાં પણ તમે આવશો તો આજથી એવું નક્કી કરી લો કે હું જીવનમાં કંઈ પણ કામ કરીશ એ 100% સારું જ કરીશ એમાં જરા પણ લાપરવાહી ન કરો જો તમે આ નક્કી કરી લીધું તો તમે આગળ વધતા કોઈ નહી રોકી શકે.
અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !