મોબાઇલ વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર, હવે ફ્રી ઇનકમિંગ સેવા થઈ જશે બંધ

0
1453

ટેલિકોમ ક્ષેત્રમાં અત્યારે હરીફાઈ હદ વટાવી ચૂકી છે અને તેના પરિણામે ઘણી કંપનીઑ નુકશાની પણ સહન કરી રહી છે. તો ઘણી કંપનીઑ તો પોતાનો બિજનેસ ટકાવી રાખવા માટે મહેનત કરી રહી છે અને ઘણી કંપનીઓએ તો પોતાનો ટેલિકોમ કારોબાર બંધ પણ કરી દીધો છે.

રીલાયન્સ જીયોને કારણે મુખ્યત્વે એરટેલ, વોડાફોન અને આઇડિયાને ભારે નુકશાની સહન કરવી પડી છે. આ બધી કંપનીઓએ જીયોને હરીફાઈ આપવા માટે પોતાના કોલ અને ડેટા દરમાં પણ ખાસ્સો ઘટાડો કર્યો પરંતુ છતાં પણ આ કંપની ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ રહી અને ભારે નુકશાની પણ સહન કરવી પડી. આઇડિયા અને વોડાફોનને તાજેતરનાં સમયમાં ૫૦૦૦ કરોડનું નુકશાન થયું હતું.

હવે બધી કંપની આ નુકશાની ભરપાઈ કરવા માટેનો રસ્તો શોધી રહી છે. હવે કંપનીઓએ નિર્ણય લીધો છે કે ગ્રાહકોએ ઇનકમિંગ માટે ચાર્જ ચૂકવવાનો રહેશે, ગ્રાહકોને ઇનકમિંગ સુવિધા મફતમાં મળશે નહીં. ગ્રાહકોએ ઇનકમિંગ સુવિધાનો લાભ લેવા માટે ઓછામાં ઓછું ૩૫ રૂપિયાની રીચાર્જ કરવાનું રહેશે.

આ ૩૫ રૂપિયાના રીચાર્જમાં ગ્રાહકોને ૨૮ દિવસની વેલિડિટિ મળશે અને ૨૬ રૂપિયાનું બેલેન્સ મળશે. ગ્રાહક જો વેલીડિટી પૂર્ણ થયા બાદ આ રીચાર્જ ના કરાવે તો બેલેન્સ હોવા છતાં પણ કોલ થઈ શકશે નહીં. તેના થોડા સમય બાદ પણ જો ગ્રાહક આ રીચાર્જ નથી કરાવતો તો તેની ઇનકમિંગ સેવા પણ બંધ કરી દેવામાં આવશે.

અત્યારે બધા જ લોકો બે સિમ વાપરી રહ્યા છે ત્યારે લોકો કોઈ એક સીમમાં જ બેલેન્સ રાખે છે અને બીજા સીમને ફક્ત ઇનકમિંગ માટે રાખે છે. કારણ કે ગ્રાહકોને રીચાર્જ કર્યા વગર જ ઇનકમિંગ સેવા તો મળતી જ રહેવાની છે તેથી ગ્રાહકો પાસેથી કંપનીએ આ ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે જેથી કરીને તેઓ પોતાને થઈ રહેલા નુકશાનની ભરપાઈ પણ કરી શકે.

હવે જો મોબાઇલ વપરાશકર્તાએ ઇનકમિંગ કોલ્સ પણ ચાલુ રાખવા માંગે છે તો તેણે આ રીચાર્જ કરવું ફરજિયાત બની રહેશે. આઇડિયા, એરટેલ તથા વોડાફોને પોતાના ગ્રાહકો માટે ત્રણ પેકેજ પ્લાન રજૂ કર્યા છે, જેમાં ૩૫, ૬૫ અને ૯૫ રૂપિયાના રીચાર્જ પ્લાન રહેશે. ગ્રાહક જો આમાંથી કોઈપણ એક પ્લાન રીચાર્જ નહીં કરાવે તો ૩૦ દિવસમાં બાદ તેનું ઇનકમિંગ અને ૪૫ દિવસ બાદ તેની આઉટગોઇંગ સેવા બંધ થઈ જશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here